તમિલનાડુના મંત્રીની વિવાદિત ટિપ્પણી:‘હિન્દી તો પાણીપુરી વેચનારા લોકો બોલતા હોય છે’

ચેન્નઇ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

તમિલનાડુના ઉચ્ચ શિક્ષણ મંત્રી કે. પોનમુડીએ શુક્રવારે કહ્યું કે રાજ્ય સરકાર બે ભાષાની ફોર્મ્યૂલાની તેની નીતિ જારી રાખશે. સાથે જ તેમણે કથિતપણે હિન્દી ભાષા થોપવાના કોઇ પણ પ્રયાસની ટીકા કરી અને હિન્દી શીખવાથી રોજગારી મળતી હોવાના દાવા સામે સવાલ ઊઠાવ્યો.

આ દરમિયાન તેમણે હિન્દીને શહેરમાં પાણીપુરી વેચતા લોકોની ભાષા ગણાવી. હિન્દી જાણતા લોકોને નોકરી મળી જતી હોવાનું કહેનારાઓ પર નિશાન સાધતા તેમણે સવાલ કર્યો કે હાલ શહેરમાં પાણીપુરી કોણ વેચે છે? તેમનો ઇશારો હિન્દીભાષીઓ તરફ હતો. તેમણે અહીંની ભરથિયાર યુનિવર્સિટીના 37મા દીક્ષાંત સમારોહમાં આ ટિપ્પણી કરી. રાજ્યપાલ આર. એન. રવિ સમારોહના અધ્યક્ષપદે હતા, જેઓ યુનિવર્સિટીના ચાન્સેલર પણ છે.

પોનમુડીએ હિન્દી ભાષા થોપવા વિરુદ્ધ સત્તારૂઢ ડીએમકેનું વલણ દોહરાવ્યું જ્યારે રવિએ કહ્યું કે કોઇ વ્યક્તિ પર હિન્દી કે અન્ય કોઇ ભાષા થોપવાનો સવાલ જ નથી. પોનમુડીએ કહ્યું કે તેમણે આ મંચના માધ્યમથી ભાષા મુદ્દે તમિલનાડુની લાગણીઓ ઉજાગર કરી છેે. ઘણા લોકો કહે છે કે હિન્દી આવડતું હોય તેને નોકરી મળી જાય. ખરેખર એવું છે? અહીં કોઇમ્બતુરમાં જુઓ, કોણ પાણીપુરી વેચે છે? આ એ (હિન્દીભાષી) લોકો જ છે.

અન્ય સમાચારો પણ છે...