તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Modi Begins To Respond In Rajya Sabha, Uttarakhand Can Speak On Tragedy And Agricultural Laws

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યસભામાં PMનો જવાબ:ખેડૂતોના મુદ્દે મોદીએ કહ્યું- અપશબ્દો અને ખરાબ મારા ખાતામાં જવા દો, સારું તમારા ખાતામાં

નવી દિલ્હી25 દિવસ પહેલા
 • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપ્યો. 77 મિનિટના ભાષણમાં વડાપ્રધાને મુખ્ય રીતે ખેડૂત આંદોલન, બંગાળ અને કૃષિ કાયદાઓ પર વાત કરી હતી. સંસદમાંથી ખેડૂતોને આંદોલન ખત્મ કરવાની અપીલ કરી હતી. બીજી તરફ વિપક્ષના હુમલાને લઈને કહ્યું કે અપશબ્દો મારા ખાતામાં આવવા દો. સારુ તમારા ખાતામાં, ખરાબ મારા ખાતામાં. આવો સાથે મળીને સારુ કામ કરીએ.

મોદીના ભાષણના મહત્વના મુદ્દા

ચર્ચામાં કાયદાના સ્પિરિટ પર વાત થઈ નથીઃ મોદી
કૃષિ કાયદા બાબતે બોલતા PM મોદીએ કહ્યું ચર્ચામાં કાયદાના સ્પિરિટ પર વાત થઈ નથી. એવી ફરિયાદ છે કે પદ્ધતિ યોગ્ય નથી, ઉતાવળ થઈ ગઈ છે. આવું બનતુ હોય છે. આવું પરિવારમાં લગ્ન હોય છે ત્યારે પણ ફોઈ નારાજ થઈને કહે છે કે મને ન બોલાવી. આટલો મોટો પરિવાર હોય ત્યારે આવું બને છે.

ખેડૂત સંગોઠનોને અપીલ- આંદોલન ખત્મ કરીને સાથે મળીને ચર્ચા કરીએ
તેમણે કહ્યું કે આંદોલન કરનારા લોકોને અપીલ છે કે ત્યાં વૃદ્ધ માણસો પણ બેઠા છે, આંદોલન પૂર્ણ કરો, સાથે મળીને ચર્ચા કરીએ. સારી ખેતી કરવા માટેનો આ ઉતમ સમય છે, તેને ગુમાવવાનો નથી. આ સુધારાને આપણે તક આપવી જોઈએ. તે પણ જોવું જોઈએ કે તેનાથી લાભ થાય છે કે નહિ. મંડિયા વધુ આધુનિક થાય. MSP હતી, છે અને રહેશે.

તેમણે કહ્યું કે સદનની પવિત્રતાને સમજો. જે 80 કરોડ લોકોને રસ્તામાં રેશન મળે છે, તે ચાલુ રહેશે. વસ્તી વધી રહી છે. જમીનના ટુકડાઓ નાના થઈ રહ્યાં છે. આપણે કઈક એવું કરવાનું છે કે ખેડૂતો પર બોજો ઓછો થાય અને ખેડૂત પરિવાર માટે રોજગારીની તક વધે. જો આપણે મોડુ કરીશું તો આપણે રાજકીય સમીકરણોમાં જ ફસાયેલા રહીશું કઈ જ થઈ શકશે નહિ.

તેમણે કહ્યું હતું કે રાજ્યસભામાં લગભગ 13-14 કલાક સુધી સાંસદોએ પોતાના વિચારો રજૂ કર્યા. હું બધાનો આભાર માનું છું. રાષ્ટ્રપતિનું અભિભાષણ સાંભળવા માટે તમામ લોકો હોત તો લોકશાહીની ગરિમા હજી વધી જાત. રાષ્ટ્રપતિના ભાષણની તાકાત એટલી હતી કે ઘણા લોકો ન સાંભળતા છતાં ઘણા બોલી શકયા. એના પરથી ભાષણનું મૂલ્ય આંકી શકાય છે.

કવિતા દ્વારા વિપક્ષ પર નિશાન

તેમણે કહ્યું હતું કે આપણા બધા માટે આ એક તક છે કે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ પર્વ કંઈક કરવાનો છે. આપણે વિચારવું જોઈએ કે આઝાદીના 100મા વર્ષ એટલે કે 2047માં આપણે ક્યાં હોઈશું. આજે વિશ્વની નજર આપણી પર છે. જ્યારે હું તકની ચર્ચા કરી રહ્યો છું ત્યારે મૈથિલીશરણ ગુપ્તની કવિતા કહેવા માગીશ- તક તેરે લઈ ખડા હૈ, ફિર ભી તૂ ચૂપચાપ પડા હૈ. તેરા કર્મક્ષેત્ર બડા હૈ, પલ-પલ હૈ અનમોલ, અરે ભારત ઉઠ, આંખે ખોલ.

તેમણે વધુમાં કહ્યું હતું કે હું વિચારી રહ્યો હતો, 21મી સદીમાં તેઓ શું લખત- અવસર તેરે લઈએ ખડા છે, તૂ આત્મવિશ્વાસ સે ભર પડા છે, હર બાધા, હર બંદિશકો તોડ, અરે ભારત, આત્મનિર્ભરતાના પથ પર દોડ.

દેશનું મનોબળ તોડનારી વાતોમાં ન પડો
સોશિયલ મીડિયામાં જોયું હશે કે ફુટપાથ પર બેઠેલી વૃદ્ધ માતા દીવો સળગાવીને બેઠી હતી. આપણે તેની મજાક ઉઠાવી રહ્યાં છે. જેણે સ્કુલનો દરવાજો નથી જોયો પરંતુ તેણે દેશમાં સામુહિક શક્તિનો પરિચય કરાવ્યો પરંતુ આ બધાની મજાક કરવામાં આવી. વિરોધ કરવા માટે કેટલા મુદ્દા હોય છે, દેશનું મનોબળ તોડવાની વાતોમાં ન પડો. આપણા કોરોના વોરિયર્સ, જેમણે કઠણ સમયમાં જવાબદારી સંભાળી તેમનો આદર કરવો જોઈએ. દેશે તેને કરીને બતાવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં આજે પોતાનું સંબોધન આપી રહ્યાં છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચા બાદ હવે સરકાર તરફથી જવાબ આપવાનો વારો છે. આ દરમિયાન પીએમ મોદીનું સંબોધન થઈ રહ્યું છે.

કોરોનાની વેક્સિનનો પણ ઉલ્લેખ કર્યો
તેમણે કહ્યું કે જે દેશને થર્ડ વર્લ્ડમાં ગણવામાં આવે છે, તે દેશ આટલા ઓછા સમયમાં વેક્સિન લઈને આવે તો એ ગર્વની વાત છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન મારા દેશમાં ચાલી રહ્યું છે. વિશ્વમાં સૌથી ઝડપી વેક્સિનેશન જો કઈ જગ્યાએ થઈ રહ્યું છે તો તે ભારતમાં થઈ રહ્યું છે. ભારતે 150 દેશોમાં માનવજાતિની રક્ષા માટે દવા મોકલી છે. ઘણા દેશ કહી રહ્યાં છે કે અમારી પાસે ભારતની વેક્સિન આવી ગઈ છે. વિદેશોમાં જ્યારે લોકો ઓપરેશન કરાવવા જાય છે તો જોવે છે કે કોઈ ભારતીય ડોક્ટર છે કે નહિ. જો ભારતીય ડોક્ટર હોય તો આંખોમાં ચમક આવી જાય છે.

રાજ્યસભામાં પણ બંગાળ ન ભૂલ્યા
તેમણે કહ્યું કે ડેરેક ઓ બ્રાયન સાથે ઈન્ટીમિડેટેશન, હાઉડી જેવા શબ્દ સાંભળી રહ્યો હતો, તો લાગ્યું કે બંગાળની વાત થઈ રહી છે કે દેશની. ખૂબ લાંબો સમય સુધી બોલતા રહ્યાં તો લાગ્યું કે ઈમરજન્સી સુધી પહોંચશે, જોકે એવું થયું ન હતું. દેશની મૂળભૂત શક્તિને સમજવાનો પ્રયાસ કરવામાં આવે. આપણું લોકતંત્ર વેસ્ટર્ન નથી, હ્યુમન ઈન્સ્ટીટયુશન છે.

