તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Parliament Monsoon Session Rajya Sabha And Lok Sabha News And Updates 16 September 2020

કોરોના વચ્ચે સંસદ સત્રનો ત્રીજો દિવસ:લદ્દાખમાં ચીનની ઘુસણખોરીના સમાચારો વચ્ચે સરકારે સંસદમાં કહ્યું- ભારત-ચીન સરહદ પર છેલ્લા 6 મહિનામાં કોઈ ઘુસણખોરી નથી થઈ

નવી દિલ્હી5 દિવસ પહેલા
રાજ્યસભામાં સાંસદ અનિલ અગ્રવાલે ઘુસણખોરીના મુદ્દે સવાલ કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે તેનો લેખિતમાં જવાબ આપ્યો
  • ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, 6 મહિનામાં પાકિસ્તાન સરહદથી 47 ઘુસણખોરીના પ્રયાસ થયા
  • ‘સીઝફાયર ઉલ્લંઘનના કારણે 13 મહિનામાં સુરક્ષાદળોના 25 જવાનો શહિદ થયા’

કોરોના વચ્ચે સંસદના પહેલા સત્રનો આજે ત્રીજો દિવસ છે. લદ્દાખમાં ચીનની ઘુસણખોરીના પ્રયાસોના સમાચાર ગત મહિનાઓથી આવી રહ્યા છે, પરંતુ સરકારે બુધવારે સંસદમાં કહ્યું કે, ભારત-ચીન સરહદ પર છેલ્લા 6 મહિનામાં કોઈ ઘુસણખોરી કરી નથી. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.સાથે જ કહ્યું કે, આ દરમિયાન પાકિસ્તાન સરહદ પરથી 47 વખત ઘુસણખોરી કરવામાં આવી હતી. માર્ચમાં 4 વખત, એપ્રિલમાં 24 વખત, મે મહિનામાં 8 વખત અને જુલાઈમાં 11 વખત આવું થયું હતું. સાંસદ અનિલ અગ્રવાલે ઘુસણખોરીના મુદ્દે સવાલ કર્યો હતો.

13 મહિનામાં આતંકી ઘટનાઓમાં સુરક્ષાદળોના 49 જવાન શહીદ થયા
ગૃહ રાજ્યમંત્રીએ વધુ એક સવાલના જવાબમાં જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં 5 ઓગસ્ટ 2019થી 10 સપ્ટેમ્બર 2020 સુધી આતંકી ઘટનાઓમાં સુરક્ષાદળોના 49 જવાન અને 45 સામાન્ય નાગરિક માર્યા ગયા હતા.આ દરમિયાન સીઝફાયરના ઉલ્લંઘનમાં 25 જવાન અને 26 નાગરિકોના મોત થયા હતા.

પાકિસ્તાન- બાંગ્લાદેશના અલ્પસંખ્યક ભારત આવ્યા
ગૃહ રાજ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અલ્પસંખ્યક હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભારતમાં આવ્યા છે. તે અહીંયા લોન્ગ ટર્મ વિઝા પર રહે છે. સરકાર તેમની સુવિધાઓનું ધ્યાન રાખી રહી છે.

આ દરમિયાન રાજ્સભામાં કોરોના અંગે ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કહ્યું કે,ગઈકાલે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, લોકડાઉનના નિર્ણયે લગભગ 14 થી 29 લાખ કેસ અને 37,000-78,000 મોતને અટકાવ્યા છે.આનંદ શર્માએ કહ્યું કે, ગૃહને સૂચિત કરવું જોઈએ કે એ વૈજ્ઞાનિક આધાર કયો છે જેના આધારે આપણે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ.તેમણે વધુમાં કહ્યું કે, અચાનક 4 કલાકની નોટિસ પર લોકડાઉન લગાડવામાં આવ્યું આનાથી લોકોને તકલીફ પડી. ભારતની જે તસવીર દુનિયા સામે ગઈ તેને આપણે નકારી ન શકીએ.

