તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • "Pakistan Should Stop Treating Us Like Animals, We Are Being Treated Like Traitors On Our Own Soil," Said Sajjad, A POK Activist.

UNમાં રજૂઆત:POKના એક્ટિવિસ્ટ સજ્જાદે કહ્યું- પાકિસ્તાન અમારી સાથે પશુ જેવો વ્યવહાર બંધ કરે, પોતાની જ જમીન પર દેશદ્રોહી જેવું વર્તન કરાઈ રહ્યું છે

જીનિવાએક મહિનો પહેલા
પ્રોફેસર સજ્જાદ રાજા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના નિવાસી છે.
  • સજ્જાદ રાજા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના રહેવાસી છે અને તેઓ આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યા છે
  • ભાષણ દરમિયાન સજ્જાદની આંખમાં આસું આવી ગયાં, તેમણે કહ્યું- અમારી સ્થિતિ પશુઓ કરતાં પણ ખરાબ છે

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(POK)માં લોકોની સ્થિતિ પશુઓ કરતાં પણ ખરાબ થઈ ગઈ છે. ગુરુવારે રાતે જીનિવામાં યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ(UNHRC)ની બેઠક દરમિયાન આ દર્દ POKના એક્ટિવિસ્ટ પ્રોફેસર સજ્જાદ રાજાએ વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું. રાજાએ સીધી રીતે જ પાકિસ્તાનની સરકાર અને સૈન્ય પર હુમલો કર્યો, કહ્યું- પાકિસ્તાન અમારી સાથે જાનવરો જેવું વર્તન કરવાનું તાત્કાલિક બંધ કરે.

ભાષણ દરમિયાન રાજા ભાવુક થઈ ગયા
સજ્જાદના ભાષણ દરમિયાન UNHRCમાં સન્નાટો છવાઈ ગયો હતો. ભાષણ દરમિયાન રાજા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યાં હતાં. રાજાએ કહ્યું, અમે આ સંગઠનને અપીલ કરીએ છીએ કે તે પાકિસ્તાનને અમારી સાથે જાનવરો જેવો વ્યવહાર કરતાં અટકાવે. પાકિસ્તાનના POKએ ઈલેક્શન એક્ટ 2020 લાગુ કરીને અમારા તમામ બંધારણીય અધિકારોને છીનવી લીધા છે. POKમાં રહેનારા લોકોની પાસે હવે રાજકીય અને નાગરિક અધિકાર પણ બચ્યા નથી. રાજા નેશનલ ઈક્વિલિટી પાર્ટીના ચેરમેન પણ છે.

અમારો વાંક શો છે
રાજાએ તેમના ભાષણમાં વધુમાં કહ્યું હતું કે અમે અમારી જમીન પર રહીએ છીએ. અમારું ઘર અને પરિવાર છે. જોકે પોતાના જ ઘરમાં અમારી સાથે ઘૂસણખોર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનની આર્મીએ રાજકીય ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વિરોધ કરવા પર લોકોની કતલ કરવામાં આવે છે. હજારો લોકોને ગાયબ કરી નાખવામાં આવ્યા છે.

બ્રેનવોશ કરી રહ્યું છે પાકિસ્તાન
પાકિસ્તાનની આર્મી અને સરકારના દમનને રાજાએ વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું- સરહદની બંને તરફ(ભારત અને પાકિસ્તાન) યુવાઓનું બ્રેનવોશ થઈ રહ્યું છે. તેમનો પ્રોક્સી વોરમાં હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બધાને એ વાતનો ખ્યાલ છે કે પાકિસ્તાનમાં ટેરર કેમ્પ હાલ પણ ચાલી રહ્યા છે. પાકિસ્તાન હવે ગિલગિત-બાલ્ટિસ્તાનને રાજ્ય બનાવવાની કોશિશ કરી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો