• Gujarati News
  • National
  • Parliamentary Committee Recommends Regulator To Control Social Media, Report Tabled In Parliament

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ:સોશિયલ મીડિયાને અંકુશમાં લાવવા માટે સંસદીય સમિતિએ રેગ્યુલેટર બનાવવાની ભલામણ કરી, સંસદમાં સોંપાયો રિપોર્ટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયા કંપનીઓ પર અંકુશ લગાવવા માટે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિએ સોશિયલ મીડિયા માટે રેગ્યુલેટર બનાવવાની ભલામણ કરી છે. સમિતિ મુજબ જ્યાં સુધી કંપનીઓ ભારતમાં પોતાની ઓફિસ સ્થાપિત નહીં કરે ત્યાં સુધી તેઓને ભારતમાં ઓપરેટ ન કરવા દેવા જોઈએ. સંયુક્ત સંસદીય સમિતિએ ગુરૂવારે પોતાનો રિપોર્ટ સંસદમાં મુક્યો છે.

આ રિપોર્ટમાં સોશિયલ મીડિયા માટે રેગ્યુલેટર બનાવવાની ભલામણ કરવામાં આવી છે. આ સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે કંપનીઓના ઉપભોક્તાઓના એકાઉન્ટ અનિવાર્ય રીતે વેરીફાઈ કરવામાં આવે. સંયુક્ત સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓ માટે ભારતમાં પોતાની ઓફિસ ખોલવી જરૂરી છે નહીંતર તેને ઓપરેટ કરવાની મંજૂરી ન આપવામાં આવે. રિપોર્ટમાં એવી પણ ભલામણ કરાઈ છે કે કંપનીઓ જો યૂઝરને વેરિફાઈ નહીં કરે તો કંપનીને જ પબ્લિશર માનવામાં આવશે. આ ઉપરાંત તેની જવાબદારી પણ નક્કી કરાશે.

સંયુક્ત સંસદીય સમિતિની પાસે તપાસ માટે મોકલવામાં આવ્યો હતો ખરડો
ડેટા પ્રોટેક્શન બિલને પહેલી વખત 2019માં સંસદમાં લાવવામાં આવ્યો હતો તે સમયે તેને જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટીની પાસે તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. આ ખરડો એક ઐતિહાસિક કાયદો છે, જેનો હેતુ તે નિશ્ચિત કરવાનું છે કે વિભિન્ન કંપનીઓ અને સંગઠન ભારતની અંદર વ્યક્તિના ડેટાનો ઉપયોગ કઈ રીતે કરે છે.

સંસદની સંયુક્ત સમિતિના પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પબ્લિશર્સ તરીકે માનવાની સાથે સાથે તેના ડેટા પર ધ્યાન અને તપાસના અધિકારને પણ ખરડામાં લાવવાની ભલામણ કરાઈ હતી. બે વર્ષના વિચાર-વિમર્શ પછી આ ખરડાને સુધારા સાથે જોડાયેલી ભલામણોને 22 નવેમ્બરે સ્વીકારી લેવાયો હતો.

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલના વ્યાપને વધારવા માટે સંસદીય સમિતિએ પોતાની ભલામણમાં ગેર-વ્યક્તિગત ડેટા અને ઈલેક્ટ્રોનિક હાર્ડવેર દ્વારા એકઠાં કરવામાં આવતા ડેટાને પણ તેના અધિકાર ક્ષેત્રમાં સામેલ કર્યા હતા. સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પણ તેમાં સામેલ કરવાની ભલામણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...