તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Parambir Singh Arrives At The NIA Office For Questioning, May Have To Answer These 7 Questions

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયાકેસમાં મોટા ઘટસ્ફોટની સંભાવના:પરમબીર સિંહ NIA ઓફિસમાં પૂછપરછ અર્થે પહોંચ્યા, આ 7 સવાલોના જવાબ આપવા પડી શકે છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ બુધવારે સવારે NIAની ઓફિસ પહોંચ્યા હતા. - Divya Bhaskar
મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ બુધવારે સવારે NIAની ઓફિસ પહોંચ્યા હતા.
  • NIAને સચિન વઝેની સીક્રેટ પાર્ટનર મીનાની ગુપ્ત ડાયરી મળી હતી, બન્નેના બેન્કમાં જોઈન્ટ એકાઉન્ટ હોવાનું સામે આવ્યું
  • 26 લાખ રૂપિયા ઉપાડીને મીના ફરાર થવાની તૈયારીમાં હતી
  • NIAએ મીનાની ધરપકડ કરી હોવાની પુષ્ટી કરી નથી

એન્ટિલિયા કેસમાં NIA સતત તપાસ આચરી રહી છે. NIA મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહની પૂછપરછ કરવા જઈ રહી છે, જેથી તેઓ NIAની ઓફિસ પહોંચી ગયા છે. આ બાબતે ધરપકડ કરાયેલા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેક્ટર (API) સચિન વઝેની સીધી રિપોર્ટીંગ પરમબીર સિંહ પાસે કરાતી હતી. જિલેટીન સ્ટીકથી ભરેલી સ્કોર્પિયો ગાડીના કેસની તપાસ પણ પરમબીર સિંહે સચિન વઝેને સોંપી હતી. પરમબીર સિંહને હાલ હોમગાર્ડ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

NIA આ 7 સવાલો કરી શકે છે

  1. 16 વર્ષ સુધી સસ્પેન્ડ રહેલા સચિન વઝેને કયા આધારો પર ફરીથી કાર્યરત કરાયા?
  2. ક્રાઈમ બ્રાન્ચમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ હોવા છતાં એમને કેમ CIUના હેડ બનાવવામાં આવ્યા?
  3. પ્રોટોકોલ નિયમને અવગણીને તેઓ સીધા તમને કેમ રિપોર્ટ કરતા હતા?
  4. તમે એમના જોઈનિંગ પછી અચાનક બધા મહત્ત્વપૂર્ણ કેસો એમને સોંપ્યા?
  5. એક આસિસ્ટન્ટ પોલીસ અધિકારી હોવા છતાં તમને વઝેના પ્રભાવ પર શંકા નથી થઈ?
  6. એન્ટિલિયા કેસની જાણકારી પ્રાપ્ત થયા પછી જ્યૂરિડિક્શન ના થયું હોવા છતાં સચિન વઝેને આની તપાસ કેમ સોંપવામાં આવી?
  7. સચિન વઝેને સ્પિશિયલ પાવર આપવા માટે શું ક્યારેય કોઈ પોલિટિકલ વ્યક્તિએ દબાણ કર્યું હતું?

વઝેની સીક્રેટ પાર્ટનરની ગુપ્ત ડાયરી મળી
NIAએ સચિન વઝેની સીક્રેટ પાર્ટનર મીના જ્યોર્જ અંગે ઘણા મહત્ત્વપૂર્ણ ઘટસ્ફોટો કર્યા છે. એના ઘરમાં તપાસ કરતા પ્રાપ્ત થયેલી ગુપ્ત ડાયરીમાંથી જાણવા મળ્યું હતું કે એના અને સચિન વઝેના ઘણી બેન્કોમાં જોઈન્ટ એકાઉન્ટ્સ છે. જેમાંથી એક બેન્કના ખાતામાંથી 18 માર્ચના રોજ એટલે કે વઝેની ધરપકડ થઈ એના કેટલાક દિવસો પછી 26 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. NIAની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે મીના આ તમામ રૂપિયા ઉપાડીને ફરાર થવાની યોજના બનાવી રહી હતી.

મીનાએ આ પૈસા મુંબઈના વર્સોવામાં આવેલી DCB બેન્કમાંથી ઉપાડ્યા હતા. બેન્કના કર્મચારીઓના નિવેદનો અને CCTV ફુટેજની તપાસ કરાતા આ બાબતે પુષ્ટી થઈ ગઈ હતી. આ બેન્કમાં મીના અને વઝેનું જોઈન્ટ એકાઉન્ટ હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડાયરીમાં એવું લખ્યું હતું કે પૈસા ક્યાંથી આવ્યા છે અને પૈસાનો આગળ ક્યાં ઉપયોગ કરવાનો છે? આટલું જ નહીં, આ પૈસા કોને પહોંચાડવાના છે? તેની વિગતવાર માહિતી પણ ડાયરીમાં નોંધી હતી.

NIAએ હજુ સુધી મીનાની ધરપકડ કર્યાની પુષ્ટી કરી નથી
ત્રણ દિવસ પહેલા NIAએ મીનાના નામ પર નોંધાયેલી 8 લાખ રૂપિયાની ઈટાલિયન બેનેલી બાઈક જપ્ત કરી છે. સૂત્રોના હિસાબે આ બાઈકના કીંમતની ચૂકવણી વઝેએ કરી હતી. આ બાઈક ઘણા વર્ષોથી વઝે પાસે હતી, જેથી સાબિત થાય છે કે મીના અને વઝે વચ્ચે લાંબા સમયથી સંબંધો હતા. NIAએ મીનાની થાણેના એક ફ્લેટમાંથી ધરપકડ કરી હતી. CCTV ફુટેજમાં મીના, વઝેને મળી હોવાની વાત સામે આવતા તે એજન્સીના નિશાને આવી હતી. મીના નોટ ગણવાનું મશીન લઈને વઝેને મળવા માટે મુંબઈની ટ્રાયડન્ટ હોટલમાં ગઈ હતી. મીના અંગે એવી વાતો ઊઠી રહી છે કે એ બ્લેક મનીને વ્હાઈટ મની કરવામાં મદદ કરી રહી હતી.

હજુ સુધી NIAએ મીના જ્યાર્જની કાયદાકીય રીતે ધરપકડ કરી નથી. તમને જણાવી દઈએ કે, મીના જ્યોર્જ મીરા રોડ પર સેવન ઈલેવન કોમ્પલેક્સના C વિંગમાં 401 નંબરના ફ્લેટમાં ભાડે રહે છે. આ ફ્લેટ પિયુષ ગર્ગ નામના વ્યક્તિનો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો