તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભારત ભવનના 39માં સ્થાપના દિવસનની ઉજવણી રવિવારથી શરૂ થઈ ગઈ. લોક કળાના નિષ્ણાંત ડો. કપિલ તિવારી અને ચિત્રકાર ભૂરી બાઇએ તેનો શુભારંભ કર્યો હતો.ભૂરીબાઈ આમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. તેમણે કહ્યું કે ભારત ભવનના નિર્માણ સમયે ઇંટો ચઢાવી હતી, જ્યારે આજે મુખ્ય અતિથિ બનવાનું ગૌરવની વાત છે. તે પદ્મશ્રી મળવા કરતા તે મોટુ સન્માન છે. કપિલ તિવારી અને ભૂરી બાઇને પ્રજાસત્તાક દિવસે પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ભારત ભવનના દરેક ખૂણામાં મારો પરસેવો પડ્યો
સ્ટેજ પર પહોંચેલી ભૂરીબાઈએ કહ્યું હતું કે, મને ભારત ભવનની બધી વાત યાદ છે, જ્યારે મેં અહીં માલ ચઢાવ્યો, ઇંટો ચઢાવી. મારો પરસેવો અહીંના દરેક ખૂણે ખૂણામાં પડ્યો છે. મારી પેઇન્ટિંગ પણ અહીં લાગેલી છે. આ ભારત ભવનમાં મારા મજૂરથી લઈને કલાકાર સુધીની સફર જોવા મળી છે. હું તે છતની નીચે ઊભી છું જ્યાં મારા ગુરુ સ્વામિનાથન (પ્રખ્યાત ચિત્રકાર જે. સ્વામિનાથને)એ આંગળી પકડીને કલાનો માર્ગ બતાવ્યો હતો.'
ભૂરીબાઈની સાથે સ્ટેજ પર હાજર રહેવું તે મારુ સૌભાગ્ય : કપિલ તિવારી
કપિલ તિવારીએ કહ્યું કે, 'ભારત ભવનની આ કળા યાત્રામાં મહાન કલાકાર, ગાયક, નર્તક, સાહિત્યકાર, નાટ્યકાર અને કલાકાર સાક્ષી રહ્યાછે. હું મારી જાતને અતિથિ બનવા લાયન નથી સમજતો. મને ખુશી છે કે મને ભૂરીબાઈ જેવા અદભૂત કલાકાર સાથે જ સ્ટેજ પર હાજર રહેવાનો લહાવો મળ્યો, તે મારુ સૌભાગ્ય છે, વધુમાં એ કે પદ્મશ્રી પણ તેમની સાથે જ મળશે. આવી છુપાયેલી પ્રતિભાનું સન્માન કરવું એ ચોક્કસપણે ગૌરવની ક્ષણ છે.'
ભૂરી બાઇ સંસ્કૃતિ વિભાગની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે
ભૂરી બાઇને મધ્ય પ્રદેશના સંસ્કૃતિ વિભાગની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. સંસ્કૃતિ અને પર્યટન વિભાગના મુખ્ય સચિવ શિવશેખર શુક્લાએ જણાવ્યું હતું કે ભૂરી બાઇ મધ્યપ્રદેશમાં કલા અને સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાનું પ્રતિનિધિત્વ કરતી વાસ્તવિક હસ્તી છે. તેમણે પદ્મશ્રીથી સન્માનિત કરવા પર સમગ્ર દેશને ગર્વ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.