તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યસભામાં આજે રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ અને ખેડૂતોના મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પછી જ્યારે કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહનું નામ આવ્યું તો તે હસવા લાગ્યા. ત્યારે સભાપતિએ કહ્યું આમા મેં કોઈ ફેરફાર કર્યો નથી. જે લિસ્ટમાં હતું મેં તે મુજબ જ નામ લીધું. આ વાત પર દિગ્વિજય સિંહ હસી પડ્યા.
દિગ્વિજયે સિંધિયાને પોતાનો પક્ષ સારી રીતે રજૂ કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા. તેમણે કહ્યું કે સિંધિયા જે રીતે યુપીએ સરકારનો પક્ષ રજૂ કરતા હતા, તે જ રીતે આજે આ સરકારનો પક્ષ રજૂ કર્યો છે. વાહ જી મહારાજ વાહ. અમારા આશીર્વાદ તમારી સાથે છે અને રહેશે. સિંધિયાએ કોરોના કાળમાં મોદી સરકારે લીધેલા નિર્ણયની પ્રશંસા કરી હતી.
સિંધિયાએ કહ્યું- ભારતે કોરોનાના બાઉન્સરને બાઉન્ડ્રીની બહાર મોકલ્યા
ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કોરોના એક અદ્રશ્ય શત્રુ હતો. વિશ્વમાં કરોડો લોકો તેનાથી સંક્રમિત થયા, 20 લાખ લોકોના મોત થયા જોક ભારતે કોરોનાને બાઉન્સર શોટ લગાવીને બાઉન્ડ્રીની બહાર મોકલ્યો. હાલ એવરેજ ગ્લોબલ રિકવરી રેટ 70 ટકા છે. ભારતમાં તે સૌથી વધુ 97 ટકા છે. કોરોનાની બીજી લહેર ભારતમાં આવી પણ ન શકી કારણ કે નેતૃત્વએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો.
રાજદના સાંસદ મનોજ કુમારે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો
રાજ્યસભામાં ગુરુવારે સુનાવણી શરૂ થતા જ ખેડૂતોનો મુદ્દો ઉઠ્યો હતો. રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ કુમાર ઝાએ કહ્યું કે બિહાર સમગ્ર દેશમાં લેબર સપ્લાઈ કરનારુ રાજ્ય બની ગયું છે. અહીં મિનિમમ સપોર્ટ પ્રાઈઝ ખેડૂત ખેતી કરનાર મજૂર બની ગયો. તમે ઈચ્છો છો કે પંજાબ અને હરિયાણાના ખેડૂત પણ તેમના જેવા જ બની જાય.
રાજદના સાંસદ મનોજ કુમારે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો
રાજ્યસભામાં ગુરુવારે સુનાવણી શરૂ થતા જ ખેડૂતોનો મુદ્દો ઉઠ્યો હતો. રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ કુમાર ઝાએ કહ્યું કે બિહાર સમગ્ર દેશમાં લેબર સપ્લાઈ કરનારુ રાજ્ય બની ગયું છે. અહીં મિનિમમ સપોર્ટ પ્રાઈઝ ખેડૂત ખેતી કરનાર મજૂર બની ગયો. તમે ઈચ્છો છો કે પંજાબ અને હરિયાણાના ખેડૂત પણ તેમના જેવા જ બની જાય. તેમણે કહ્યું કે દેશની લોકશાહી ખૂબ જ મજબૂત છે.
સત્રની શરૂઆતથી જ થઈ રહ્યો છે હંગામો
આ પહેલા કૃષિ કાયદાઓના મુદ્દે અલગથી ચર્ચાની માંગ કરી રહેલા વિપક્ષના વિરોધના કારણે બંને સદનોની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી. કોંગ્રેસ, DMK, આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળના સાંસદોએ બુધવારે વેલમાં પહોંચીને કૃષિ કાયદાઓની વિરુદ્ધ નારેબાજી કરી હતી. જ્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સદનમાં હગામો કરી રહેલા સાંસદોને કહ્યું કે લોકોએ તમને તેમના મુદ્દા ઉઠાવવા માટે વોટ આપ્યો છે. નારેબાજી કરવા માટે નહી. આ પ્રકારના વર્તનથી સદનની ગરિમાને ઠેસ પહોંચે છે.
ચૌધરીએ કહ્યું- દેશની છબી ખરાબ થઈ રહી છે
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ મામલો દેશની છબીને નુકસાન પહોંચાડી રહ્યો છે. અમે તેનાથી ચિંતિત છે. ચૌધરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ અને ખેડૂતોના મુદ્દા પર અલગથી ચર્ચાની માંગ કરી. સંસદીય કાર્યમંત્રી પ્રહ્માદ જોશીએ કહ્યું કે તેમની વિપક્ષના નેતાઓની સાથે વાત થઈ છે. તેઓ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા માટે સહમત છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.