તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનિલ દેશમુખ પર 100 કરોડની વસુલીનો આરોપ:બોમ્બે હાઈકોર્ટમાં પરમવીર સિંહની અરજી પર આવતીકાલે સુનાવણી થશે;આ કેસમાં PIL કરનાર વકીલની કોર્ટે ટીકા કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્ર સરકારે પરમવીર સિંહને મુંબઈના પોલીસ કમિશ્નર પદ પરથી હટાવી હોમગાર્ડ ડિપાર્ટમેન્ટમાં DG બનાવવામાં આવ્યા છે, ત્યારબાદથી તેઓ ગૃહમંત્રી અનિલ દેશમુખને લઈ આક્રમક બન્યા છે - Divya Bhaskar
મહારાષ્ટ્ર સરકારે પરમવીર સિંહને મુંબઈના પોલીસ કમિશ્નર પદ પરથી હટાવી હોમગાર્ડ ડિપાર્ટમેન્ટમાં DG બનાવવામાં આવ્યા છે, ત્યારબાદથી તેઓ ગૃહમંત્રી અનિલ દેશમુખને લઈ આક્રમક બન્યા છે

બોમ્બે હાઈકોર્ટ (HC)માં મંગળવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે બે અરજી સુનાવણી માટે પહોંચી હતી. પહેલી અરજી મુંબઈના ભૂતપુર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે દાખલ કરી છે. તેમણે રાજ્યના ગૃહમંત્રી દેશમુખ પર લગાવવામાં આવેલ 100 કરોડ રૂપિયાની વસુલીના આરોપની CBI તપાસ કરાવવાની માંગ કરી છે.

જ્યારે મુંબઈના વકીલ ડો.જયશ્રી લક્ષ્મણરાવ પાટિલે પણ એક જાહેર હિતની અરજી (IPL) દાખલ કરી કેસની તપાસ NIA ઉપરાંત ED પાસે પણ કરાવવાની માંગ કરી છે.

સિનિયર એડવોકેટ વિક્રમ નાનકાનીએ પરમબીરની અરજી મુખ્ય ન્યામૂર્તિ દીપાંકર દત્તા સમક્ષ રજૂ કરી છે. મુખ્ય ન્યાયમૂર્તિએ અરજી સ્વીકારી સુનાવણી માટે બુધવારનો દિવસ નક્કી કર્યો છે. પરમવીરે પોતાની અરજીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગમાં ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે કોર્ટ સમક્ષ અપીલ કરી છે કે દેશમુખના ઘરના CCTV ફુટેજને સુરક્ષિત રાખવા આદેશ આપવામાં આવે.

PIL લગાવનાર વકીલને કોર્ટની ફટકાર
મુંબઈની વકીલ ડો.જયશ્રી લક્ષ્મણરાવ પાટિલની PIL પર સુનાવણી કરતા ન્યાયમૂર્તિ એસએસ શિંદેની ખંડપિઠે તેમને ફટકાર લગાવી છે. તેમણે કહ્યું કે અમારા વિચાર પ્રમાણે આ પ્રકારની અરજી સસ્તી લોકપ્રિયતા માટે દાખલ કરવામાં આવે છે. તમે કહો છો કે તમે અપરાધશાસ્ત્ર (Criminology)માં ડોક્ટરેટ છો, પણ તમારા દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવેલો હોય તેવો એક પણ પેરાગ્રાફ અમને દેખાડો.

તમારી સમગ્ર અરજી એક પત્ર (પરમબીર સિંહનો CMને લખવામાં આવેલ પત્ર)માંથી કાઢવામાં આવેલ પેરાગ્રાફ પર આધારિત છે. તેમાં તમારી ઓરિજિનલ ડિમાન્ડ શું છે? તમાાર મુદ્દા ક્યાં છે? આ અંગે એડવોકેટ પાટિલે કહ્યું કે આ અગાઉ તેઓ પોલીસ પાસે ફરિયાદ લઈ ગયા હતા, પણ ત્યાં કોઈ કાર્યવાહી થઈ નથી.

ગુરુવારે થશે પાટિલની અરજી પર સુનાવણી
કોર્ટે એડવોકેટ જનરલ (AG)આશુતોષ કુંભાકોની પાસે પાટિલની ફરિયાદનું સ્ટેટસ માંગ્યું. આ અંગે AGએ કહ્યું-તેમની ફરિયાદ સ્પષ્ટ નથી. ત્યાં સુધી કે ફરિયાદના ફોન્ટ સાઈઝ પણ યોગ્ય નથી. મારે આ અંગે સુપ્રીમ કોર્ટના અન્ય કેટલાક ઓર્ડર વાંચવાના છે. AGના જવાબ બાદ કોર્ટે આ અરજી અંગે સુનાવણી ગુરુવાર સુધી મોકૂફ રાખી છે.

હાઈકોર્ટમાં પરમવીર સિંહની અરજીના કેટલાક મહત્વના મુદ્દા

  • ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરની બહાર લાગેલા CCTV ફુટેજને જપ્ત કરી તેની તપાસ કરવામાં આવે
  • પરમવીરે કહ્યું કે જો તેમના આરોપોની તપાસ કરવામાં નહીં આવે તો એવું બની શકે છે કે દેશમુખ CCTV ફુટેજ ડિલીટ કરી દે
  • અનિલ દેશમુખે ફેબ્રુઆરીમાં પોતાના નિવાસ સ્થાને અનેક મિટીંગ યોજી હતી. મુંબઈ ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (CIU)ના ઈન્સ્પેક્ટર સચિન વઝે પણ તેમાં સામેલ હતા. તે સમયે દેશમુખે વઝેને હોટેલ, બાર તથા રેસ્ટોરેન્ટ પાસેથી પ્રત્યેક મહિને 100 કરોડ રૂપિયા મેળવવા કહ્યું હતું.
  • 24-25 ઓગસ્ટ 2020ના રોજ રાજ્યના ઈન્ટેલિજન્સ કમિશ્નર રશ્મિ શુક્લાએ DGPને દેશમુખ તરફથી ટ્રાન્સફર-પોસ્ટિંગમાં થઈ રહેલા ભ્રષ્ટાચારની જાણકારી આપી હતી. DGPએ આ અંગે જાણકારી રાજ્યના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સીતારામ કુંટેને આપી હતી. આ અંગેની જાણકારી ટેલિફોન પર થયેલી વાતચીતને રેકોર્ડ કરી મેળવવામાં આવી હતી. આ અંગે દેશમુખ સામે કાર્યવાહી કરવાને બદલે રશ્મિ શુક્લાની જ બદલી કરી દેવામાં આવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો