તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Parambir Singh's Big Allegation: Anil Deshmukh Asks Sachin To Deposit Rs 100 Crore Every Month

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ:પરમબીર સિંહનો મોટો આરોપ- મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વઝે પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા માગ્યા હતા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓએ કહ્યું કે સચિન વઝેનો ગૃહમંત્રી અનિલ દેશમુખનું સંરક્ષણ હતું અને તેઓએ વઝેને દર મહિને 100 કરોડ રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. આ બધી ફરિયાદોને લઈને પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરેને એક પત્ર પણ લખ્યો હતો.

પત્રમાં પરમબીરે લખ્યું છે કે, 'તમને જણાવવા માગુ છું કે મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વઝેને અનેક વખત પોતાના સત્તાવાર બંગલા જ્ઞાનેશ્વરમાં બોલાવ્યા અને ફંડ કલેક્ટ કરવાના આદેશ આપ્યાં છે. તેઓએ આ પૈસા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નામ પર જમા કરવાનું કહ્યું હતું. આ દરમિયાન તેમના પર્સનલ સેક્રેટરી મિસ્ટર પલાંડે પણ ત્યાંજ હાજર રહેતા હતા. ગૃહ મંત્રી અનિલ દેશમુખે સચિન વઝેને દર મહિને 100 કરોડ રૂપિયા જમા કરવાનો ટાર્ગેટ આપ્યો હતો.'

શરદ પવારને પણ આ મામલે જાણકારી આપી
પરમબીરે વધુમાં લખ્યું છે કે, 'મેં આ મામલાને લઈને ડેપ્યુટી CM અને NCPના ચીફ શરદ પવારને પણ બ્રીફ કર્યું હતું. મારી સાથે જ અયોગ્ય થયું કે જે કંઈ ખોટું થયું તેની જાણકારી મેં શરદ પવારને પણ આપી છે.' ભાસ્કરના હાથમાં તે પત્ર પણ આવ્યો છે, જેમાં પરમબીરે અનેક ગંભીર આરોપ પણ લગાવ્યાં છે.

દેશમુખે બાર-રેસ્ટોરન્ટથી ફંડ કલેક્ટ કરવાનું કહ્યું
'ગૃહ મંત્રીએ સચિન વઝેને કહ્યું હતું કે મુંબઈના 1750 બાર રેસ્ટોરન્ટ અને અન્ય પ્રતિષ્ઠાનોથી 2થી અઢી લાખ રૂપિયા કલેક્ટર કરવાનો આ ટાર્ગેટ સહેલાયથી મેળવી શકાય છે. તેઓએ કહ્યું હતું કે એવું કરીને 40થી 50 કરોડ રૂપિયા સહેલાયથી જમા કરી શકાય છે.' પરમબીરે લખ્યું, 'સચિન વઝે તે દિવસે જ મારી પાસે આવ્યા અને આ ચોંકાવનારો ખુલાસો કર્યો.'

દેશમુખના PAએ ACP પાસેથી પણ પૈસા લેવાનું કહ્યું
'થોડા દિવસ પછી ગૃહ મંત્રી દેશમુખએ ACP સોશિયલ સર્વિસ બ્રાંચ સંજય પાટિલને પણ પોતાના ઘરે બોલાવ્યા અને હુક્કા પાર્લરને લઈને વાત કરી. મિસ્ટર પલાંડે જે અનિલ દેશમુખના પર્સનલ સેક્રેટરી છે, તેઓએ સંજય પાટિલને 40થી 50 કરોડ રૂપિયા 1750 બાર રેસ્ટોરન્ટ અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટથી જમા કરવાનું કહ્યું હતું. આ અંગે એસીપી પાટિલે મને પણ જાણકારી આપી હતી. પાટિલ અને ભુજબલની વચ્ચે આ મીટિંગ 4 માર્ચ 2021નાં રોજ થઈ હતી.'

દેશમુખ અધિકારીઓને પૈસાનું કલેક્શન કરવાનું કહેતા હતા
'ગૃહ મંત્રી દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પછી વઝે અને પાટિલે અંદરોદર વાતચીત કરી અને બંને મારી પાસે આ મામલાને લઈને આવ્યા. ગૃહ મંત્રી અનિલ દેશમુખ સતત આ પ્રકારના મામલામાં લિપ્ત રહ્યાં છે અને તેઓ અનેક વખતે મારા અધિકારીઓને બોલાવીને આ પ્રકારનું કામ તેમની પાસે કરાવે છે. તેઓ મારી જાણકારી વગર મારા અધિકારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવતા હતા. આ દરમિયાન તેઓ તેને ઓફિશિયલ એસાઈનમેન્ટ અને ફાયનાન્સિયલ ટ્રાંજેક્શનથી રિલેટેડ આદેશ આપતા હતા, જેમાં પૈસાનું કલેક્શન સામેલ છે. આ પ્રકારની કરપ્ટ મલપ્રેક્ટિસ મારા અધિકારીઓ દ્વારા અનેક વખતે મારી સામે લાવવામાં આવી છે.'

સાંસદના મોતની તપાસ સુસાઈડના એન્ગલથી કરાવવા માગતા હતા
'દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરની મોતના મામલે ગૃહ મંત્રી તરફથી સતત મારા પણ દબાણ બનાવવામાં આ્યું કે આ કેસને આત્મહત્યા માટે ઉશ્કેરવા અંગેનો કેસ દાખલ કરું. મેં કેટલીક લીગલ લોકો પાસેથી સલાહી લીધી અને તે વાત સામે આવી કે અબેટમેન્ટ ઓફ સુસાઈડનો મામલો જો હોય તો પણ તે દાદરાનગર હવેલી સાથે જોડાયેલો છે તેથી ત્યાંની પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. ગૃહ મંત્રીના દબાણ છતાં જ્યારે મેં આ મામલે અબેટમેન્ટ ઓફ સુસાઈડનો કેસ ન દાખલ કર્યો તો મારે તેમની નારાજગી સહન કરવી પડી.'

ગૃહમંત્રીએ અનેક કેસની તપાસ પોતાની રીતે કરાવી
'ગત એક વર્ષ દરમિયાન મેં એવું અનુભવ્યું કે અનેક વખતે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ મારા અનેક અધિકારીઓને પોતાના સત્તાવાર નિવાસસ્થાન જ્ઞાનેશ્વર પર બોલાવ્યા અને તેમને વિભિન્ન કેસમાં પોતાની રીતે તપાસ કરાવી. આ રીતે રાજકીય દબાણ માનનીય સુપ્રીમ કોર્ટની નજરમાં ગેરકાયદે અને ગેર બંધારણીય છે. હું વિનમ્રતાથી તમને કહેવા માગુ છું કે હું મારી પોલીસ ફોર્સની સંપૂર્ણ જવાબદારી મારા ખભ્ભા પર લઉં છું.'

ગૃહમંત્રી દેશમુખે કહ્યું- પોતાને બચાવવા માટે આરોપ લગાવી રહ્યાં છે પરમબીર
પત્ર વાયરલ થયા બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખની ચોખવટ પણ સામે આવી છે. તેઓએ કહ્યું કે એન્ટિલિયા અને મુકેશ હિરેન કેસમાં સચિન વઝેની ડાયરેક્ટ લિંક નજરે પડી રહી છે. આ વાતથી પરમબીર સિંહ ડરી ગયા છે કે ક્યાંક કેસની આંચ તેમના સુધી પણ ન પહોંચી જાય. તેઓ મારા પર ખોટો આરોપ લગાવીને પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો