ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના ડો. દિલીપ મહાલનાબીસને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા છે. તેમને આ સન્માન ORSની શોધ માટે આપવામાં આવ્યું હતું. તેમના સિવાય સપા નેતા સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવ, તબલાવાદક ઝાકિર હુસૈન, બાલકૃષ્ણ દોષી અને શ્રીનિવાસ વર્ધનને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. કુમાર મંગલમ બિરલા અને સુધા મૂર્તિ સહિત 9 હસ્તીઓને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય 91 લોકોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
આ પદ્મ સન્માન મેળવનારાઓમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદના સ્થપતિ અને હમણાં જ જેમનું નિધન થયું તે સ્વ. બાલકૃષ્ણ દોશીને પદ્મવિભૂષણથી નવાજાયા છે જ્યારે 7 ગુજરાતીઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
સમગ્ર લિસ્ટ જોવા અહીં ક્લિક કરો
આ ગુજરાતીઓનું સન્માન થયું
ગુજરાતના ઉદ્યોગપતિ રસના ફેઇમ અરીઝ ખંભાતાને મરણોત્તર પદ્મશ્રી
અમદાવાદ સ્થિત કંપની રસનાના સ્થાપક સ્વ. અરીઝ ખંભાતાને મરણોત્તર પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અરીઝ ખંભાતા બેનેવોલેન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના ચેરમેન પણ હતા. તેઓ WAPIZ (વર્લ્ડ અલાયન્સ ઓફ પારસી ઈરાની જરથોસ્તી)ના પૂર્વ ચેરમેન અને અમદાવાદ પારસી પંચાયતના પૂર્વ અધ્યક્ષ પણ હતા. ખંભાતા લોકપ્રિય ઘરેલુ પીણાની બ્રાન્ડ રસના માટે જાણીતા છે, જેને દેશમાં 18 લાખ દુકાનો પર વેચવામાં આવે છે.
છેલ્લા 42 વર્ષથી હું ભજન ગાઉ છું: હેમંત ચૌહાણ
આ અંતર્ગત રાજકોટમાં રહેતા અને જાણીતા ભજનીક હેમંત ચૌહાણને પણ પદ્મશ્રી આપવામાં આવશે. ત્યારે આ અંગે હેમંત ચૌહાણે જણાવ્યું હતું કે, પદ્મશ્રી મળવાની જાહેરાત થતા હું ખૂબ ખુશ છું. આ તકે હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગવર્મેન્ટ તરફથી મને જણાવવામાં આવ્યું છે કે, હું પદ્મશ્રી માટે સિલેક્ટ થયો છું. છેલ્લા 42 વર્ષથી હું ભજન ગાઉ છું. સંતોની વાણી ગાઉ છું. ઈશ્વરની આરાધના પણ કરું છું. ત્યારે પદ્મશ્રી મળવાની જાણ થતાં હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું.
‘હેમંત ચૌહાણનો ટૂંકો પરિચય
’ભજનીક હેમંત ચૌહાણનો જન્મ 1955માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે. તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં કેટલાય આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપ્યો છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્વની વિશેષતા છે.
હીરાબાઈ લોબી કોણ છે?
સમાજસેવા સાથે સંકળાયેલા હીરાબાઈ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં. હીરાબાઈનો ઉછેર એમના દાદીમાએ કર્યો છે. હીરાબાઈ ઉદ્દાત ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત વર્ષ 2004માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગિરથ કાર્ય કર્યું છે. હીરાબાઈના આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ. વર્ષ 2006માં હીરાબાઈ જાનકીદેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યાં છે.
પદ્મ વિભૂષણ
ક્રમ | નામ | ફિલ્ડ | રાજ્ય |
1 | બાલક્રિશન દોશી | આર્કિટેક | ગુજરાત |
2. | ઝાકિર હુસૈન | આર્ટી | મહારાષ્ટ્ર |
3. | એસ એમ ક્રિષ્ના | પબ્લિક અફેર્સ | કર્ણાટક |
4. | દિલિપ મહાલનોબિસ (મરણોત્તર) | મેડિસિન | પશ્ચિમ બંગાળ |
5. | શ્રીનિવાસ વર્ધન | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ | અમેરિકા |
6. | મુલાયમ સિંહ યાદવ (મરણોત્તર) | પબ્લિક અફેર્સ | ઉત્તર પ્રદેશ |
પદ્મ ભુષણ
ક્રમ | નામ | ફિલ્ડ | રાજ્ય |
7. | એસ એલ ભીરપ્પા | સાહિત્ય અને શિક્ષણ | કર્ણાટક |
8. | કુમાર મંગલમ બિરલા | વેપાર અને ઉદ્યોગ | મહારાષ્ટ્ર |
9. | દીપક ધાર | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ | મહારાષ્ટ્ર |
10. | વાની જયરામ | આર્ટ | તમિલનાડુ |
11. | સ્વામી ચિન્ના જીયર | અધ્યાત્મવાદ | તેલંગાણા |
12. | સુમન કલ્યાણપુર | આર્ટ | મહારાષ્ટ્ર |
13. | કપિલ કપૂર | સાહિત્ય અને શિક્ષણ | દિલ્હી |
14. | સુધા મૂર્તિ | સામાજિક કાર્ય | કર્ણાટક |
15. | કમલેશ પટેલ | અધ્યાત્મવાદ | તેલંગાણા |
પદ્મશ્રી
ક્રમ | નામ | ફિલ્ડ | રાજ્ય |
16. | સુકમા આચાર્ય | આધ્યાત્મવાદ | હરિયાણા |
17. | જોધૈયાબાઈ બાઈગા | આર્ટ | મધ્યપ્રદેશ |
18. | પ્રેમજી બારિયા | આર્ટ | દાદરા અને નગર હવેલી અને દમણ અને દિવ |
19. | ઉષા બરલે | આર્ટ | છત્તીસગઢ |
20. | મુનીશ્વર ચંદાવર | મેડિસિન | મધ્યપ્રદેશ |
21. | હેમંત ચૌહાણ | આર્ટ | ગુજરાત |
22. | ભાનુભાઈ ચૈતારા | આર્ટ | ગુજરાત |
23. | હિમોપ્રો | આર્ટ | આસામ |
24. | નરેન્દ્ર ચંદ્ર દેબબર્મા (મરણોત્તર) | પબ્લિક અફેર્સ | ત્રિપુરા |
25. | સુભદ્રા દેવી | આર્ટ | બિહાર |
26. | ખાદર વલ્લી દુડેકુલા | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ | કર્ણાટક |
27. | હેમચંદ્ર ગોસ્વામી | આર્ટ | આસામ |
28. | પ્રીતિ ગોસ્વામી | આર્ટ | પશ્ચિમ બંગાળ |
29. | રાધાચરણ ગુપ્તા | સાહિત્ય અને શિક્ષણ | ઉત્તર પ્રદેશ |
30. | મોદદુગુ વિજય ગુપ્તા | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ | તેલંગાણા |
31. | હેમદ હુસૈન અને મોહમ્મદ હુસૈન | આર્ટ | રાજસ્થાન |
32. | દિલશાદ હુસૈન | આર્ટ | ઉત્તર પ્રદેશ |
33. | ભીખુ રામજી ઇદાતે | સામજિક કાર્ય | મહારાષ્ટ્ર |
34. | સીઆઇ ઇસાક | સાહિત્ય અને શિક્ષણ | કેરળ |
35. | રતન સિંહ જગ્ગી | સાહિત્ય અને શિક્ષણ | પંજાબ |
36. | બિક્રમ બહાદુર જમાતિયા | સામાજિક કાર્ય | ત્રિપુરા |
37. | રામકુઇવાંગબે જેન | સામાજિક કાર્ય | આસામ |
38. | રાકેશ રાધેશ્યામ ઝુનઝુનવાલા (મરણોત્તર) | વેપાર અને ઉદ્યોગ | મહારાષ્ટ્ર |
39. | રતન ચંદ્ર કર | ચિકિસ્તા | આંદામાન અને નિકોબાર |
40. | મહિપત કવિ | આર્ટ | ગુજરાત |
41. | એમ એમ કિરવાણી | આર્ટ | આંધ્રપ્રદેશ |
42. | અરીઝ ખમબત્તા | વેપાર અને ઉદ્યોગ | ગુજરાત |
43. | પરશુરામ કોમાજી ખૂણે | આર્ટ | મહારાષ્ટ્ર |
44. | ગણેશ નાગપ્પા કૃષ્ણરાજનગરા | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ | આંધ્રપ્રદેશ |
45. | મગુની ચરણ કુમાર | આર્ટ | ઓડિશા |
46. | આનંદ કુમાર | સાહિત્ય અને શિક્ષણ | બિહાર |
47. | અરવિંદ કુમાર | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ | ઉત્તર પ્રદેશ |
48. | ડોમર સિંહ કુંવર | આર્ટ | છત્તીસગઢ |
49. | રાઇઝિંગબોર કુર્કલાંગ | આર્ટ | મેઘાલય |
50. | હિરાબાઈ લોબી | સામાજિક કાર્ય | ગુજરાત |
51. | મૂળચંદ લોઢા | સામાજિક કાર્ય | રાજસ્થાન |
52. | રાની મછૈયા | આર્ટ | કર્ણાટક |
53. | અજય કુમાર માંડવી | આર્ટ | છત્તીસગઢ |
54. | પ્રભાકર ભાનુદાસ માંડે | સામજિક કાર્ય | મહારાષ્ટ્ર |
55. | ગજાનન જગન્નાથ માને | સામાજિક કાર્ય | મહારાષ્ટ્ર |
ક્રમ | નામ | ફિલ્ડ | રાજ્ય |
56 | અંતર્યામી મિશ્રા | સાહિત્ય અને શિક્ષણ | ઓડિશા |
57 | નાડોજા પિંડીપાપનહલ્લી મુનિવેંકટપ્પા | કલા | કર્ણાટક |
58 | પ્રો.(ડૉ.) મહેન્દ્ર પાલ | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ | ગુજરાત |
59 | ઉમાશંકર પાંડે | સામાજિક કાર્ય | ઉત્તર પ્રદેશ |
60 | રમેશ પરમાર અને શાંતિ પરમાર | કલા | મધ્યપ્રદેશ |
61 | હનુમંત રાવ પાસુપુલેતી | મેડિકલ | તેલંગાણા |
62 | નલિની પાર્થસારથી ડૉ | મેડિકલ | પુડુચેરી |
63 | રમેશ પતંગે | સાહિત્ય અને શિક્ષણ | મહારાષ્ટ્ર |
64 | ક્રિષ્ના પટેલ | કલા | ઓડિશા |
65 | કે કલ્યાણસુંદરમ પિલ્લઈ | કલા | તમિલનાડુ |
66 | વી.પી. અપ્પુકુટ્ટન પોડુવલ | સામાજિક કાર્ય | કેરળ |
67 | કપિલ દેવ પ્રસાદ | કલા | બિહાર |
68 | SRD પ્રસાદ | રમતગમત | કેરળ |
69 | શાહ રશીદ અહેમદ કાદરી | કલા | કર્ણાટક |
70 | સી.વી.રાજુ | કલા | આંધ્ર પ્રદેશ |
71 | બક્ષી રામ | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ | હરિયાણા |
72 | ચેરુવાયલ કે રામન | અન્ય - કૃષિ | કેરળ |
73 | સુજાતા રામદોરાઈ | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ | કેનેડા |
74 | અબ્બારેડ્ડી નાગેશ્વર રાવ | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ | આંધ્ર પ્રદેશ |
75 | પરેશભાઈ રાઠવા | કલા | ગુજરાત |
76 | બી રામકૃષ્ણ રેડ્ડી | સાહિત્ય અને શિક્ષણ | તેલંગાણા |
77 | મંગળા કાંતિ રોય | કલા | પશ્ચિમ બંગાળ |
78 | કુ. કે.સી. રનરેમસંગી | કલા | મિઝોરમ |
79 | વાડીવેલ ગોપાલ અને માસી સદૈયાં | સામાજિક કાર્ય | તમિલનાડુ |
80 | મનોરંજન સાહુ | મેડિકલ | ઉત્તર પ્રદેશ |
81 | પતયત સાહુ | કૃષિ | ઓડિસા |
