તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Part Of 1000 Year Old Temple Found During Excavation In Ujjain, Line Of Important Idols

મહાકાલ મંદિરમાં મળી પ્રાચીન મૂર્તિઓ:ઉજ્જૈનમાં ખોદકામ દરમિયાન 1 હજાર વર્ષ જૂના મંદિરના અવશેષો મળ્યા, 11મી સદીની મૂર્તિઓ સતત મળી રહી છે

ઉજ્જૈન16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન 11મી સદીના અવશેષો મળી આવ્યા. - Divya Bhaskar
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન 11મી સદીના અવશેષો મળી આવ્યા.
  • મંદિરના આગળના ભાગમાં વિશ્રામ ભવન બનાવાઈ રહ્યું છે

મધ્યપ્રદેશમાં ઉજ્જૈનસ્થિત બાબા મહાકાલ મંદિરના વિસ્તરણ દરમિયાન જે ખોદકામ કરાઈ રહ્યું છે એમાં 1 હજાર વર્ષ જૂની પરમાર કાલિન મંદિરના અવશેષો મળી રહ્યા છે. ખોદકામ દરમિયાન 11મી સદીની મહત્ત્વપૂર્ણ મૂર્તિઓ પણ બહાર આવી હતી. ત્યાર પછી ખોદકામ દરમિયાન પરમાર કાલિન વાસ્તુકળાનાં કેટલાંક સુંદર મંદિરો પણ જોવા મળ્યાં હતાં.

30 મેના રોજ મહાકાલ મંદિરના આગળના ભાગમાં ખોદકામ દરમિયાન માતાની મૂર્તિ અને સ્થાપત્ય વિભાગની જાણકારી સંસ્કૃતિ વિભાગને મળી હતી. તેમણે પુરાતત્ત્વ વિભાગ ભોપાલના 4 સભ્યને ઉજ્જૈન મહાકાલ પરિસરના નિરીક્ષણ માટે મોકલ્યા હતા.

મંદિરમાં વિશ્રામ ભવન બનાવાઈ રહ્યું છે
ત્યારે ટીમના લીડર પુરાતત્ત્વીય અધિકારી ડૉ. રમેશ યાદવે કહ્યું હતું કે 11મી અને 12મી સદીનાં મંદિર નીચે દટાયેલાં છે, જે ઉત્તર ભાગમાં છે. દક્ષિણ તરફથી 4 મીટર દૂર એક દીવાલ મળી હતી, જે લગભગ 2100 વર્ષ જૂની હોઈ શકે છે. 2020માં પણ મહાકાલ મંદિરમાં લગભગ 1 હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા હતા. મંદિરના આગળના ભાગમાં વિશ્રામ ભવન બનાવાઈ રહ્યું છે. આના માટે જે ખોદકામ કરવામાં આવ્યું છે એ દરમિયાન અવશેષો સામે આવ્યા હતા. ત્યાર પછી કામને સ્થગિત કરાયું હતું.

પ્રાચીન અવશેષોની સાથે મૂર્તિઓ પણ મળી આવી.
પ્રાચીન અવશેષોની સાથે મૂર્તિઓ પણ મળી આવી.

હજુ સુધી મંદિર કોણે બનાવ્યું એની જાણ થઈ નથી
મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન એક પછી એક પ્રાચીન ધરોહરો બહાર આવી રહી છે. અહીં મૂર્તિઓના ઢગલા થઈ ગયા છે. પુરાતત્ત્વ અધિકારી ડૉ. રમેશ યાદવે કહ્યું હતું કે અત્યારે આ અંગે જાણ કરવી ઘણી મુશ્કેલ છે કે ખોદકામમાં બહાર આવેલાં મંદિર કોને બનાવ્યાં હશે. આના પર અભ્યાસ કરાશે.

પ્રાચીન અવશેષોના બચાવ અર્થે ધીમી ગતિએ કાર્ય શરૂ
તમામ મૂર્તિઓ અને સ્ટ્રક્ચરનું અલાઇનમેન્ટ થશે, ત્યાર પછી કોઇપણ પ્રકારના તારણ પર અમે આવી શકીશું. ઉજ્જૈન કલેક્ટર આશિષ સિંહે કહ્યું હતું કે પ્રાચીન અવશેષોના બચાવ અર્થે અમે ધીમી ગતિએ કાર્ય કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...