106 હસ્તીઓ પદ્મ પુરસ્કારથી સન્માનિત:પંડવાની ગાયિકા ઉષાએ ઘૂંટણિયે બેસીને PMને પ્રણામ કર્યા, હીરાબાઈએ રાષ્ટ્રપતિના ખભા પર હાથ મૂક્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે 106 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રપતિએ પહેલું સન્માન આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું કર્યું. તેમની દીકરીએ પિતાને મળેલA પદ્મ વિભૂષણ ગ્રહણ કર્યો. ત્યાર પછી કુમાર મંગલમ બિરલાને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં યોગદાન માટે 22 માર્ચે સન્માનિત કરાયા. બિરલા પરિવારમાં પદ્મ પુરસ્કાર મેળવનારા કુમાર મંગલમ ચોથી વ્યક્તિ બન્યા છે.

પંડવાની ગાયિકા ઉષાને પદ્મ શ્રીથી સન્માનિત કરાયા. અવોર્ડ મેળવતા પહેલા તેમણે વડાપ્રધાન મોદીને પ્રણામ કર્યા. ત્યાર પછી રાષ્ટ્રપતિને પગે લાગી અવોર્ડ ગ્રહણ કર્યો. લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર સિંહ યાદવ સહિત ઘણા લોકો હાજર છે.

કાર્યક્રમ સાથે જોડાયેલા વીડિયો...

જુઓ તસવીરો...

પ્રોફેસર બાલકૃષ્ણ દોષીને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા. તેમની દીકરીએ આ અવોર્ડ લીધો.
પ્રોફેસર બાલકૃષ્ણ દોષીને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા. તેમની દીકરીએ આ અવોર્ડ લીધો.
ગાયક સુમન કલ્યાણપુરને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા
ગાયક સુમન કલ્યાણપુરને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા
આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો.
આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો.
પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએમ કૃષ્ણાને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો
પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએમ કૃષ્ણાને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો

રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલા લોકોની લિસ્ટ...

નામપુરસ્કારક્ષેત્ર
બાલકૃષ્ણ દોશીબાલકૃષ્ણ દોશીઆર્કિટેક્ટ
કુમાર મંગલમપદ્મ ભૂષણવેપાર અને ઉદ્યોગ
સુમન કલ્યાણપુરપદ્મ ભૂષણકલા
ઉષા બરલેપદ્મશ્રીકલા
મંગલા કાંતપદ્મશ્રીકલા
ભાનુભાઈ ચિતારાપદ્મશ્રી

કલા

હિરાબાઈ લોબીપદ્મશ્રીસમાજ સેવા
પ્રભાકર ભાનુદાસપદ્મશ્રીસાહિત્ય અને શિક્ષા
નાડોજા પિંડીપાપનહલ્લીપદ્મશ્રીકલા
પ્રોફેસર મહેન્દ્ર પાલપદ્મશ્રીવિજ્ઞાન અને એન્જિનિયરિંગ
નલિની પાર્થસારથીપદ્મશ્રીમેડિકલ
હનુમંત રાવપદ્મશ્રીમેડિકલ
શ્રી રમેશ રઘુનાથપદ્મશ્રીસાહિત્ય અને શિક્ષણ
શ્રી વી.પી. અપ્પુકુટ્ટનપદ્મશ્રીસમાજ સેવા
એસઆરડી પ્રસાદપદ્મશ્રીસ્પોર્ટ્સ
શ્રી ચિંતલપતિપદ્મશ્રીકલા
ડૉ. બંડી રામકૃષ્ણ રેડ્ડીપદ્મશ્રીસાહિત્ય અને શિક્ષણ
મનોરંજન સાહુપદ્મશ્રીમેડિકલ
શ્રી કોટા સચ્ચિદાનંદપદ્મશ્રીકલા
શ્રી ગુરચરણ સિંહપદ્મશ્રીસ્પોર્ટ્સ
શ્રી લક્ષ્મણ સિંહપદ્મશ્રીસમાજ સેવા
પ્રકાશ ચંદ્ર સૂદપદ્મશ્રીસાહિત્ય અને શિક્ષણ
શ્રીમતી નૈહુનાઓપદ્મશ્રીકલા
એસ. સુબ્બારામનપદ્મશ્રીપુરાતત્વ વિજ્ઞાન
શ્રી વિશ્વનાથ પ્રસાદપદ્મશ્રીસાહિત્ય અને શિક્ષણ
શ્રી ધનીરામ ટોટોપદ્મશ્રીસાહિત્ય અને શિક્ષણ
જી. વેલુચ્યામીપદ્મશ્રીમેડિકલ
કર્મ વાંગચુપદ્મશ્રીસમાજ સેવા
ગુલામ મુહમ્મદપદ્મશ્રીકલા
જોધૈયા બાઈપદ્મશ્રીકલા
સંકુરાત્રીપદ્મશ્રીસમાજ સેવા
શ્રી રામનપદ્મશ્રીએગ્રીકલ્ચર
શ્રી નરેન્દ્ર ચંદ્રપદ્મશ્રીપબ્લિક વર્ક્સ
શ્રી વાડીવેલપદ્મશ્રીસમાજ સેવા
હેમચંદ્ર ગોસ્વામીપદ્મશ્રીકલા
પ્રીતિક્ના ગોસ્વામીપદ્મશ્રીકલા
મોડાદુગુ વિજયપદ્મશ્રીવિજ્ઞાન અને એન્જિનિયરિંગ
દિલશાદ હુસૈનપદ્મશ્રીકલા
ભીખુ રામજીપદ્મશ્રીસમાજ સેવા
રતન સિંહ જગ્ગીપદ્મશ્રીસાહિત્ય અને શિક્ષણ
વિક્રમ બહાદુરપદ્મશ્રીસમાજ સેવા
રાકેશ ઝુનઝુનવાલાપદ્મશ્રીવેપાર અને ઉદ્યોગ
રતન ચંદ્ર કરપદ્મશ્રીમેડિકલ
ગુરુ કુપ્પીયા સુંદરમપદ્મશ્રીકલા
શ્રી મહીપતરાયપદ્મશ્રીકલા
માગુની ચરણપદ્મશ્રીકલા
ડૉ. અરવિંદ કુમારપદ્મશ્રીવિજ્ઞાન અને એન્જિનિયરિંગ
શ્રી રિસિંગબોરપદ્મશ્રીકલા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સિવિલ ઇન્વેસ્ટિચર સમારંભ (નાગરિક પુરસ્કાર સમારંભ)માં ગુજરાતમાંથી પ્રો. બાલકૃષ્ણ દોશી (મરણોપરાંત)ને આર્કિટેક્ચર ક્ષેત્રે પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો. રાષ્ટ્રપતિએ શ્રી ભાનુભાઇ ચુનીલાલ ચિતારા અને શ્રી મહીપતરાય પ્રતાપરાય કવિને કળા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કર્યો હતો. ઉપરાંત, રાષ્ટ્રપતિએ શ્રીમતી હીરબાઇબેન ઇબ્રાહીમભાઇ લોબીને સામાજિક કાર્ય ક્ષેત્રે તેમજ પ્રો. (ડૉ.) મહેન્દ્ર પાલ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પદ્મ પુરસ્કાર એનાયત કર્યો હતો.

ભાનુભાઇ ચિતારા (કલમકારી ચિત્ર- કલા)
26 ઓક્ટોબર 1957ના રોજ ગુજરાતના અમદાવાદમાં જન્મેલા શ્રી ચિતારાએ તેમના માતા-પિતા પાસેથી હસ્તકળા શીખી હતી. તેમણે તેમનું આખું જીવન માતાની પછેડી હસ્તકળાના ક્ષેત્રમાં કામ કરવા માટે સમર્પિત કરી દીધું છે, જેમાં તેઓ હિન્દુ પૌરાણિક કથાઓ અને ધાર્મિક કથાઓના દૃશ્યોનું નિરૂપણ કરતા સુંદર અને જટિલ ચિત્રો બનાવે છે. તેમની રચનાઓમાં ઘેરા અને નજરમાં આવી જાય તેવા રંગો, ઝીણવટભરી કારીગરી અને અદભૂત રચનાઓ તેની ખાસ ઓળખ છે, જે તમામ લોકોની કલ્પનાશક્તિને આકર્ષિત કરે છે.

‘હેમંત ચૌહાણનો ટૂંકો પરિચય
ભજનીક હેમંત ચૌહાણનો જન્મ 1955માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે. તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં કેટલાય આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપ્યો છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્વની વિશેષતા છે.

