પાક.ની અવળચંડાઈ:પાક.એ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, 18 મહિના પછી સરહદે ફાયરિંગ

જમ્મુ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરિંગ બાદ થયેલી બેઠકમાં સીઝફાયરને લઇને સહમતિ સધાઇ

પાકિસ્તાની રેન્જર્સે મંગળવારે સીઝફાયરનું ઉલ્લંઘન કરતા જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ફાયરિંગ કર્યું હતું. જમ્મુના અરનિયા સેક્ટરમાં થયેલા ફાયરિંગનો BSFએ જડબાતોડ જવાબ આપ્યો હતો. પરંતુ ફાયરિંગ બાદ બપોરે BSF અને પાક. રેન્જર્સ વચ્ચે થયેલી બેઠકમાં સીઝફાયર પર સમજૂતીનું પાલન કરવા પર સહમતિ સધાઇ હતી.

પાકિસ્તાને 18 મહિના જેટલા લાંબા સમય બાદ નાપાક હરકત દોહરાવતા સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. 20 ફેબ્રુઆરી, 2021ના રોજ પાકિસ્તાને સરહદ પર સંઘર્ષવિરામને લઇને સહમતિ દર્શાવી હતી. એ બાદ માત્ર એક-બે ઘટનાઓને બાદ કરતાં શાંતિ જોવા મળી હતી.

BSFના ડીઆઇજી પીએસ સંધુએ જણાવ્યું કે મંગળવારે સવારે પાક રેન્જર્સે કોઇ પણ કારણ વગર પેટ્રોલિંગ જૂથ પર ફાયરિંગ કર્યું હતું. અગાઉ 26 ઓગસ્ટની મોડી રાત્રે આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાની નાગરિક મોહમ્મદ શાબાદની ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન ધરપકડ કરાઇ હતી.

સૈનિક સહિત 3ની હત્યામાં સંડોવાયેલા બે આતંકી ઠાર
કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પોશક્રીરીમાં સુરક્ષાદળોના સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. હિઝબુલ મુજાહિદીન જૂથના દાનિશ ભટ અને બશારત નબી એપ્રિલમાં ટેરિટોરિયલ આર્મીના સૈનિક સલીમ અને મેમાં બે નાગરિકોની હત્યામાં સંડોવાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...