પાકિસ્તાની મહિલાઓએ ભારતીય જવાનને હનીટ્રેપમાં ફસાવ્યો:જવાને યુદ્ધાભ્યાસનો VIDEO, સીક્રેટ ડોક્યુમેન્ટ્સ મોકલાવ્યા; વળતર પેટે બેન્ક ખાતામાં રૂપિયા આવ્યા

જયપુર14 દિવસ પહેલા

પાકિસ્તાની મહિલા એજન્ટ્સે ફરી એક વખત ભારતીય જવાનોને હનીટ્રેપમાં ફસાવી લીધા છે. જવાન વોટ્સએપ ચેટ અને વીડિયો કોલ દ્વારા તેમના સંપર્કમાં હતો અને સંવદનશીલ મહિતીઓ મોકલતો હતો. આરોપી સૈનિક જવાન શાંતિમોય રાણાની ધરપકડ કરવામાં આવી છે.

આ જવાન જયપુર છાવણીમાં તહેનાત હતો. સીઆઈડી ઈન્ટેલિજન્સ લાંબા સમયથી તેની ગતિવિધીઓ પર નજર રાખી રહ્યું હતું. પાક એજન્ટોએ રૂપિયાની લાલચ આપીને તેની પાસેથી ઈન્ડિયન આર્મી સાથે જોડાયેલી માહિતી પ્રાપ્ત કરી હતી. સીઆઈડીએ 25 જુલાઈ તેની અટકાયત કરી હતી. પ્રારંભિક પૂછપરછ પછી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ડીજી ઈન્ટેલિજન્સ ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે સેના અને પોલીસની પૂછપરછમાં 24 વર્ષીય શાંતિમોયે કબુલ કર્યું કે તે ઘણા સમયથી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની જાસૂસી એજન્ટોના સંપર્કમાં હતો. પશ્ચિમ બંગાળમાં બાંકુડા જિલ્લાના કંચનપુરાનો રહેવાસી શાંતિમોય માર્ચ 2018થી ભારતીય સેનામાં જોડાયો હતો.

અત્યાર સુધીની તપાસમાં એ વાત બહાર આવી છે કે એક પાકિસ્તાની મહિલા એજન્ટે તેને પોતાનું નામ ગુરનુર કૌર ઉર્ફે અંકિતા હોવાનું કહ્યું હતું. કહ્યું કે તે શાહજહાંપુર(ઉત્તરપ્રદેશ)ની રહેવાસી છે. શાહજહાંપુરમાં મિલિટ્રી એન્જિનિયરિંગ સર્વિસિસમાં કામ કરે છે. બીજી મહિલા નિશાએ પોતે મિલિટ્રી નર્સિંગ સર્વિસમાં હોવાનું કહ્યું હતું. આ મહિલાઓએ શાંતિમોયને હનીટ્રેપમાં ફંસાવીને તેને પૈસાની પણ લાલચ આપી હતી. તેની પાસે રેજીમેન્ટના સેન્સેટિવ ડોક્યુમેન્ટ્સ અને યુદ્ધાભ્યાસના વીડિયો પણ મંગાવ્યા હતા. એમ કહેવાઈ રહ્યું છે કે તેના બદલામાં પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈના ઈશારા પર આરોપી જવાનના બેન્ક ખાતામાં રૂપિયા મોકલવામાં આવ્યા હતા.

બે પાકિસ્તાની મહિલા જાસૂસી એજન્ટોએ ઈન્ડિયન આર્મીના એક જવાનને હનીટ્રેપમાં ફંસાવ્યો હતો.
બે પાકિસ્તાની મહિલા જાસૂસી એજન્ટોએ ઈન્ડિયન આર્મીના એક જવાનને હનીટ્રેપમાં ફંસાવ્યો હતો.

મોબાઈલ જપ્ત કર્યા
ઈન્ટેલિજન્સે જવાનનો મોબાઈલ અને અન્ય ડિજિટલ ઉપકરણોને પોતાના કબજામાં લઈને તેની તપાસ શરૂ કરી છે. શાંતિમોયે જણાવ્યું કે યુવતી તેને ફંસાવવા માટે વીડિયો કોલ કરીને તેના લોકેશન વિશે માહિતી પ્રાપ્ત કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...