• Gujarati News
  • National
  • Pakistan Vs India Kashmir; Dubai Build Logistics Parks, IT Towers, Medical College In Kashmir

કાશ્મીરમાં પહેલું વિદેશી રોકાણ:પાકિસ્તાનને ઝટકો આપી દુબઈ કાશ્મીરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર; IT ટાવર, લોજિસ્ટિક પાર્ક અને મેડિકલ કોલેજ બનાવશે

એક મહિનો પહેલા

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને મુસ્લિમ દેશોનો સહકાર મળતો નથી. પ્રધાનમંત્રી ઈમરાન ખાને ઘણી વખત અપીલ કર્યા બાદ પણ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (OIC)એ કાશ્મીર મુદ્દે નિવેદન આપ્યું નથી. હવે દુબઈએ એક નિર્ણય લઈને પાકિસ્તાનને ઝટકો આપ્યો છે.

આર્ટિકલ-370 હટ્યા બાદ આશરે 2 વર્ષ પછી દુબઈએ કાશ્મીરમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને દુબઈ વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ટરના નિર્માણને લઈને ઘણા કરારો થયા છે. કરાર પ્રમાણે, દુબઈ કાશ્મીરમાં IT ટાવર, ઔધોગિક પાર્ક, લોજિસ્ટિક ટાવર સાથે જ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પણ બનાવશે. જોકે દુબઈ ભારતમાં કેટલી રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરશે એનો ખુલાસો હજી થયો નથી.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે કાશ્મીરના વિકાસ માટે દુનિયા અમને સહકાર આપી રહી છે. આ કરાર બતાવે છે કે ભારત ગ્લોબલ પાવર તરીકે સામે આવી રહ્યું છે.

પાકિસ્તાન માટે આ ડિપ્લોમેટિક હાર: બાસિત
દુબઈ અને જમ્મુ-કાશ્મીર પ્રશાસન વચ્ચે થયેલી આ સમજૂતીને પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે પાકિસ્તાન માટે ડિપ્લોમેટિક હાર ગણાવી છે. બાસિતે પાકિસ્તાન સરકાર પર ભડકીને કહ્યું હતું કે આ સમજૂતી ભારત માટે એક મોટી સફળતા છે. પહેલા જ OICએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું ખૂલીને સમર્થન કર્યું નથી.

પાકિસ્તાન અલગ પડી ગયું છે
પાકિસ્તાન સતત પ્રયત્ન કરી રહ્યું છે કે કાશ્મીરના મુદ્દે તેને વધુમાં વધુ દેશોનું સમર્થન મળે, પરંતુ તુ્ર્કી અને ચીન સિવાય કોઈપણ દેશે કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ કોઈપણ નિવેદન આપ્યું નથી. પાકિસ્તાનના લાખ પ્રયત્નો બાદ પણ સાઉદી અરબ અને ઈરાને આ મુદ્દે કદી નિવેદન આપ્યું નથી.

IMF દ્વારા પાકિસ્તાનને 6 બિલિયન ડોલર લોન આપવાની મનાઈ
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ, એટલે કે IMF પાકિસ્તાનને 6 બિલિયન ડોલરની લોન આપવાની ના પાડી ચૂક્યું છે. IMFએ આ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાનને 1 બિલિયન ડોલરનો પહેલો હપતો પણ નહિ આપવામાં આવે. IMF અને પાકિસ્તાનના ફાઈનાન્સ મિનિસ્ટર વચ્ચે વોશિંગ્ટનમાં થયેલી બેઠક નિષ્ફળ નીવડેલી.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને રવિવારે જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકામાં ફાઈનાન્સ મિનિસ્ટર શૌકત તરીકની ટીમ અને IMF વચ્ચે 11 દિવસ સુધી ચાલેલી વાતચીતનું હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ મીટિંગ 4 ઓક્ટોબરે શરૂ થઈ હતી અને 15 ઓક્ટોબર સુધી ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...