રાજકોટ નિવાસી લોકગાયક હેમંત ચૌહાણને પદ્મશ્રી
રાજકોટ નિવાસી લોકગાયક હેમંત ચૌહાણને પદ્મશ્રી

હીરાબાઈ લોબી કોણ છે?
સમાજસેવા સાથે સંકળાયેલા હીરાબાઈ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં. હીરાબાઈનો ઉછેર એમના દાદીમાએ કર્યો છે. હીરાબાઈ ઉદ્દાત ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત વર્ષ 2004માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગિરથ કાર્ય કર્યું છે. હીરાબાઈના આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ. વર્ષ 2006માં હીરાબાઈ જાનકીદેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યાં છે.

ગીરમાં રહેતા હીરાબાઈ લોબીને પદ્મશ્રી. સીદી સમુદાયના ઉત્કર્ષ માટે જીવન સમર્પિત કર્યું
ગીરમાં રહેતા હીરાબાઈ લોબીને પદ્મશ્રી. સીદી સમુદાયના ઉત્કર્ષ માટે જીવન સમર્પિત કર્યું

શ્રી મહીપતરાય પ્રતાપરાય કવિને કળાના ક્ષેત્રમાં પદ્મશ્રી પુરસ્કારથી

​​​​​​​​​​​​​​શ્રી મહીપતરાય પ્રતાપરાય કવિ (કવિ તરીકે જાણીતા) એક આંતરરાષ્ટ્રીય કઠપૂતળી કલાકાર છે અને 1973માં સ્થાપવામાં આવેલા "પપેટ્સ એન્ડ પ્લેઝ"ના સ્થાપક છે.

28 માર્ચ 1931ના રોજ જન્મેલા શ્રી કવિએ દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી અભિનયમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો હતો અને એકેડેમીમાં ભજવવામાં આવતા અનેક નાટકોમાં તેમણે ભાગ લીધો હતો. તેઓ 1960-1970 સુધી એકેડમીમાં હતા. જો કે, એકેડેમીમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેઓ તેમની અભિનય કારકિર્દીથી સંતુષ્ટ ન હતા અને હંમેશા તેમને લાગ્યા કરતું હતું કે, કંઇક ખૂટે છે આથી તેમણે કંઇક નવું શોધવાનું શરૂ કર્યું. તે સમયે, તેમણે મહેરબેન કોન્ટ્રાક્ટરને તેમની કઠપૂતળીઓથી ખેલ કરતા જોયા. એવો ખેલ કરતા જોયા પછી, તેમને ખાતરી થઇ ગઇ કે પપેટ્રી તેમના માટે જ છે અને તે જ સમયે તેમણે આ ક્ષેત્રમાં ઝંપલાવવાનું નક્કી કર્યું.

અમદાવાદના કઠપૂતળી આર્ટીસ્ટ મહેન્દ્ર કવિને પદ્મશ્રી
અમદાવાદના કઠપૂતળી આર્ટીસ્ટ મહેન્દ્ર કવિને પદ્મશ્રી

પદ્મ પુરસ્કાર મેળવનાર લોકો સાથે જોડાયેલા કેટલાક ફેક્ટ વાંચો...

  • બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. બિરલા પરિવારમાં પદ્મ પુરસ્કાર મેળવનારા ચોથી વ્યક્તિ બન્યા. આ પહેલા તેમની માતા રાજશ્રી બિરલા, દાદા વસંત કુમાર અને પરદાદા ઘનશ્યામ દાસ બિરલાને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • 10 ઓક્ટોબર 2022ના રોજ મુલાયમ સિંહ યાદવ લાંબી બિમારી પછી અવસાન પામ્યા હતા. ગણતંત્ર દિવસે સરકારે તેમને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરી. જોકે મુલાયમ સિંહના અવસાન પછી તેમના સમર્થકોએ ભારત રત્ન આપવાની માગ કરી હતી. મુલાયમ સિંહ 1967માં 28ની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા.
  • 1971ના યુદ્ધ દરમિયાન ORSના ઉપયોગને પ્રોત્સાહન આપીને હજારો લોકોના જીવ બચાવ્યા હતા. દિલીપે જ ORSની શોધ કરી હતી. આ વિશ્વભરમાં દર વર્ષે 50 મિલિયન લોકોના જીવન બચાવે છે. ડો. દિલીપ બાળરોગ નિષ્ણાત હતા. ઓક્ટોબર 2022માં કોલકાતામાં તેમનું અવસાન થયું હતું.
  • તેમણે કન્નડ, મરાઠી, અને અંગ્રેજી ભાષામાં ઘણા પુસ્તક લખ્યાં છે. 1996માં તેમણે પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. 2006માં સેવા કાર્યો માટે તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.