• Gujarati News
  • National
  • Parliament Monsoon Session Rajya Sabha And Lok Sabha News And Updates 18 September 2020

કોરોના પર વેંકૈયાની સાંસદોને સલાહ:આ પરીક્ષા ખંડ નથી, સદન છે, અહીં કોરોનાથી બચવા માટે કાપલી ચાલશે, એકબીજાના કાનમાં ખુસપુસ ન કરો

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • પંજાબના કૃષિપ્રધાન ક્ષેત્ર માલવામાં અકાલી દળનો પ્રભાવ છે, પાર્ટીને 2022ની ચૂંટણી દેખાઈ રહી છે
  • હરસિમરત કૌર બાદલે કહ્યું, ખેડૂતો સાથે તેમની દીકરી અને બહેનના રૂપમાં ઊભાં રહેવા માટે મને ગર્વ છે.

રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ સાંસદોને કોરોનાથી બચવા માટેના ઉપાયોનું પાલન કરવાનું કહ્યું. સદનમાં શુક્રવારે વેંકૈયાએ ઝીરો અવર દરમિયાન સાંસદોને એકબીજાની સીટ અને ટેબલ ઓફિસ પર જવાની ના પાડી.

તેમણે કહ્યું કે જ્યારે સેશન શરૂ થઈ જાય ત્યારે કોઈ પણ સભ્યના ટેબલ ઓફિસ પર ન જવું જોઈએ. આ સાથે એ પણ અપીલ કરું છું કે એકબીજાની સીટ પર જઈને કાનમાં ખુસપુસ ન કરો. આવું કરવાથી બચો. જો કોઈ વાત કહેવી હોય તો સ્લિપ આપો. કાપલીની પરવાનગી પરીક્ષા ખંડમાં હોતી નથી, પણ અહીં પરવાનગી છે.

રાજ્યસભામાં હોમિયોપેથી બિલ પાસ
કોરોના વચ્ચે સંસદ સત્રનો આજે પાંચમો દિવસ છે. રાજ્યસભામાં આજે હોમિયોપેથી સેંટ્રલ કાઉન્સિલ (સુધારા) બિલ પાસ થઈ ગયું છે. તેના પર ચર્ચા દરમિયાન તૃણમૂલ કોંગ્રેના સાંસદ શાંતનુ સેને કહ્યું કે સરકાર પ્રાઈવેટ મેડિકલ કોલેજો અને ઉટવૈદુને પ્રોત્સાહન આપી રહી છે. આવી સરકાર પાસેથી બીજી શું આશા રાખી શકીએ, જે કહે છે કે ગૌમૂત્રથી કોરોનાથી મૂક્તિ મેળવી શકાય છે. સેનના નિવેદન પર સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે ઉંટવૈદુ શબ્દના ઉપયોગથી દુ:ખ થયું.

કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલનું રાજીનામું રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું
આ પહેલાં ગુરુવારે શિરોમણિ અકાલી દળનાં નેતા અને ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર હરસિમરત કૌર બાદલે રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું રાજીનામું મંજૂર કરી લીધું છે. ખેતી સાથે જોડાયેલાં 3 બિલ વિરુદ્ધ પંજાબના ખેડૂતોના ગુસ્સાને ધ્યાનમાં રાખીને બાદલે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે ખેડૂતો સાથે તેમની દીકરી અને બહેનના રૂપમાં ઊભાં રહેવા માટે મને ગર્વ છે.

સંસદમાં રજૂ થયેલા કૃષિ બિલ અંગે NDAના સૌથી જૂના સાથી શિરોમણિ અકાલી દળની નારાજગી ગુરુવારે ખૂલીને સામે આવી છે. લોકસભામાં 2 બિલ પર ચર્ચા દરમિયાન અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાદલે કહ્યું હતું કે તેમની પાર્ટી બિલના પક્ષમાં નથી. જોકે પાર્ટીનું કહેવું છે કે હરસિમરત કૌરના રાજીનામા છતાં શિરોમણિ અકાલી દળનું મોદીસરકારને સમર્થન ચાલું રહેશે.

આ 4 આશંકા પર કૃષિ બિલોનો વિરોધ

1. શું કૃષિ મંડી ખતમ થઈ જશે? ઃ સરકાર કહે છેઃ રાજ્યોમાં સંચાલિત મંડીઓ ચાલુ રહેશે, પણ ખેડૂત પાસે ખુલ્લા બજારમાં ક્યાંય પણ વેચવાનો હક પણ રહેશે. વિરોધમાં તર્કઃ શરૂઆતમાં તો મંડીઓ ચાલશે, પણ ધીમે ધીમે કોર્પોરેટ ઉત્પાદન પર કબજો કરી લેશે. મંડીઓ અવ્યવહારિક થઈ જશે.

2. શું સમર્થન મૂલ્ય નહીં મળે? ઃ સરકાર કહે છેઃ ન્યૂનતમ સમર્થન મૂલ્ય, એટલે કે MSP જળવાઈ રહેશે. સરકાર MSP પર જ કૃષિ ઉત્પાદનની ખરીદી કરવાનું ચાલું રાખશે.વિરોધમાં તર્કઃ જ્યારે કોર્પોરેટ કંપનીઓ ખેડૂત પહેલાં જ કરાર કરી લેશે તો MSPનું મહત્ત્વ ખતમ થઈ જશે.

3. યોગ્ય કિંમત કેવી રીતે મળશે? ઃ સરકાર કહે છે, ખેડૂત દેશમાં કોઈપણ બજાર અથવા ઓનલાઈન ટ્રેડિંગથી પાક વેચી શકે છે. ઘણા વિકલ્પો કરતાં સારો ભાવ મળશે. વિરોધમાં તર્કઃ કિંમત નક્કી કરવાની કોઈ સિસ્ટમ નહીં હોય. પ્રાઈવેટ સેક્ટરની વધુ ખરીદીથી એક ભાવ નક્કી કરવામાં મુશ્કેલી થશે.

4. કોન્ટ્રેક્ટ ફાર્મિંગમાં છેતરપિંડી થશે તો શું? ઃ સરકાર કહે છે, ખેડૂતોને એક નક્કી મિનિમમ રકમ મળશે. કોન્ટ્રેક્ટ ખેડૂતના પાક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી સીમિત રહેશે. ખેડૂતનો જમીન પર કોઈ કંટ્રોલ નહીં હોય. વિવાદ અંગે ADM 30 દિવસમાં નિર્ણય આપશે. વિરોધમાં તર્કઃ કોર્પોરેટ અથવા વેપારી તેમના હિસાબથી ફર્ટિલાઈઝર નાખશે અને પછી જમીન બંજર પણ થઈ શકે છે.

હરસિમરત કૌરના રાજીનામાનું મહત્ત્વ વોટ બેન્ક જવાનો ભય, કારણ કે... કૃષિપ્રધાન ક્ષેત્ર માલવામાં અકાલી દળની પકડ છે. અકાલી દળને 2022ની વિધાનસભા ચૂંટણી જોવા મળી રહી છે. રાજીનામું આપવું મજબૂરી પણ બની ગયું હતું, કારણ કે ચૂંટણીમાં હવે લગભગ દોઢ વર્ષ જ બાકી છે. એવામાં શિરોમણિ અકાલી દળ ખેડૂતોની એક મોટી બેન્કને પોતાની વિરુદ્ધમાં કરવા માગતું નથી.

અકાલી દળ પર દબાણ હતું ઃ પાર્ટીમાં તિરાડ અને પ્રશાસનમાં અવ્યવસ્થાથી પરેશાન શિરોમણિ અકાળી દળ માટે બિલ ગળાનો ફંદો બની ગયું છે, કારણ કે જો પાર્ટી તેના માટે હા કરશે તો રાજ્યની મોટી બેન્ક(ખેડૂતો)ગુમાવવી પડશે. તો આ તરફ બીજી વખત મંત્રી બનેલાં હરસિમરત પર બિલ અંગે પદ છોડવાનું પણ દબાણ થયું હતું.

બે ધડમાં વહેંચાઈ ગઈ હતી પાર્ટી ઃ પંજાબમાં બિલના વિરોધમાં પાર્ટીના અલગ અલગ નેતા હરસિમરતના રાજીનામા અંગે 2 ભાગમાં વહેંચાઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિરોમણિ અકાલી દળના ઘણા સિનિયર નેતા પાર્ટી અધ્યક્ષને કહી ચૂક્યા હતા કે પાર્ટીનું અસ્તિત્વ ખેડૂતો માટે જ છે. એટલા માટે કેન્દ્ર વાત ન માને તો હરસિમરતે રાજીનામું આપી દેવું જોઈએ.

આ 3 બિલનો વિરોધ

  • ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ
  • ફાર્મર્સ(એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ
  • એસેન્શિયલ કમોડિટીઝ(અમેન્ડમેન્ટ) બિલ
અન્ય સમાચારો પણ છે...