તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Pakistan Will Remain On FATF's Gray List After 3 Years; Did Not Comply With A Condition Regarding Money Laundering And Terror Financing

પાકિસ્તાનને ફરી ઝાટકો:3 વર્ષ બાદ પણ FATFની ગ્રે લિસ્ટમાં રહેશે પાકિસ્તાન; મની લોન્ડ્રીંગ અને ટેરર ફાયનાન્સિંગ અંગે એક શરતનું પાલન ન કર્યું

પેરિસ/ઈસ્લામાબાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાનનો આરોપ- ભારત આ મંચનો પાકિસ્તાન વિરુદ્ધ ઉપયોગ કરે છે.તે પાકિસ્તાન સામે દુષ્પ્રચાર ચલાવી રહ્યું છે

ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATFએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન ગ્લોબલ એન્ટી મની લોન્ડ્રિંગ અને ટેરર ફાયનાન્સિયલ બોડી સમક્ષ એવું સાબિત કરવામાં નિષ્ફળ ગયું કે તેણે આતંકવાદ સામે કડક તેમ જ પ્રમાણિક કાર્યવાહી કરી છે. પાકિસ્તાને કુલ 27 માગ પૂરી કરવાની હતી. આ પૈકી 3 સૌથી મહત્વની હતી. જેમાંથી કોઈ તે પૂરી કરી શક્યું નથી. બે માગ અંગે આશંકા હતી. તે વર્ષ 2018થી આ યાદીમાં છે.

આ વખતે શા માટે ફસાયુ પાકિસ્તાન
અહેવાલ પ્રમાણે પાકિસ્તાન 1 મહત્વની શરત પૂરી કરવામાં નિષ્ફળ રહ્યું છે. FATFના પ્લેનરી સેશન દરમિયાન એવું પણ માલુમ પડ્યું હતું કે ઈમરાન સરકારે એવા આતંકવાદીઓ સામે તપાસ અને કાર્યવાહી યોગ્ય રીતે પૂરી કરી નથી કે જેને UNએ આતંકવાદી સંગઠનોના વડા માનવામાં આવ્યા છે.

FATFએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે અમને આશા છે કે પાકિસ્તાન જલ્દીથી કાઉન્ટર રેરરીસ્ટ ફાયનાન્સિંગ સંબંધિત બાકી રહેલી તમામ શરતો પૂરી કરશે. આ દરમિયાન પાકિસ્તાને જૈશ, લશ્કર, JUD, અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે કાર્યવાહીની જાણકારી આપી. પાકિસ્તાન અત્યાર સુધી જમાત-ઉલ-દાવાના હાફિસ સઈદ અને અન્ય તાલીબાની નેતાઓ સામે કાર્યવાહી કરી શક્યું છે, જોકે તે નક્કર પૂરાવા આપવામાં નિષ્ફળ રહ્યું. જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર તથા હક્કાની ગ્રુપના નેતાઓ સામે તો કાર્યવાહી કરી નથી.

હવે વધારે ચાપતી નજર રાખવામાં આવશે
જાણકારોના જણાવ્યા પ્રમાણે FATF હવે પાકિસ્તાનમાં જઈ કાર્યવાહીનું આંકલન કરશે. મની લોન્ડ્રીંગ અને ટેરર ફાયનાન્સિંગ સંબંધિત દસ્તાવેજ તપાસશે તેમ જ આ અંગેના અહેવાલ પેરિસમાં મોકલવામાં આવશે. આ સાથે એવી માહિતી પણ જોવામાં આવશે કે જે સંગઠનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે કેટલો અસરકારક સાબિત થયો છે.
હવે ગ્રે લિસ્ટમાં રાખવાનો કોઈ અર્થ નથી.

પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરૈશીએ ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે તેમનો દેશ FATFની લગભગ તમામ માગ અને શરતો પર કાર્યવાહી થઈ ચુકી છે અને હવે તેને ગ્રે લિસ્ટમાં રાખવાનો કોઈ અર્થ નથી. કુરેશીએ કહ્યું હતું કે અમારી સામે 27 શરતોની યાદી રાખવામાં આવી હતી. અમે તેમાંથી 26 શરતો સંપૂર્ણપણે પૂરી કરી છે. મની લોન્ડ્રીંગ અને ટેરર ફાયનાન્સિંગ અંગે જે માંગ હતી તે ટેકનિકલ રીતે પૂરી કરી લીધી છે.

ભારત પર આરોપ
કુરૈશીએ જણાવ્યું હતું કે અમે FATFની દરેક માગ પર ધ્યાન આપવામાં આવ્યું છે અને મજબૂત રીતે કામ કરવામાં આવ્યું છે. તેમ છતાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું તે યોગ્ય નથી. ભારત આ મંચનો પાકિસ્તાન વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યું છે. તે પાકિસ્તાન સામે દુષ્પ્રચાર ચલાવી રહ્યું છે. વિશ્વ જાણે છે કે અમે કેટલું સારું કામ કર્યું છે. ફેબ્રુઆરીમાં FATFની બેઠક અગાઉ પણ કુરૈશીએ આ વાત કહી હતી. ત્યારબાદ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું હતું.