લોકસભામાં પાંચમા દિવસની કાર્યવાહી શરૂ થયાના 20 મિનિટ પછી જ પૂરી થઈ ગઈ. સદનમાં નારેબાજીના કારણે અધ્યક્ષ ઓમ બિડલાએ લોકસભાને સોમવાર સુધી સ્થગિત કરી દીધી. કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીને બોલવા દો એવા નારા લગાવ્યા હતાં. જ્યારે BJP છેલ્લાં 4 દિવસથી રાહુલના કેમ્બ્રિજમાં આવેલાં નિવેદન અંગે માફી માગવાની વાત કરી રહી છે.
બીજી બાજુ, રાજ્યસભાની કાર્યવાહી પણ સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
રાહુલે સંસદમાં બોલવા માટે સમય માગ્યો હતો
રાહુલ ગાંધી ગુરુવારે સંસદ પહોંચ્યા હતાં અને લોકસભા સ્પીકર ઓમ બિડલાને મળીને સદનમાં ભાષણ માટે સમય માગ્યો હતો. બીજી બાજુ, ભાજપ તેમની પાસેથી માફીની માગ ઉપર અડગ છે. BJPના નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને ચિઠ્ઠી લખીને રાહુલ ગાંધીને લોકસભામાંથી બહાર કાઢવાની માગ કરી છે.
સાથે જ કહ્યું કે- તેમના નિવેદનની તપાસ કરવામાં માટે એક સમિતિ બનાવવામાં આવે. સંસદના બજેટ સત્રના બીજા ચરણનો આજે પાંચમો દિવસ છે. પહેલાં ચાર દિવસ રાહુલ ગાંધીના લંડનમાં આપેલાં ભાષણ અને અદાણી મામલે હંગામો થયો હતો.
ભાજપની સ્પેશિયલ કમિટી બનાવવાની માગ
સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધીના નિવેદનની તપાસ માટે એક સ્પેશિયલ કમિટી બનાવવાની માગ કરી છે. દુબેએ કહ્યું કે રાહુલ ગાંધીએ યૂરોપ અને અમેરિકામાં પોતાના નિવેદનોથી સતત સંસદ અને દેશની ગરિમાને નુકસાન પહોંચાડ્યું છે. એટલે તેમને સંસદથી બહાર કરવાનો સમય આવી ગયો છે. તેમની લોકસભા સદસ્યતાને પૂર્ણ કરવામાં મદદ કરવી જોઈએ.
આ દરમિયાન, BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે રાહુલ ગાંધી પાસે માફી માગવાની વાત કહી છે. તેમણે કહ્યું કે- દુર્ભાગ્યની વાત છે કે કોંગ્રેસ દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ થઈ ગઈ છે. જનતા દ્વારા સતત અસ્વીકાર કર્યા પછી પણ રાહુલ ગાંધી આ રાષ્ટ્રવિરોધી ટૂલકીટનો કાયમી ભાગ બની ગયા છે.
રાહુલ ગાંધીએ કહ્યું- અદાણી મુદ્દે PM ડરી રહ્યા છે, તેઓ મને સંસદમાં બોલવા નહીં દે
લંડનમાં આપેલાં ભાષણને લઇને ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટતા આપી હતી. તેમણે ગુરુવારે કહ્યું કે મારા ભાષણમાં એવું કંઈ નથી જે મેં પબ્લિક રેકોર્ડમાંથી ન કાઢ્યું હોય. બધું જ અહીં-ત્યાંથી એકઠું કરવામાં આવ્યું હતું. આ આખો મામલો ડિસ્ટ્રેક્ટ કરવાનો છે. હકીકતમાં વડાપ્રધાન અદાણી મુદ્દે ડરી ગયા છે. તેઓએ જણાવવું જોઈએ કે અદાણી સાથે તેમનો શું સંબંધ છે.
તેમણે કહ્યું કે- લંડનમાં આપેલાં ભાષણ મુદ્દે સંસદમાં હું જવાબ આપીશ. હું સાંસદ છું અને સંસદ મારું મંચ છે. રાહુલે કહ્યું કે- અદાણીને શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયામાં કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે. વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાના પીએમ વચ્ચે શું થયું તેનો પીએમ જવાબ આપી શક્યા નથી.
હું લોકસભાનો સભ્ય છું. મારી જવાબદારી પોતાની વાત સંસદમાં રાખવાની છે. મને જો કાલે સંસદમાં બોલવાની તક મળશે તો ત્યાં હું ડિટેલમાં આ અંગે પોતાની વાત રાખીશ. જોકે, તેઓ મને સંસદમાં બોલવા નહીં દે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.