આત્મનિર્ભર ભારતનો વિશ્વમાં જય-જયકાર થઈ રહ્યો છે
તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત પર ચર્ચા થઈ. ભારતમાં જોરદાર રોકાણ થઈ રહ્યું છે. એક તરફ નિરાશાનો માહોલ છે. ડબલ ડિજિટમાં ગ્રોથનું અનુમાન છે. દર મહિને અાપણે 4 લાખ કરોડનું ડિજિટલ ટ્રન્ઝેક્શન કરી રહ્યાં છે. પહેલા સાંભળી રહ્યાં હતા કે વસ્તી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરશે. જોકે આજે કહાની કઈક અલગ છે. વિશ્વમાં તેનો જય-જયકાર થઈ રહ્યો છે.

ખેડૂત આંદોલન પર પણ બોલ્યા મોદી
તેમણે કહ્યું કે ખેડૂત આંદોલન પર ખૂબ ચર્ચા થઈ. મૂળ વાત પર ચર્ચા થઈ હોત તો સારુ હતું. કૃષિ મંત્રીએ સારી રીતે સવાલ પૂછ્યા પરંતુ તેમના જવાબ મળશે નહિ. દેવેગૌડા જીએ સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી, કારણ કે તેઓ કૃષિ સાથે લાંબા સમય સાથે જોડાયેલા રહ્યાં છે. અંતે ખેતની સમસ્યા શું છે ? હું ચૌધરી ચરણ સિંહના હવાલાથી કહેવા માંગુ છુ. તેમણે 1971માં કહ્યું હતું- 33 ટકા ખેડૂતોની પાસે જમીન 2 વીધાથી ઓછી છે. 18 ટકાની પાસે 2થી 4 વીધા જમીન છે. 51 ટકા ખેડૂતોનું જીવન જમીનમાંથી ન થઈ શકે.

મોદીએ કહ્યું કે દેશમાં આવા ખેડૂતોની સંખ્યા વધી રહી છે, જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. આવા 12 કરોડ ખેડૂત છે. આપણે યોજનાઓના કેન્દ્રમાં 12 કરોડ ખેડૂતોને રાખવા પડશે. ત્યારે ચૌધરી સાહેબને શ્રદ્ધાંજલિ મળશે.

10 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જ પહોંચાડવામાં આવી રહ્યાં છે
તેમણે કહ્યું એક અન્ય વાત વિચારવી પડશે. ચૂંટણી આવતાની સાથે જ એક કાર્યક્રમ આવી જાય છે- દેવા માંફી. તેનાથી નાના ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી કારણ કે તેનું તો બેન્કમાં ખાતુ પણ હોતુ નથી. પહેલાની ફસલ બીમા યોજના ખેડૂતો માટે હતી, જે બેન્કમાંથી લોન લેતો હતો. સિંચાઈની સુવિધા પણ મોટા ખેડૂતો માટે હતી, તેઓ જ ટ્યુબવેલ કરાવી શકતા હતા. મોટા ખેડૂતો જ યુરિયા લઈ શકતા હતા, જ્યારે નાના ખેડૂતોએ લાકડી ખાવી પડતી હતી.

દરેક સરકારોએ કૃષિ સુધારાઓની હિમાયત કરી
તેમણે કહ્યું કે વડાપ્રધાન ગ્રામ સડક યોજના ખેડૂતોની જીંદગી બદલનારી યોજના છે. હવે ખેડૂતો શહેરો સુધી આવીને પોતાનો માલ વેચી રહ્યાં છે. કિસાન સડાક યોજનાનો લાભ ખેડૂતો પણ ઉઠાવી રહ્યાં છે. દરેક સરકારે કૃષિ સુધારાઓની હિમાયત કરી છે. બધાને લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે આ થઈ જશે. હું પણ દાવો કરી શકતો નથી કે અમે બધુ સારુ વિચારી શકીએ છીએ. આગળ નવો વિચાર આવી શકે છે. તેને કોઈ રોકી ન શકે. તમને બધા ખેડૂતોને એ પણ કહેત કે સમયની જરૂર છે.
તેમણે કહ્યું કે મનમોહન સિંહે ખેડૂતોને ભારતમાં એક બજાર આપવાની વાત કહી હતી. તમારે બધાએ ગર્વ કરવો જોઈએ કે જે વાત સિંહ સાહેબે કરી હતી તે મોદી કરી રહ્યો છે.