82 | ઋત્વિક સાન્યાલ | કલા | ઉત્તર પ્રદેશ |
83 | કોટા સચ્ચિદાનંદ શાસ્ત્રી | કલા | આંધ્ર પ્રદેશ |
84 | સંકુરાત્રી ચંદ્ર શેખર | સામાજિક કાર્ય | આંધ્ર પ્રદેશ |
85 | કે શનાથોઇબા શર્મા | રમતગમત | મણિપુર |
86 | નેક્રમ શર્મા | અન્ય - કૃષિ | હિમાચલ પ્રદેશ |
87 | ગુરચરણ સિંહ | રમતગમત | દિલ્હી |
88 | લક્ષ્મણ સિંહ | સામાજિક કાર્ય | રાજસ્થાન |
89 | મોહન સિંહ | સાહિત્ય અને શિક્ષણ | જમ્મુ અને કાશ્મીર |
90 | થૌનાઓજમ ચાઓબા સિંહ | જાહેર બાબતો | મણિપુર |
91 | પ્રકાશચંદ્ર સૂદ | સાહિત્ય અને શિક્ષણ | આંધ્ર પ્રદેશ |
92 | નેઇહુનુઓ સોરઠી | કલા | નાગાલેન્ડ |
93 | ડો. જનુમસિંહ સોયા | સાહિત્ય અને શિક્ષણ | ઝારખંડ |
94 | કુશોક થીક્સે નાવાંગ ચંબા સ્ટેનઝિન | અન્ય - આધ્યાત્મિકતા | લદ્દાખ |
95 | એસ સુબ્બારામન | અન્ય - પુરાતત્વ | કર્ણાટક |
96 | મોઆ સુબોંગ | કલા | નાગાલેન્ડ |
97 | પાલમ કલ્યાણ સુંદરમ | સામાજિક કાર્ય | તમિલનાડુ |
98 | રવિના રવિ ટંડન | કલા | મહારાષ્ટ્ર |
99 | વિશ્વનાથ પ્રસાદ તિવારી | સાહિત્ય અને શિક્ષણ | ઉત્તર પ્રદેશ |
100 | ધનીરામ ટોટો | સાહિત્ય અને શિક્ષણ | પશ્ચિમ બંગાળ |
101 | તુલા રામ ઉપ્રેતી | અન્ય - કૃષિ | સિક્કિમ |
102 | ડો. ગોપાલસામી વેલુચામી | મેડિકલ | તમિલનાડુ |
103 | ડૉ. ઈશ્વરચંદર વર્મા | મેડિકલ | દિલ્હી |
104 | કુમી નરીમાન વાડિયા | કલા | મહારાષ્ટ્ર |
105 | કર્મ વાંગચુ | સામાજિક કાર્ય | અરુણાચલ પ્રદેશ |
106 | ગુલામ મુહમ્મદ ઝાઝ | કલા | જમ્મુ અને કાશ્મીર |
સામાજિક કાર્ય(ગાંધીવાદી) માટે વી પી અપ્પુકુટ્ટન પોડુવલમને પદ્મશ્રી
હેરાકા ધર્મના સંરક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર દીમા હાસાઓના નાગા સામાજિક કાર્યકર રામકુઈવાંગબે ન્યુમેને સામાજિક કાર્ય(સંસ્કૃતિ) ક્ષેત્રમાં પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. સાથે જ ગાંધીવાદી અને પૈય્યાનૂરના સ્વતંત્ર સેનાની વી પી અપ્પુકુટ્ટન પોડુવલમને સામાજિક કાર્ય(ગાંધીવાદી) ક્ષેત્રમાં પદ્મ શ્રીથી સન્માનિક કરવામાં આવશે.
સામાજિક કાર્ય(સસ્તી સ્વાસ્થ્ય સેવા) માટે શંકુરથ્રી ચંદ્રશેખરની પસંદગી
કાકીનાડા સ્થિત સામાજિક કાર્યકર્તા શંકુરથ્રી ચંદ્રશેખર, જેમણે જરૂરતમંદ લોકોને મફત ચિકિત્સા અને શિક્ષા સેવાઓ પ્રદાન કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, તેમણે સામાજિક કાર્ય(સસ્તી સ્વાસ્થ્ય સેવા) ક્ષેત્રમાં પદ્મ શ્રીથી સન્માતિ કરવામાં આવશે.
ઝેરી સાપ પકડવામાં નિષ્ણાત
ઈરૂલા જનજાતિના નિષ્ણાત સાપ પકડનારા વાડીવેલ ગોપાલ અને માસી સદૈયાને સામાજિક કાર્ય (પ્રાણી કલ્યાણ) ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.