સંસદના મોનસૂન સેશનમાં મંગળવારે રાજ્યસભામાં થયેલા હોબાળા વિશે બોલતા રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, લોકતંત્રના મંદિરનું અપમાન થતાં આખી રાતે ઉંઘી નથી શક્યો. ગઈ કાલે જે થયું તે લોકતંત્રની વિરુદ્ધ છે. નાયડુએ કહ્યું કે, વિપક્ષ સરકારને મજૂબર ના કરી શકે. સભ્ય વિરોધ કરી શકે છે પરંતુ સભાપતિને શું કરવું છે, શું નહીં... તે વિશે ના કહી શકે.
ઉચ્ચ ગૃહમાં હોબાળો કરનાર સાંસદો વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. કાલે વિપક્ષના નેતાઓ વેલમાં પહોંચી ગયા અને ડેસ્ક પર ચડીને રુલ બુક ફેંકી દીધી હતી. જોકે ગૃહની કાર્યવાહી પૂરી થયા પછી આ થયું હતું.
લોકસભા અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરાઈ
લોકસભા અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવી છે. નક્કી કરેલા સમયથી બે દિવસ પહેલાં જ નીચેના ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. માનવામાં આવે છે કે, ગૃહમાં થતાં સતત હોબાળાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી બાજુ વિપક્ષી નેતાઓની નારેબાજી જોઈને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
સેશન શરૂ થતાં પહેલાં બંને ગૃહોના વિપક્ષી પાર્ટીઓના ફ્લોર નેતાઓની બેઠક થઈ હતી. આ મીટિંગ રાજ્યસભાના વિપક્ષના નેતાની ચેમ્બરમાં થઈ હતી. આ દરમિયાન ગૃહમાં આજના કામકાજ વિશે વિપક્ષે રણનીતિ બનાવી છે.
રાજ્યસભામાં રજૂ થઈ શકે છે 127મું બંધારણ સંશોધન બિલ
OBCનું લિસ્ટિંગ કરવાનો અધિકાર આપનાર બિલ મંગળવારે લોકસભામાં પાસ થઈ ગયું છે. તેના પક્ષમાં 385 વોટ પડ્યા છે, જ્યારે વિપક્ષમાં એક પણ નથી. રાજ્યસભામાં આ બિલ આજે રજૂ કરવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે, અહીં પણ આ બિલ સરળતાથી પસાર થઈ જશે.
આ બિલ બંને ગૃહોમાં મંજૂર થયા પછી રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યોની સરકારો સામાજિક, શૈક્ષણિક દ્રષ્ટીએ પછાત વર્ગોની લિસ્ટિંગ કરી શકશે. રાજ્યોની આ શક્તિ સુપ્રીમ કોર્ટના મરાઠા આરક્ષણ મુદ્દે આપવામાં આવેલા નિર્ણય પચી ખતમ થઈ ગઈ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.