તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • P. Chidambaram Said Congress Is Nowhere On The Ground Telling The Results Of Elections

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાં અસમંજસ:પી. ચિદમ્બરમે કહ્યું- ચૂંટણીનાં પરિણામોએ ચિંતા વધારી, કોંગ્રેસ પાયાના સ્તરે ક્યાંય નથી

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

(મુકેશ કૌશિક) કોંગ્રેસનું પાયાના સ્તરે સંગઠન નબળું પડી ચૂક્યું છે. દરેક સ્તરે આત્મમંથનની જરૂર છે. આવું કહેવું ટોચના કોંગ્રેસનેતા પી. ચિદમ્બરમનું છે. તેમણે આ વાત ભાસ્કરને આપેલા એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યુમાં કહી છે. ચિદમ્બરમે કહ્યું હતું કે રાહુલ ગાંધી કોઈ બિનગાંધીને આગામી ચૂંટણી માટે પ્રાથમિકતા આપવાની વાત કહી ચુક્યાં છે. એવામાં AICC કોને અધ્યક્ષ તરીકે ચૂંટશે, કહી શકાય નહીં. તાજેતરમાં બિહાર ચૂંટણી અને પેટાચૂંટણીનાં પરિણામો પછી કોંગ્રેસની સ્થિતિ પર પૂર્વ નાણામંત્રી સાથે સવાલ-જવાબ કર્યા હતા.

બિહાર ચૂંટણીપરિણામોએ કોંગ્રેસને શું સંદેશ આપ્યો?
મેસેજ મળ્યા છે કે બિનભાજપી ગઠબંધન, ભાજપના ગઠબંધનના જેટલા જ વોટ મેળવી શકે છે, પરંતુ ભાજપના ગઠબંધનથી બેઠકોના કેસમાં આગળ નીકળવા માટે આપણે પાયાના સ્તરે મજબૂત સંગઠન જોઈએ. પાયાના સ્તરે પક્કડ મજબૂત હોય તો નાની પાર્ટીઓ પણ જીતી શકે છે, આ ભાકપા-માલે અને AIMIAએ સાબિત કર્યું.

કોંગ્રેસ મહાગઠબંધનની કડી નબળી ગણવામાં આવી, તમે આનાથી સહમત છો?
મને લાગે છે કે કોંગ્રેસે બિહારમાં તેમના સંગઠનની શક્તિથી વધુ બેઠકો પર ચૂંટણી લડી હતી. કોંગ્રેસને મળેલી 25 બેઠક એવી હતી, જેની પર 20 વર્ષથી ભાજપ અથવા તેના સહયોગી જીતી રહ્યા હતા. કોંગ્રેસે આ બેઠકો પર ચૂંટણી લડવાનો ઈનકાર કરવો જોઈતો હતો. પાર્ટીને માત્ર 45 ઉમેદવાર ઉતારવા જોઈતા હતા. હવે કેરળ, તામિલનાડુ, પુડ્ડુચેરી, પશ્વિમ બંગાળ અને આસામ સામે છે. અમારે જોવાનું છે કે ત્યાં કેવાં પરિણામ સામે આવે છે.

કોરોના અને આર્થિક મંદીના મુદ્દા છતાં બિહાર અને પેટાચૂંટણીમાં સારો દેખાવ કેમ ન થયો?
હું ગુજરાત, મધ્યપ્રદેશ, યુપી અને કર્ણાટકની પેટાચૂંટણીનાં પરિણામોથી વધુ ચિંતિત છું. આ પરિણામો જણાવે છે કે પાયાના સ્તર પર કાં તો પાર્ટી સંગઠન ક્યાંય નથી અથવા નબળું પડી ચૂક્યું છે. બિહારમાં RJD-કોંગ્રેસ માટે જમીન ઉળદ્રુપ હતી. અમે જીતના આટલા નજીક રહીને કેમ હાર્યા, એની સમીક્ષા થવી જોઈએ. યાદ રાખો, વધુ સમય નથી થયો જ્યારે કોંગ્રેસે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને ઝારખંડમાં જીત હાંસિલ કરી હતી.

બિહારમાં મતગણતરીમાં ગોટાળો થયો હોવાના આરોપ પણ લગાવાઈ રહ્યા છે?
મને વિગતની નથી ખબર. દુનિયાભરમાં આ પ્રથા છે કે જીતનું અંતર ઓછું હોય તો ફરી ગણતરી થાય છે. ચૂંટણીપંચે 1000 અથવા 2000થી ઓછા અંતરવાળી બેઠકો પર ફરી ગણતરી કરાવી લેત તો શું થઈ જાત.

રાહુલ ગાંધી ભાર આપી રહ્યા છે કે કોઈ બિનગાંધી પાર્ટીનું નેતૃત્વ કરે અથવા આનાથી સુધારો થશે?
હું ન કહી શકું કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની બેઠકમાં અધ્યક્ષ કોણ ચૂંટાશે. કોઈપણ ચૂંટણી લડી શકે છે. રાહુલ કોઈ બિનગાંધી પ્રત્યે પોતાની પ્રાથમિકતા વ્યક્ત કરી ચૂક્યા છે. CWCએ અધ્યક્ષ પસંદ કરવા માટે AICCનું અધિવેશન બોલવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

23 નેતાએ હાઈકમાન્ડને ચિઠ્ઠી લખી, આત્મ વિશ્લેષણ થવું જોઈએ
આત્મ વિશ્લેષણ પંચાયતથી માંડીને બ્લોક સ્તર પર થવું જોઈએ. CWCએ 24 ઓગસ્ટની બેઠકમાં આત્મમંથનની વાત સ્વીકારી હતી. જ્યાં સુધી ચિઠ્ઠીની વાત છે, પાર્ટીમાં ચર્ચાઓ તો ચાલતી રહે છે. ક્યારેક ક્યારેક તે સાર્વજનિક પણ થઈ જાય છે. આમાં અસામાન્ય કંઈ જ નથી.

ગુપકાર પર ઘેરાઈ કોંગ્રેસ, ભાજપે સવાલ કર્યા
જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોના ગુપકાર મેનિફેસ્ટો ગઠબંધનમાં કોંગ્રેસ સાથે હોવાના મુદ્દે ભાજપ સતત પ્રહાર કરી રહી છે. મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતાં તેને ગુપકાર ગેંગ ગણાવી હતી. શાહે કહ્યું હતું કે ગુપકાર ગેંગે ગ્લોબલ થઈ રહી છે. તેઓ ઈચ્છે છે કે જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય શક્તિ દખલગીરી કરે. શું સોનિયાજી અને રાહુલજી ગુપકારના આવા પગલાનું સમર્થન કરી રહ્યાં છે? તેમને તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ.

આરોપનું કારણ-ગુપકાર પક્ષોએ કોંગ્રેસને 3 સીટ આપી
પહેલી વખત જમ્મુ-કાશ્મીરના વિરોધી પક્ષ પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશનના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ સત્તાવાર રીતે PAGDનો ભાગ નથી, પણ બેઠકો પર તાલમેલ છે. PAGDએ જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના પહેલા 2 તબક્કાની જે યાદી જાહેર કરી છે એમાં કોંગ્રેસને 3 બેઠક મળી છે.

કોંગ્રેસની સ્પષ્ટતા- અમે ગુપકારનો ભાગ નથી, બસ ચૂંટણી લડીશું
પાર્ટી પ્રવક્તા રણદીપ સૂરજેવાલાનું કહેવું છે કે કોંગ્રેસ ગુપકારનો ભાગ નથી. પાર્ટી જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી લડી રહી છે, જેથી ભાજપનો જનવિરોધી ચહેરો સામે આવે. ગૃહમંત્રી તેમની જવાબદારીને બાજુમાં રાખીને ભ્રામક નિવેદનબાજી કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો