તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Pakistani Drone Found In Bamiyal Sector Of Pathankot, Returned After BSF Firing; Army Search Operation

સરહદ પારથી ફરી હલચલ:પઠાણકોટના બમિયાલ સેકટરમાં જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન, BSFના ફાયરિંગ બાદ પરત ફર્યું; સેનાનું સર્ચ ઓપરેશન

પઠાણકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પઠાણકોટના બમિયાલ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સર્ચ ઓપરેશનમાં સામેલ પંજાબ પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન. - Divya Bhaskar
પઠાણકોટના બમિયાલ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સર્ચ ઓપરેશનમાં સામેલ પંજાબ પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન.

ભારત-પાકિસ્તાન સરહદ પર બમિયાલ સેક્ટરમાં શનિવારે રાત્રે ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. BSF તરફથી ફાયરિંગ કર્યા બાદ ડ્રોન પાછું પાકિસ્તાનની સરહાડમાં ચાલ્યું ગયું હતું. આ પછી રવિવાર સવારથી પોલીસ અને BSF સરહદ પર સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જણાવીએ કે છેલ્લા પાંચ દિવસમાં આ પ્રકારની આ ચોથી ઘટના છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનની સરહદે આવેલા પઠાણકોટ જિલ્લાના બમિયાલ સેક્ટરમાં શનિવારે રાત્રે સરહદ પારથી એક ડ્રોન આવતું જોવા મળ્યું હતુ. ત્યાર બાદ તરત જ સતર્ક થયેલ પહરીપુર ગામે આવેલી BSFની ચોકીના જવાનોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ ડ્રોન પાકિસ્તાન તરફ પાછું ચાલ્યું ગયું હતું. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દીધી છે. પોલીસે રવિવારે સવારે સરહદને અડીને આવેલા ચાર કિલોમીટર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ વાતની પુષ્ટિ પોલીસ સ્ટેશન નરોટ જયમલસિંહના પ્રભારી પુષ્પેન્દ્રસિંહે કરી છે. તેમણે જણાવ્યું કે શનિવારે BSFએ ભારત-પાક સરહદ પર ડ્રોન જોયુ હતુ, ફાયરિંગ કર્યા બાદ ડ્રોન પરત જતું રહ્યું હતું. પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

પહેલા પણ જોવામાં આવ્યું છે પાકિસ્તાની ડ્રોન
તમને જણાવી દઇએ કે આ પહેલી વાર નથી જ્યારે આ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન જોવામાં આવ્યું હોય. અગાઉ પણ આ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. પાકિસ્તાન હંમેશાં ડ્રોન દ્વારા ભારતના વિસ્તારમાં ડ્રગ અને શસ્ત્રો વગેરે જેવા શંકાસ્પદ સમાન વગેરે મોકલવાનો પ્રયાસ કરતું રહ્યું છે. ડ્રોન દ્વારા પાકિસ્તાન તરફથી હથિયાર મોકલવાની ઘટનાને પહેલા પણ બની ચુકી છે. BSFના જવાન પાકિસ્તાનના આવા દરેક પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા છે.

5 દિવસ પહેલા જ ગુરદાસપુરમાં ભારત અને પાકિસ્તાન સરહદ પર કલાનોરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. BSFના જવાનોએ ત્યારે પણ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે BSFને ત્યારે કોઈપણ પ્રકારનો શંકાસ્પદ સામાન મળ્યો ન હતો. ત્યાર બાદ શુક્રવારે મોડી રાત્રે ડેરા બાબા નાયકની મોમનપુર ચોકી ખાતે અને શનિવારે સવારે 3 વાગે અને 15 મિનિટે દીનાનગરની ઠાકુરપુર ચોકી પાસે આવા જ પ્રયાસ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...