કેટલાક લોકો ઈચ્છે છે કે દેશમાં અશાંતિ રહે: મોદી
તેમણે કહ્યું કે ભારતની તાકાત સમસ્યાઓ હલ કરવાની રહી છે, પરંતુ કેટલાક લોકો ઇચ્છે છે કે દેશ અશાંત રહે. પંજાબનું શું થયું? ભાગલા હોય કે 1984ના રમખાણો, પંજાબના લોકોનું જ નુકસાન થયું. નોર્થ ઈસ્ટની ઘટનાઓથી નુકસાન થયું. દરેક સરકારે આ જોયું છે. આ દેશ શીખ માટે ગર્વ અનુભવે છે
તેમણે દેશ માટે ઘણું બધુ કર્યું છે.

વિદેશી દખલને પણ આપ્યો જવાબ
તેમણે કહ્યું કે મેં ઘણા વર્ષો પંજાબમાં વિતાવ્યા છે. હું તે લોકોને ઓળખું છું. આપણે કેટલાક શબ્દોથી પરિચિત છીએ- શ્રમજીવી, બૌદ્ધિક. થોડા સમયથી આ નવો સમુદાય સામે આવ્યો- આંદોલનકારીઓ. તમે આ જૂથ જોશો - વકીલો, વિદ્યાર્થીઓ, મજૂર, આ લોકો દરેક આંદોલનમાં જોવામાં આવશે. આંદોલનકારીઓનો આખું ટોળું છે. તેમને ઓળખવા પડશે. આ લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે. દેશને આનાથી બચવું પડશે. આ બધા આંદોલનકારીઓ પરોપજીવી છે. હું એક નવી વસ્તુ પણ જોઈ રહ્યો છું, એક નવું FDI આવ્યું છે, ફોરેન ડિસ્ટ્રક્ટિવ આઇડિયોલોજી. આ અંગે જાગૃત થવાની જરૂર છે.

આત્મનિર્ભરતાને મજબૂત બનાવવું પડશે
તેમણે કહ્યું કે, જો ગામ અને શહેર વચ્ચેનું અંતર ઘટાડવું હશે તો આત્મનિર્ભરતાને મજબૂત બનાવવું પડશે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે અર્થવ્યવસ્થામાં ભાગીદારી થશે. કોરોના સામેની લડતમાં માતૃશક્તિની મોટી ભૂમિકા રહી છે. યુદ્ધના મેદાનમાં દીકરીઓની ભાગીદારી વધી છે. મહિલા અને પુત્રીઓએ મુદ્રા યોજનામાંથી 70% લોન લીધી છે. ભારતની યુવા શક્તિ પર આપણે ભાર મૂકીશું, જેટલી વધુ તકો આપીશું, તે ઉજ્જવળ ભવિષ્યનો પાયો બનશે. નવી શિક્ષણ નીતિમાં આ જ પ્રયાસ કરવામાં આવ્યા છે. MSME સેકટરને રોજગારની મહત્તમ તકો મળી રહી છે. આપણે હંમેશાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ મંત્ર સાથે લઈને ચાલી રહયા છીએ. નોર્થ ઈસ્ટમાં પણ ઘણો વિકાસ થઈ રહ્યો છે.

લેટર લખનાર કોંગ્રેસ નેતાઓ પર કટાક્ષ કર્યો
તેમણે કહ્યું કે ગુલામ નબી આઝાદ પાસેથી વિનમ્રતા શીખી શકાય છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં થયેલી ચૂંટણી માટે સરકારની પ્રશંસા કરી. જોકે મને ડર છે કે તમારી પ્રશંસાને તમારી પાર્ટીવાળા યોગ્ય રીતે લેશે. ક્યાંક જી-23 તેને કઈક બીજું સમજી ન બેસે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો