21 દિવસથી ચાલી રહેલા ચોમાસુ સત્રમાં હોબાળા અને વિરોધો વચ્ચે પહેલીવાર કેન્દ્ર સરકારને વિપક્ષનો સપોર્ટ મળ્યો છે. સોમવારે લોકસભામાં સંવિધાનનું 127મું સંશોધન બિલ પેશ કરવામાં આવ્યું. વિપક્ષી પાર્ટીઓએ કહ્યું કે તેઓ આ બિલ બાબતે સરકારના સપોર્ટમાં છે. આ સંશોધન બિલને લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા પછી રાજ્ય સરકાર પાસે OBCની યાદીમાં પોતાની ઈચ્છા મુજબ જાતિઓની લિસ્ટિંગ કરી શકશે તેવો અધિકાર પ્રાપ્ત થશે.
ખાસ વાત એ છે કે, સદનમાં પેગાસસ, ખેડૂતો જેવા મુદ્દે 21 દિવસથી આંદોલન કરી રહેલા વિપક્ષે પણ આ બિલ પર સરકારનો સપોર્ટ કર્યો છે. લોકસભા બાદ રાજ્યસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા આ બિલને મંજૂરી આપવાની બાકી છે. તે પછી, તે કાયદો બની જશે. આ પછી કર્ણાટકમાં લિંગાયત, ગુજરાતમાં પટેલ, હરિયાણામાં જાટ અને મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો માર્ગ સરળ બની રહેશે.
લોકસભામાં 3 બિલ પાસ
લોકસભામાં 3 બિલ પાસ થયા હતા. લિમિટેડ લાઈબિલિટી પાર્ટનરશિપ બિલ,2021; ડિપોઝીટ ઇંનશ્યોરન્સ એન્ડ ક્રેડિટ કોર્પોરેશન(અમેંડમેન્ટ)બિલ,2021 અને કોન્સ્ટિટ્યૂશન(શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ)ઓર્ડર(અમેંડમેન્ટ)બિલ,2021 પાસ થયા છે. જ્યારે રાજ્યસભામાં ટ્રિબ્નયૂલ રિફોર્મ બિલ 2021 પાસ થયું.
છેલ્લા ત્રણ સપ્તાહમાં લોકસભા અને રાજ્યસભામાં ખળભળાટ મચી ગયો છે. ચોથા સપ્તાહના પહેલા દિવસે હોબાળો ચાલુ રહ્યો હતો. વિપક્ષી દળો જાસૂસી કૌભાંડ, ત્રણ નવા કૃષિ કાયદા અને ભાવ વધારાના મુદ્દાઓ પર હંગામો મચાવી રહ્યા છે. તેઓ આ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યા છે, જ્યારે સરકારનું કહેવું છે કે વિપક્ષ નથી ઇચ્છતો કે સંસદ કામ કરે.
હોબાળાના લીધે સતત સ્થગિત થયુ સદન
સવારે 11 વાગ્યે કાર્યવાહી શરુ થયા પછી લોકસભામાં વિપક્ષના નેતાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો. તેને લઈને સદનની કાર્યવાહી 11:30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. પેગાસસ પર હંગામાને જોતા રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી, ફરી તેને 12:30 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી.
બીજી તરફ, 12 વાગ્યે ફરી શરુ થયા પછી રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. ત્યાં, 12:30 વાગ્યા પછી શરુ થયા પછી લોકસભામાં હોબાળાના લીધે થોડીવાર કામકાજ થયુ પછી કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. વિપક્ષના હંગામો બંધ ન થવાથી લોકસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવી. 3 વાગ્યે શરુ થયા પછી રાજ્યસભાની કાર્યવાહી 3:30 વાગ્યા સુધી સ્થગિત થઈ.
પેગાસસ અને કિસાન આંદોલન પર સદનમાં સ્થગિત દરખાસ્ત
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પેગાસસ પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ નોટિસ મોકલી છે. કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હૂડાએ ખેડૂતોના પ્રદર્શનને લઈને રાજ્યસભામાં સસ્પેન્શન ઓફ બિઝનેસ નોટિસ મોકલી.
ત્રીજા સપ્તાહમાં રાજ્યસભામાં 8 બિલો પાસ થયા
સંસદના ચોમાસુ સત્રના ત્રીજા સપ્તાહમાં રાજ્યસભામાં વિપક્ષી દળોના હોબાળા વચ્ચે 8 બિલ પસાર કરવામાં આવ્યા હતા. આનાથી સદનની કામગીરીમાં વધારો થયો. બીજા સપ્તાહમાં તે 13.70 ટકાથી વધીને 24.20 ટકા થયો હતો. 19 જુલાઈથી શરૂ થયેલા સત્રના પ્રથમ સપ્તાહમાં સૌથી વધુ 32.20 ટકા પ્રદર્શન થયું હતું. ત્રીજા સપ્તાહમાં 21 કલાક, 36 મિનિટનો બગાડ હોબાળો થતાં થયો હતો.
ચર્ચા વગર પાસ થયા બિલ
બંને સદનમાં હોબાળાના લીધે ઘણા બિલો કોઈ પણ પ્રકારના વિરોધ વચ્ચે પાસ કરવામાં આવ્યા. આ સ્વસ્થ લોકતંત્ર માટે ઠીક નથી, સદન સ્પીકરે સાંસદોને વારંવાર યાદ કરાવ્યુ પણ કોઈ ખાસ અસર ન થઈ. વિપક્ષના કેટલાક નેતાઓએ પણ આ ચલણનો વિરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.