• Gujarati News
  • National
  • Parliament Monsoon Session Rajya Sabha And Lok Sabha News And Updates 23 September 2020

કૃષિ બિલનો વિરોધ:10 દિવસમાં ખતમ થયું સંસદનું મોનસૂન સત્ર; લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત

નવી દિલ્હીએક વર્ષ પહેલા
કૃષિ બિલના વિરોધમાં વિપક્ષના સાંસદોએ સંસદ પરિસરમાં દેખાવો કર્યા. આ દરમિયાન ખેડૂત બચાવો, મજૂર બચાવો, લોકતંત્ર બચાવોના નારા લાગ્યા - Divya Bhaskar
કૃષિ બિલના વિરોધમાં વિપક્ષના સાંસદોએ સંસદ પરિસરમાં દેખાવો કર્યા. આ દરમિયાન ખેડૂત બચાવો, મજૂર બચાવો, લોકતંત્ર બચાવોના નારા લાગ્યા
  • આઝાદે કહ્યું- અમે રાષ્ટ્રપતિને જણાવ્યું કે કૃષિ બિલને રાજ્યસભામાં યોગ્ય રીતે પાસ કરાવાયું નથી
  • કૃષિ બિલના વિરોધમાં વિપક્ષી પાર્ટીઓએ સતત ત્રીજા દિવસે રાજ્યસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો
  • રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે રાષ્ટ્રપતિને અપીલ કરી કે વિવાદાસ્પદ કૃષિ બિલને સહમતિ ન આપો, તે અસંવૈધાનિક છે

સંસદનું મોનસૂન સત્ર 10 દિવસમાં સમાપ્ત થઈ ગયું છે. લોકસભા અને રાજ્યસભાને અનિશ્ચિત સમય માટે સ્થિગિત કરાઈ છે. બુધવારે કૃષિ બિલના વિરોધમાં વિપક્ષી દળોના સાંસદોએ સંસદ પરિસરમાં દેખાવો કર્યા અને રેલી કાઢી હતી. સાંસદોએ ખેડૂત બચાવો, મજૂર બચાવો અને લોકતંત્ર બચાવોના નારા લગાવ્યા હતા. તમામે પોતાના હાથમાં પોસ્ટર લીધા હતા. આ પહેલા વિપક્ષે સતત ત્રીજા દિવસે રાજ્યસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.

બિલના વિરોધમાં રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિને આગ્રહ કર્યો કે તેઓ વિવાદાસ્પદ બિલને સહમતિ ન આપે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કૃષિ બિલને રાજ્યસભામાં યોગ્ય રીતે પાસ કરાવાયું નથી. આ અસંવૈધાનિક છે.

રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ ગુલાબ નબી આઝાદની ઓફિસમાં આજે સવારે વિપક્ષી દળોની મીટિંગ યોજાઈ હતી. જેમાં ખેતી સાથે જોડાયેલા બિલના વિરોધ માટે આગળની રણનીતિ નક્કી કરવામાં આવી
રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ ગુલાબ નબી આઝાદની ઓફિસમાં આજે સવારે વિપક્ષી દળોની મીટિંગ યોજાઈ હતી. જેમાં ખેતી સાથે જોડાયેલા બિલના વિરોધ માટે આગળની રણનીતિ નક્કી કરવામાં આવી

વેંકૈયા નાયડૂને ચિઠ્ઠી લખીને કહ્યું- શ્રમ બિલને પાસ ન થવા દો
આ સાથે જ રાજ્યસભાના વિપક્ષ દળના સાંસદોએ સભાપતિ એમ વેંકૈયા નાયડૂને પત્ર લખીને કહ્યું કે, વિપક્ષી પાર્ટીના સાંસદોની ગેરહાજરીમાં શ્રમ સાથે જોડાયેલા ત્રણ બિલને ગૃહમાં પાસ ન થવા દેશો. જો કે, ત્રણેય બિલ ધ્વનિમતથી પાસ થઈ ગયા છે. લોકસભામાં આ બિલ મંગળવારે પાસ થઈ ગયા હતા.

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે 24નો ઉપવાસ તોડ્યો
કૃષિ બિલના વિરોધમાં વિપક્ષના સાંસદોએ રવિવારે રાજ્યસભામાં રૂલબુક ફાડી દીધી અને ઉપસભાપતિનું માઈક તોડવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદોના આ વ્યવહારથી દુખી હરિવંશે મંગળવારે સવારે 24 કલાકનો ઉપવાસ રાખવાની જાહેરાત કરી હતી. આજે સવારે તેમણે જ્યુસ પીને ઉપવાસ ખતમ કર્યો હતો.

JDU નેતા લલન સિંહે હરિવંશને જ્યુસ પીવડાવીને ઉપવાસ તોડાવ્યો
JDU નેતા લલન સિંહે હરિવંશને જ્યુસ પીવડાવીને ઉપવાસ તોડાવ્યો

સંસદનું ચોમાસુ સત્ર આજે સમાપ્ત થઈ શકે છે. 2 મંત્રી સહિત 30 સાંસદ અને સંસદના ઘણા કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ચિંતાને કારણે 18 દિવસનું સત્ર 10 દિવસમાં જ સમાપ્ત કરવાનો વિચાર છે. ગત સપ્તાહે લોકસભાની બિઝનેસ એડવાઈઝર કમિટીની બેઠકમાં તમામ પાર્ટીઓએ સત્રના દિવસમાં ઘટાડો કરવા અંગે સહમતી દર્શાવી હતી. 14 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ચોમાસા સત્રનું શિડ્યૂલ આમ તો 1 ઓક્ટોબર સુધીનું છે.

લોકસભાની કાર્યવાહી આજે સાંજે 6 વાગ્યાથી શરૂ થશે
લોકસભામાં આજે નેશનલ એજ્યુકેશન પોલિસી અંગે ચર્ચા થઈ શકે છે. ચોમાસુ સત્રના પહેલા દિવસને બાદ કરતાં આગામી દિવસથી લોકસભાની કાર્યવાહી સાંજે 3 વાગ્યાથી શરૂ થઈ રહી હતી, પણ આજે 3 કલાક મોડેથી, એટલે કે 6 વાગ્યે શરૂ થશે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે આ માહિતી આપી હતી.

લોકસભાની કાર્યવાહી મોડેથી શરૂ કરવાનું કારણ માનવામાં આવી રહ્યું છે કે બીજા ગૃહ રાજ્યસભાની કાર્યવાહી મોડે સુધી ચાલી શકે છે, કારણ કે રાજ્યસભામાંથી રિટાયર્ડ થઈ રહેલા સભ્યોનું ભાષણ યોજાઈ શકે છે. આમ તો રાજ્યસભાનું શિડ્યૂલ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનું છે.

સોનિયા- રાહુલ વિદેશથી પાછાં આવ્યાં, સંસદમાં આવવાનું નક્કી નથી
કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી ચોમાસા સત્ર પહેલાં જ મેડિકલ ચેક-અપ માટે વિદેશ ગયાં હતાં. રાહુલ ગાંધી પણ તેમની સાથે ગયા હતા. બન્ને મંગળવારે દિલ્હી પાછાં આવ્યાં છે, પણ આજે સંસદ જશે કે નહીં એ અંગે કંઈ નક્કી નથી. ન્યૂઝ એજન્સી ANIનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોનિયા અને રાહુલ વિદેશમાં હતાં એ વખતે પણ કોંગ્રેસ નેતાઓના સંપર્કમાં હતાં. પાર્ટી નેતા અહેમદ પટેલે કહ્યું હતું કે કૃષિ બિલ અંગે વિરોધની સ્ટ્રેટજી સોનિયા-રાહુલના આદેશ પર તૈયાર કરવામાં આવી છે.

ત્રીજા કૃષિ બિલ સહિત 7 બિલ કોઈપણ વિરોધ વગર પાસ થયાં
સંસદમાં વિપક્ષના બોયકોટ વચ્ચે મંગળવારે ત્રીજું કૃષિ બિલ પણ પાસ થઈ ગયું છે, એ પણ કોઈપણ પ્રકારના વિરોધ વગર. સોમવારે રાજ્યસભામાંથી સાંસદોના સસ્પેન્ડ થવાના વિરોધમાં મંગળવારે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ બન્ને ગૃહોને બોયકોટ કરી દીધાં હતાં. આ જ કારણે સંસદમાં લગભગ સાડાત્રણ કલાકમાં 7 બિલ પાસ થઈ ગયાં છે, જેમાં એસેન્શિયલ કમોડિટીસ બિલ પણ હતું.

અન્ય સમાચારો પણ છે...