• Gujarati News
  • National
  • Pakistanis Go Crazy After Seeing The Carts Full Of Flour, If Someone Comes To The Bathroom, Someone Grabs Their Feet And Screams.

DB REELS, દેવાળું ફૂંકાય એ પહેલાંની દુર્દશા:ગાડીઓમાં ભરેલો લોટ જોઈને પાકિસ્તાનીઓ ગાંડા થયા, કોઈ બથ્થંબથ્થા પર આવ્યા તો કોઈ પગ પકડીને કાકલુદી કરે છે

22 દિવસ પહેલા

દેવાળું ફૂંકાવાની અણી પર રહેલો પાડોશી દેશ પાકિસ્તાન હવે ઘઉંના લોટની પણ તંગી સામે ઝઝૂમી રહ્યો છે. ગણતરીના મહિનાઓ ચાલે એટલું જ સરકારી ભંડોળ હોવાથી રોજ મોંઘવારી આસમાનને આંબી રહી છે. પહેલાં લાઈટકાપ ને હમણાંથી લોટ માટે કાપાકાપી થાય એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે. પાકિસ્તાનમાં 150 રૂપિયા કરતાં પણ વધુ કિંમતે જ્યાં એક કિલો ઘઉંનો લોટ વેચાઈ રહ્યો છે ત્યાં સરકાર ઓછા ભાવે લોટ પહોંચાડી રહી છે. જોકે સસ્તો લોટ લેવા માટે લોકો રીતસર મારામારી પર ઊતરી આવે છે. બલૂચિસ્તાનથી લઈને અલગ અલગ પ્રાંતોમાં લોટ માટે કેવી કેવી મથામણ કરવી પડે છે એના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં પણ ટ્રેન્ડ થઈ રહ્યા છે. ત્યારે આજની DB REELSમાં જુઓ પાકિસ્તાનીઓને ઘઉંના લોટ માટે મચાવવી પડતી લૂંટના વીડિયોઝ...