કાશ્મીરની ઉડ્ડાન અટકાવવા સામે ભારતનો વિરોધ:પાકિસ્તાનને કહેવામાં આવ્યું- શ્રીનગર-શારજાહ ફ્લાઈટ લોકોના હિતમાં, એરસ્પેસનો ઉપયોગ કરવા દેવામાં આવે

એક મહિનો પહેલા
  • ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં 23 ઓક્ટોબર,2021ના રોજ ગો ફર્સ્ટ (ગો એર) ફ્લાઈટ શરૂ કરાવેલી

ભારત સરકારે શ્રીનગર-શારજાહ ફ્લાઈટને પાકિસ્તાન એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા દેવાનો મુદ્દો પાકિસ્તાન સામે રજૂ કર્યો છે. NDTVના અહેવાલ પ્રમાણે રાજકીય સ્તરેથી પાકિસ્તાન સમક્ષ આ મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે.સરકારે પાકિસ્તાનને તેનો નિર્ણય બદલવા માટે અપીલ કરી છે. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટ ચાલુ રાખવાથી સામાન્ય નાગરિકોને લાભ પહોંચશે. આ અગાઉ પાકિસ્તાને 23,24,26 અને 28 ઓક્ટોબરના રોજ શ્રીનગર-શારજાહ ફ્લાઈટને પાકિસ્તાની એરસ્પેસને મંજૂરી આપી હતી.

2 દિવસ અગાઉ મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો
પાકિસ્તાને 3 નવેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી UAEના શારજાહ જતી ફ્લાઈટને પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવાથી ઈન્કાર કર્યો હતો. પાકિસ્તાનની સરકારે ગો ફર્સ્ટની ફ્લાઈટને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. આ મુદ્દે ભારતના મિનિસ્ટ્રી ઓફ સિલિવ એવિએશન (MoCA),મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ (MEA) તથા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ (MHA) નજર રાખી રહ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે ફ્લાઈટનો પ્રારંભ કરાવેલો
ગૃહમંત્રી અમિત શાહે તેમની જમ્મુ-કાશ્મીર યાત્રા સમયે 23 ઓક્ટોબર,2021ના રોજ ગો ફર્સ્ટ (ગો એર) ફ્લાઈટનો શુભારંભ કરાવ્યો હતો. ઘાટીમાંથી કલમ 370 હટાવ્યા બાદ આ શાહની પ્રથમ કાશ્મીર યાત્રા હતી. ગો ફર્સ્ટ ભારતની પહેલી એરલાઈન છે, જેને શ્રીનગરથી શારજાહ માટે સીધી ફ્લાઈટ શરૂ કરવાને લગતું ઐતિહાસિક પગલું ભર્યું.

યુરોપ ટૂર પર પાકિસ્તાનના માર્ગે ગયા હતા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપ જવા માટે 28 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. આ રુટથી જ તેઓ પરત ફર્યાં હતા. પાકિસ્તાન તરફથી મંજૂરી મળ્યા બાદ જ આ રુટનો તેમણે ઉપયોગ કર્યો હતો. PM મોદીનું વિમાન 777, 300ERના 7006ને બહાલપુરથી પાકિસ્તાની એર સ્પેસમાં પ્રવેશ કર્યો હતો અને પંજગુરથી પસાર થયું હતું. ત્યારબાદ તેમનું પ્લેન ઈરાન અને તુર્કીના એર સ્પેસનો પણ ઉપયોગ કર્યો હતો.

પાકિસ્તાની એરસ્પેસથી જ અમેરિકા ગયા હતા મોદી
વડાપ્રધાન મોદીએ અમેરિકા પ્રવાસ જવા માટે પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ કર્યો હતો. તેમનું આ વિમાન અફઘાનિસ્તાનની ઉપરથી ઉડાન ભરી ન હતી. સુરક્ષા કારણોથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.