વરરાજા અને દુલ્હન પર પંડાલ પડ્યો VIDEO:સ્ટેજ પર ડાન્સ કરતાં હતાં અને અચાનક આંધી આવી, મહેમાનોમાં ભાગમભાગ, ઉત્તરાખંડના રુદ્રપુરની ઘટના કેમેરામાં કેદ

એક મહિનો પહેલા

ઉત્તરાખંડના રુદ્રપુરમાં એક લગ્નપ્રસંગમાં અચાનક પંડાલ કડકભૂસ થઈ ગયો. ચાલુ મેરેજમાં પંડાલ પડી જતાં મહેમાનોમાં ભાગમભાગ થતાં અફરાતફરી મચી ગઈ હતી. રાત્રિ દરમિયાન અચાનક જ આંધી આવવાના કારણે પંડાલ પડી જતાં લોકો ચીસો પાડવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં વરરાજા અને દુલ્હન સહિત 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો રોકેટ ગતિએ વાઇરલ થઈ રહ્યો છે.