તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Part Of Dilapidated Hostel Collapses In Kashi Vishwanath Corridor, 2 Sleeping, 7 Injured

PM મોદીના ડ્રીમ પ્રોજેકટમાં દુર્ઘટના:કાશી વિશ્વનાથ કોરિડોરમાં જર્જરિત છાત્રાલયનો કેટલોક ભાગ થયો ધરાસાયી, નીચે સૂઈ રહેલ 2 શ્રમિકોના મોત, 7 ઇજાગ્રસ્ત

વારાણસી22 દિવસ પહેલા
  • દુર્ઘટનામાં 9 શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા, 2 લોકો મૃત્યુ પામ્યા

વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ કાશી વિશ્વનાથ કોરિડોરમાં મંગળવારે દુર્ઘટના સર્જાઈ છે. અહીં લલિતા ઘાટ પર આવેલા એક જર્જરિત છાત્રાલયનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. 9 શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. તેમાંથી 2 લોકોનાં મોત નીપજ્યાં હતા, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

કાશી વિશ્વનાથ કોરિડોર માટે લલિત ઘાટ ખાતે આવેલા ગોયનકા છાત્રાલયને હસ્તગત કરવામાં આવેલ છે. જણાવવામાં આવ્યું છે કે સોમાવરની રાત્રે ભારે ગરમીના કારણે કાર્યરત સંસ્થાના શ્રમિકો આ છાત્રાલયના જર્જરિત ભાગની નીચે સૂતા હતા.

કોરિડોરમાં તૈનાત પોલીસકર્મીઓએ કાટમાળ નીચે દબાયેલા તમામ શ્રમિકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડયા હતા. દુર્ઘટનામાં પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના કાલિયા ચકના રહેવાસી અબ્દુલ મોમિન (25) અને અમીનુલ મોમિન (45)નું મૃત્યુ થયું હતું. જ્યારે ઈમરાન, આરીફ મોમિન, શાહિદ અખ્તર, સકીઉલ મોમિન, હાકિલ ખાનને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અબ્દુલ જબ્બારને પગમાં ભારે ઇજા પહોંચી છે માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ કાટમાળ નીચે દટાયેલાં શ્રમિકોને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ કાટમાળ નીચે દટાયેલાં શ્રમિકોને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

ભારે મશીનોની ધ્રુજારીના કારણે પડી રહ્યા છે જર્જરિત મકાન
સ્થાનિક લોકોનું કહેવું છે કે કોરિડોરમાં લગાવેલા ભારે મશીનોની ધ્રુજારીના કારણે જર્જરિત મકાન પડી રહ્યા છે. આ પહેલા 23 મેના રોજ લાહોરી ટોલા ખાતેનું એક જર્જરિત મકાનની દીવાલ ધરાસાયી થતાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

6 શ્રમિકોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. અબ્દુલ જબ્બારના પગમાં ગંભીર ઇજા થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
6 શ્રમિકોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. અબ્દુલ જબ્બારના પગમાં ગંભીર ઇજા થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ PM મોદીનો ડ્રીમ પ્રોજેકટ
કાશી વિશ્વનાથ કોરિડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. આ કોરિડોર કાશી વિશ્વનાથ મંદિર, માણિકર્ણિકા ઘાટ અને લલિતા ઘાટની વચ્ચે 25,000 વર્ગ મીટરમાં બની રહ્યો છે. જે હેઠળ ફૂડ સ્ટ્રીટ, રિવર ફ્રન્ટ સહિત બનારસના સાંકડા રસ્તાઓને પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે.

ભારે મશીનોના કામ દ્વારા થઈ રહેલી ધ્રુજારીના કારણે જર્જરિત મકાન પડી રહ્યા છે.
ભારે મશીનોના કામ દ્વારા થઈ રહેલી ધ્રુજારીના કારણે જર્જરિત મકાન પડી રહ્યા છે.

આ પ્રોજેકટ પૂરો થયા બાદ તમે ગાંગકિનારે થઈને 50 ફુટના રસ્તેથી વવા વિશ્વનાથ મંદિરે જઇ શકશો. આ ઉપરાંત કાશોના પ્રાચીન મંદિરોને સુરક્ષિત કરી શકાશે. હાલમાં આ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે અને ભાવનોની ખરીદી અને ડિમોલિશનની કામગીરી ઝડપી ચલાવવામાં આવી રહી છે.