દિલ્હીમાં પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ:ISIએ ટ્રેનિંગ આપીને બાંગ્લાદેશના રસ્તે ભારત મોકલ્યો, બિહારમાં નકલી દસ્તાવેજ બનાવ્યા, ભારતનો પાસપોર્ટ બનાવીને ઘણીવાર વિદેશ ગયો

9 દિવસ પહેલા

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લક્ષ્મીનગર વિસ્તારથી એક પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ કરી છે. જણાવામાં આવી રહ્યું છે કે તે 10 વર્ષથી વધુ સમય સુધી દિલ્હીમાં રહેતો હતો. આતંકવાદીનું નામ મોહમ્મદ અશરફ છે. તે પાકિસ્તાનના પંજાબના નરોવાલનો રહેવાસી છે. પોલીસ અશરફની ધરપકડને સ્પેશિયલ સેલની મોટી સફળતા ગણી રહી છે. ધરપકડ બાદ અશરફને કોર્ડમાં હાજર કરવામાં આવ્યો. પટિયાલા હાઉસ કોર્ટે તેને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

મોહમ્મદ અશરફ દિલ્હીના શાસ્ત્રી નગરમાં અલી અહમદ નૂરીના નામથી રહેતો હતો
મોહમ્મદ અશરફ દિલ્હીના શાસ્ત્રી નગરમાં અલી અહમદ નૂરીના નામથી રહેતો હતો

અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર, અશરફ ભારતમાં રહીને સ્લીપર સેલની જેમ કામ કરી રહ્યો હતો. તે અલી અહમદ નૂરીના નામથી દિલ્હીના શાસ્ત્રી નગરમાં રહેતો હતો. અશરફ પહેલીવાર બાંગ્લાદેશના રસ્તે સિલીગુડી બોર્ડરથી ભારત આવ્યો હતો. પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIએ તેને ટ્રેનિંગ આપી છે. ત્યાર બાદથી તે પાકિસ્તાનના હેંડલરના સંપર્કમાં હતો. તેને ભરતી કરનારા હેંડલરનું કોડ નેમ નાસિર હતું. નાસિર જ અશરફને નિર્દેશ આપી રહ્યો હતો.

ધરપકડ બાદ અશરફને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો
ધરપકડ બાદ અશરફને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો

AK-47, હેન્ડ ગ્રેનેડ અને 50 રાઉન્ડ મળી આવ્યા
સ્પેશિયલ સેલના ડેપ્યુટી કમિશ્નનર ઓફ પોલીસ પ્રમોદ કુશવાહાએ મંગળવારે જણાવ્યું કે અશરફની સોમવાર રાત્રે આશરે 9:20 વાગ્યે ધરપકડ કરવામાં આવી. શરુઆતી તપાસમાં જાણવા મળ્યું કે અશરફ સ્લીપર સેલની જેમ કામ કરીને કોઈ મોટું ષડયંત્ર રચી રહ્યો હતો. તે દિલ્હીમાં રહીને પોતાની ઓળખાણ મૌલાના તરીકે બનાવી રહ્યો હતો.

તેણે બનાવટી દસ્તાવેજો સાથે ભારતીય ઓણખોળ પત્ર હાંસલ કર્યું હતું. તે બિહારમાં બનાવામાં આવ્યું હતું. અશરફ પાસે ઘણા બનાવટી આઈડી મળી આવ્યાં. દસ્તાવેજ માટે તેણે ગાઝિયાબાદની મહિલા સાથે લગ્ન કર્યા. પોલીસે તેની પાસેથી AK-47 રાઈફલ, તેની એક મેગેઝીન, એક હેન્ડ ગ્રેનેડ અને 50 રાઉન્ડ સાથે બે પિસ્ટલ મળી આવી છે.

મકાન માલિકે કહ્યું- તપાસમાં સહકાર આપીશું
અશરફ દિલ્હીમાં ભાડાના મકાનમાં રહી રહ્યો હતો. તેના જૂના મકાન માલિક ઉજૈબે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે તેઓ તપાસમાં પોલીસની પૂરી મદદ કરશે. તે 6 મહિના સુધી ત્યા રહ્યો. મારા પિતાએ ડોક્યૂમેંટેશન માટે તેનું આધાર કાર્ડ લીધું હતું. મકાન છોડ્યા બાદ તે અમારા સંપર્કમાં નહોતો.

અન્ય સમાચારો પણ છે...