ચિદમ્બરમ સાથે ગેરવર્તણૂક:પૂર્વ નાણામંત્રીને કોંગ્રેસ સમર્થક વકીલોએ જ દલાલ કહ્યા, મમતા સરકારમાં થયેલા કૌભાંડના વકીલ તરીકે આવ્યા હતા

કોલકાતા25 દિવસ પહેલા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમની સાથે બુધવારે કલકત્તા હાઈકોર્ટેની બહાર પાર્ટી કાર્યકર્તાઓએ ગેરવતર્ણૂક કરી. કોંગ્રેસ સમર્થક વકીલોએ કોર્ટરૂમની બહાર કાળાં કપડાં દેખાડીને ચિદમ્બરમનો વિરોધ કર્યો. એટલું જ નહીં, તેમને મમતા બેનર્જીના દલાલ પણ કહ્યા.

શું છે સમગ્ર ઘટના?
પી. ચિદમ્બરમ કલકત્તા હાઈકોર્ટમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણુમૂલ કોંગ્રેસ (TMC) વિરૂદ્ધ દાખલ ભ્રષ્ટાચારના એક કેસમાં વકીલાત કરવા પહોંચ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે હાઈકોર્ટમાં જનહિત અરજી કરનાર લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી છે. ચૌધરી પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પણ છે.

ચૌધરીએ મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારે કેવેન્ટર એગ્રોની સાથે મળીને મેટ્રો ડાયરીના શેર ઘણી ઓછી કિંમતે વેંચી દીધા. જે બાદમાં સિંગાપુરની એક મોટી કંપનીને ઉંચી કિંમતી વેંચી નાખ્યા. આ સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચારનો મામલો છે.

આવા જ નેતાઓએ પાર્ટીને પતાવી દીધી
પાર્ટીના લીગલ સેલના આ કાર્યકર્તાઓનું કહેવું છે કે કોંગ્રેસના કાર્યકર્તા TMC વિરૂદ્ધ લડી રહ્યાં છે. તો એક પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પાર્ટી મોટા નેતા થોડાં પૈસા માટે અમારી વિરૂદ્ધ કેસની દલીલ કરે છે. આવા નેતાઓએ જ કોંગ્રેસ જેવી પાર્ટીને પતાવી દીધી છે.

વિરોધ કરી રહેલા વકીલોએ ચિદમ્બરમને કહ્યું કે તમારા જેવા નેતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની ભાવનાઓ સાથે રમત રમે છે. તમારા જેવા નેતાઓએ પાર્ટીનો સત્યનાસ કરી દીધો છે. આ વકીલોએ બંગાળમાં પાર્ટીની દુર્ગતિ માટે પણ ચિદમ્બરમને જ જવાબદાર ગણાવ્યા.

ભ્રષ્ટાચારના જે કેસની વકીલાત કરવા ચિદમ્બરમ ગયા હતા તે તેમની જ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કરી છે.
ભ્રષ્ટાચારના જે કેસની વકીલાત કરવા ચિદમ્બરમ ગયા હતા તે તેમની જ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કરી છે.

મહિલા વકીલોએ કહ્યું- ગો બેક ચિદમ્બરમ
વકીલ કૌસ્તવ બાગચીએ પણ ચિદમ્બરમને 'મમતાના દલાલ' કહ્યા. પૂર્વ કેન્દ્રી મંત્રીએ જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી પાર્ટીના નેતા વિરુદ્ધ કેસ લડવા કેમ આવ્યા? શું તેમને ખબર ન હતી કે મામલામાં ઘણાં પૈસા લાગેલા છે અને તેની પાછળ રાજ્ય સરકારનો હાથ છે? મહિલા વકીલ સુમિત્રા નિયોગીએ તો ચિદમ્બરમની કારની સામે પોતાનો કોર્ટ ઉતારીને તેમની સામે લહેરાવ્યો. તેમને ચિદમ્બરમ વિરુદ્ધ ગો બેકના નારા પણ લગાવ્યા.

મહામુસીબતે ત્યાંથી નીકળી શક્યા ચિદમ્બરમ
આ દરમિયાન સુરક્ષાકર્મી કોંગ્રેસ સેલના તે વકીલને ખસેડતા રહ્યા જેઓ વિરોધ કરી રહ્યાં હતા. વારંવાર સુરક્ષાકર્મી વકીલને ખસેડવાનો પ્રયાસ કરતા રહ્યાં હતા, પરંતુ વકીલ વારંવાર ક્યારેક ચિદમ્બરમની સામે તો ક્યારેક તેમની બાજુમાં આવી જોરજોરથી સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા. જો કે આ દરમિયાન ચિદમ્બરમ મૌન જ રહ્યાં. તેઓ એક શબ્દ પણ બોલ્યા ન હતા. માત્ર એક-બે વખત આંગળીથી ઈશારા કર્યા.

ચિદમ્બરમ અને ચૌધરીએ શું કહ્યું?
પશ્ચિમ બંગાળના પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ વિરોધને લઈને નિવેદન આપ્યું. ચૌધરીએ જણાવ્યું કે ચિદમ્બર વ્યવસાયે એક વકીલ છે. તેમને પોતાના ક્લાઈન્ટ પસંદ કરવા કેસ લડવાનો અધિકાર છે. કોંગ્રેસ સમર્થકના વિરોધને તેમને સ્વભાવિક પ્રતિક્રિયા ગણાવી. તો વિરોધને લઈને ચિદમ્બરમે કહ્યું, 'આ સ્વતંત્ર દેશ છે. મારી કોઈ ટિપ્પણી નથી. મને આ મુદ્દે ટિપ્પણી કેમ કરવી જોઈએ?'

અન્ય સમાચારો પણ છે...