આ પહેલાં મંગળવારે રાજનાથે લોકસભામાં પણ આ મુદ્દે પોતાની વાત રજૂ કરી હતી. તો આ તરફ પ્રવાસીઓના મુદ્દે સરકારે કહ્યું હતું કે લોકડાઉનમાં ફેક ન્યૂઝને કારણે મજૂરોએ નાસભાગ કરી હતી.

ચોમાસુ સત્રના બીજા દિવસે શું શું થયું?
રક્ષામંત્રીએ કહ્યું, ચીને LAC પર દારૂગોળો ભેગો કર્યો છે, આપણે પણ તૈયાર છીએ.
રાજનાથે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર ચાલી રહેલા ઘર્ષણ અંગે લોકસભામાં માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે હાલની સ્થિતિ પ્રમાણે, ચીને LAC અને અરુણાચલ પાસે આવેલા આંતરિક વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિક અને દારૂગોળો ભેગા કર્યા છે. પૂર્વ લદાખના ગોગરા, કોંગકા લા, પેન્ગોગ સો ઝીલના ઉત્તર અને દક્ષિણ કિનારા પર તણાવવાળા ઘણા વિસ્તારો છે. આ વિસ્તારોમાં આપણી સેના પણ જવાબી કાર્યવાહી માટે પૂરી તૈયારી સાથે તહેનાત છે.

જોકે વિપક્ષ સરહદ વિવાદના મુદ્દે ચર્ચાની માગ કરી રહ્યો છે. કોંગ્રેસે બોલવાની તક ન આપવાનો આરોપ લગાવતાં મંગળવારે લોકસભામાંથી વોકઆઉટ પણ કરી લીધું હતું. ચીનની ઘૂસણખોરીના મુદ્દે રાજ્યસભામાં ચર્ચા માટે કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ શોર્ટ ડ્યુરેશન નોટિસ પણ આપી છે.

ગૃહમંત્રાલયે કહ્યું- અફવાને કારણે પ્રવાસીઓએ નાસભાગ કરી હતી
ચોમાસા સત્રના પહેલા દિવસ, એટલે કે સોમવારે એક સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે લોકડાઉનમાં ઘરે પાછી આવતી વખતે દુર્ઘટનામાં કેટલા પ્રવાસી મજૂર માર્યા ગયા, એનો કોઈ આંકડો નથી. પ્રવાસીઓ સાથે જોડાયેલા એક બીજા સવાલના જવાબમાં મંગળવારે તેમણે કહ્યું હતું કે માર્ચમાં લોકડાઉન વખતે ફેક ન્યૂઝને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓની મુવમેન્ટ થઈ હતી.

તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ માલા રોયે લોકસભામાં લેખિત સવાલ પૂછ્યો હતો કે 25 માર્ચે લોકડાઉનની જાહેરાત પહેલાં સરકારે પ્રવાસીઓની સુરક્ષા માટે કેવાં પગલાં લીધાં અને હજારો મજૂરો ઘરે પાછા જવા માટે મજબૂર કેમ બન્યા? આ અંગે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જવાબ આપ્યો હતો કે ફેક ન્યૂઝને કારણે લોકોનાં મનમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓનો પુરવઠો અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે ચિંતા હતી, એટલા માટે નાસભાગ થઈ હતી.

બોલિવૂડનો ડ્રગ્સ વિવાદ પણ સંસદ પહોંચ્યો
અભિનેતા સુશાંત સિંહના મોતથી બોલિવૂડમાં ઊઠેલો ડ્રગ્સ વિવાદ હવે સંસદમાં મોટી ચર્ચા બનતો જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ રવિ કિશને સોમવારે લોકસભામાં નિવેદન આપ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડ્રગ્સ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયું છે. આ અંગે મંગળવારે SP સાંસદ જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું હતું, 'તમે જે થાળીમાં ખાવો છો એમાં થૂંકાય નહીં.'

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો