તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Oxygen Will Be Sent By Trains Across The Country For Corona Patients, Speeding Up Supply In States With Severe Shortages

રેલવેની ઓક્સિજન એક્સપ્રેસ:કોરોનાના દર્દીઓ માટે દેશભરમાં ટ્રેનોથી ઓક્સિજન મોકલવામાં આવશે, કારમી અછત ધરાવતાં રાજ્યોમાં પુરવઠો વધારવામાં ઝડપ આવશે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના દર્દીને લીધે વધેલી માંગ અને દેશભરમાં ઓક્સિજનની અછતને દૂર કરવા માટે રેલવે ઓક્સિજન એક્સપ્રેસ ચાલવશે. રેલવે મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી કે ટ્રેનોથી દેશભરમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સિલેન્ડર ડિલિવર કરવામાં આવશે. ટૂંક સમયમાં આ માટેની ટ્રેનો દોડશે.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારે રેલવેને લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરવાની સંભાવના અંગે વિચાર કરવા કહ્યું હતું. ત્યારબાદ રેલવેએ લિક્વિડ ઓક્સિજનના ટ્રાન્સપોર્ટેશનની ટેકનોલોજી સંબંધિત મુશ્કેલીની તપાસ કરી હતી. તમામ બાબતોની ખરાઈ કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે માલગાડીની ખાલી બોગીઓમાં ઓક્સિજન ટેન્કર મોકલવામાં આવશે. મુંબઈના બોઈસરમાં રવિવારે આ માટેનો એક ટ્રાયલ કરવામાં આવ્યો. તેને એક ભરેલા ટેન્કર ફ્લેટ વેગન પર લોડ કરી તપાસ કરવામાં આવી હતી.

ત્રણ શહેરમાં બનશે રૈંપ
આ મુદ્દે 17 એપ્રિલના રોજ રેલવે બોર્ડના અધિકારીઓસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશ્નર્સ અને ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. તેમાં ઝોનલ રેલવેને આદેશ આપવામાં આવ્યા છે કે ટ્રેલર મંગાવવા અને તેને પરત લોડ કરવામાં ઝડપ લાવવામાં આવે. આ માટે વિજાગ, અંગુલ અને ભિલાઈમાં રૈંપ કરવામાં આવે. મુંબઈના કાલાંબોલીમાં બનેલા રૈંપને વધારે મજબૂત કરવામાં આવે.

સપ્લાઈ માટે ગ્રીન કોરિડોર પણ બનશે
અધિકારીઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રથી ઓક્સિજન લેવા માટે 10 ખાલી ટેન્કર સોમવારે વિશાખાપટ્ટનમ, વિજાગ, જમશેદપુર, રાઉરકેલા અને બોકારો મેકલવામાં આવશે. તેના ત્યારપછીના કેટલાક દિવસમાં ઓક્સિજન એક્સપ્રેસ શરૂ કરવામાં આવે તેવી આશા છે. તેનાથી જ્યાં પણ માંગ છે ત્યાં ઓક્સિજન મોકલી શકાશે. ઓક્સિજન એક્સપ્રેસને ઝડપભેર ચલાવવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે.

અત્યારે રાજ્યોમાં ઓક્સિજનની શું સ્થિતિ છે

દિલ્હીઃ કેજરીવાલે કેન્દ્ર પાસે મદદ માંગી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કોરોનાના દર્દીઓ માટે 7000 બેડ રિઝર્વ કરવા અને તાત્કાલિક ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે. દિલ્હીમાં ઓક્સિજન અને રેમડેસિવિરની અછત છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ICU બેડ મર્યાદિત સંખ્યામાં છે. ઓક્સિજન અને ICU બેડ ઝડપભેર ઘટી રહ્યા છે.

મધ્ય પ્રદેશઃ ઓક્સિજનની અછત જીવલેણ બની
અહીંના શહડોલ મેડિકલ કોલેજમાં ઓક્જિસનના સપ્લાઈનું પ્રેસર ઓછું હોવાથી શનિવારે 12 કોવિડ દર્દીના મોત થયા હતા. તમામ ICUમાં દાખલ છે. અહીંના ઉજ્જૈનમાં કેટલાક લિદવ અગાઉ 4,200 રૂપિયામાં મળતા ઓક્સિજન સિલેન્ડરની કિંમત 15 આપવા છતા મળતા નથી. આ અગાઉ 15 એપ્રિલના રોજ જબલપુરમાં લિક્વિડ પ્લાન્ટમાં ખરાબીને લીધે ઓક્સિજન સપ્લાઈ બંધ થતા 5 દર્દીના મોત થયા હતા.

ઉત્તર પ્રદેશઃ લખનઉ PGIમાં માંગ 10 ગણી વધી
રાજધાની લખનઉ સહિત અનેક મોટા શહેરોમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. હોસ્પિટલોમાં જગ્યા નથી. ખાનગી હોસ્પિટલોમાં ભરતી થયેલા દર્દીઓના પરિવારજનો જ ઓક્સિજન સિલેન્ડરનો પુરવઠાની વ્યવસ્થા કરાવી રહ્યા છે. ઓક્સિજન ફેક્ટરીઓની બહાર લાંબી લાઈન લાગી છે. લખનઉના PGIમાં અગાઉ દરરોજ 50 સિલેન્ડરનો વપરાશ થઈ રહ્યો હતો, હવે 500 સિલેન્ડરનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓક્સિજન સિલેન્ડર બનાવતી કંપનીના જણાવ્યા પ્રમાણે અગાઉ દરરોજ 1200 સિલેન્ડર તૈયાર કરતા હતા, જે હવે 1900 જેટલા ઉત્પાદન કરે છે. તેમ છતાં તેની અછત છે.
મહારાષ્ટ્રઃ બીજાં રાજ્યો પાસેથી માગવી પડે છે કે ઓક્સિજન
8 એપ્રિલના રોજ પ્રદેશમાં 34,100 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર હતા. એપ્રિલના અંત સુધીમાં આ આંકડો 9 લાખ પહોંચી શકે છે. આ સ્થિતિમાં ઓક્સિજનની અછત સર્જાઈ શકે છે. મહારાષ્ટ્ર 30-50 મેટ્રીક ટન ઓક્સિજન ગુજરાત અને 50 ટન છત્તીસગઢથી મંગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

રાજસ્થાનઃ સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં જ અછત
રાજસ્થાનના સૌથી મોટા કોવિડ હોસ્પિટલ જયપુરના RUHSમાં 1,700 ઓક્સિજન સિલેન્ડર વર્કિંગ છે અને 1,500નું બેકઅપ છે. અહીં દરરોજ 100થી વધારે દર્દી થઈ રહી છે. જ્યારે 700થી વધારે ઓક્સિજન સપોર્ટ પર છે. અહીં જરૂરિયાત 800થી વધારે સિલેન્ડરની છે. ભિવાડીથી આવતા લિક્વિડ ઓક્સિજનને સિલેન્ડરોમાં ભરવા માટે RUHS માં પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. તેમાં 1,700 સિલેન્ડરની ઓક્સિજન દરેક સમયે તૈયાર રહે છે.

પંજાબઃ 25 ટકા ઓક્સિજન બેડ જ ભરાયાં
પંજાબમાં મેડિકલ ઓક્સિજન બનાવતા 7 યુનિટ છે. અહીં 80 મેટ્રીક ટન ઓક્સિજન તૈયાર થાય આ ઉપરાંત હિમાચલ, હરિયાણા અને ઉત્તરાખંડથી 140 મેટ્રિક ટન ઓક્સિજન આવે છે. અત્યારે પંજાબમાં 100 મેટ્રીક ટન ઓક્સિજનની માંગ છે. પ્રદેશમાં હજુ ફક્ત 25 ટકા ઓક્સિજન બેડ ભરાયેલા છે. મોટી સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે.