દિકરીના મોત માટે કોણ જવાબદાર:એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પુરો થઈ ગયો, 2 મહીનાની બાળકીએ માતાના ખોળામાં જ જીવ ગુમાવ્યો

ગુના3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એમ્બ્યુલન્સમાં 14 કિલો ઓક્સિજન હોય છે જે 200 કિમી સુધી ચાલે છે, તે 35 કિમીમાં જ પુરો થઈ ગયો
  • નિમોનિયાથી પીડિત બાળકીને ગુનાથી ગ્વાલિયર રીફર કરવામાં આવી હતી, ડ્રાઈવર શિવપુરી છોડીને આવી ગયો હતો

એમ્બ્યુલન્સ 108થી રેફર કરવામાં આવેલી બાળકીનું ગ્વાલિયર પહોંચતા પહેલા જ મોત થઈ ગયું છે. તેને નિમોનિયા અને હાર્ટમાં મુશ્કેલી હતી. તેને ગુનાની જિલ્લા હોસ્પિટલમાંથી મંગળવારે સાંજે ગ્વાલિયર રીફર કરવામાં આવી હતી. જોકે 35 કિલોમીટર દૂર મ્યાના સુધી પહોંચતા-પહોંચતા એમ્બ્યુલન્સમાં ઓક્સિજન ખત્મ થઈ ગયો. જ્યારે બીજી ગાડીમાં આવેલી બાળકીએ તડપી-તડપીને માતાના ખોળામાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. અસંવેદનશીલતાની હદ ત્યારે થઈ ગઈ જ્યારે એમ્બ્યુલન્સનો ડ્રાઈવેર શબને જ ઓક્સિજન લગાવીને શિવપુરી લઈ ગયો.

મૃત્યુ પામેલી બાળકીના પિતાનું કહેવું છે કે શિવપુરીમાં અમે અમારી 2 મહિનાની બાળકીના શબને લઈને આમતેમ ભટકતા રહ્યાં, જોકે કોઈ આ અંગે ધ્યાન ન આપ્યું. અમને પરત ગુના આવવા માટે કોઈ વાહન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું ન હતું. અમે પ્રાઈવેટ ગાડીમાં પરત ફર્યા તેનું ભાડું પણ બીજા પાસેથી ઉછીના પૈસા લઈને ચુકવ્યું.

રેફીર કર્યાના 5 કલાક બાદ મળી હતી એમ્બ્યુલન્સ

આરોનના ગુલાબગંજના રહેવાસી અનિલ વશંકરની બે મહીનાની પુત્રી કનકની અચાનક તબિયત બગડી હતી. તેના પગલે પરિવારના સભ્યો તેને સોમવારે જિલ્લા હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. જ્યાં તેને રાતે દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન શિશુ રોગના એક્સપર્ટે બાળકીને નિમોનિયા અને હાર્ટમાં સમસ્યા હોવાનું જણાવ્યું હતું. મંગળવારે બપોરે 1 વાગ્યે તેને ગ્વાલિયર રિફર કરવામાં આવી હતી.

વ્યવસ્થા પર સવાલ

બાળકીને જે એમ્બ્યુલન્સ 108થી ગ્વાલિયર લઈને જઈ રહી હતી, તેમા મ્યાના છોડયા પછી તરત જ ઓક્સિજન ખત્મ થઈ ગયો. સવાલ એ છે કે એક એમ્બ્યુલન્સમાં 14 કિલો ઓક્સિજન હોય છે તો 200 કિમીની મુસાફરીમાં તે કઈ રીતે ખ્તમ થઈ ગયો  ?

ઈન્ચાર્જે કહ્યું- ટેકનિકલ ખરાબી આવી

ઓક્સિજન ખત્મ થઈ જવાના સવાલ પર જિગિત્સા હેલ્થ કેરના સમન્વયક ગિર્રરાજ તોમરે કહ્યું કે એમ્બ્યુલન્સમાં ટેકનિકી ખરાબી આવી ગઈ હતી. જોકે ખરાબી શું આવી હતી, તે જણાવ્યું નથી.

માતા-પિતાએ ભાડાનું વાહન લઈને આવું પડ્યું હતું

બાળકીના પિતા અનિલ વંશકારનું કહેવું છે કે તેમની બે માસની પુત્રી મ્યાનાની પાસે જ ઓક્સિજન ન મળવાથી ખત્મ થઈ ચૂકી હતી. જોકે અમને જબરજસ્તીથી ડ્રાઈવર શિવપુરી સુધી લઈ ગયો હતો. ગુના પરત આવવા માટે પણ ઘણા લોકોને હાથ જોડ્યા અને પગ પકડ્યા. જોકે કોઈએ ન સાંભળ્યું. એક પ્રાઈવેટ વાહન ચાલકે 5 હજાર માંગ્યા, પરંતુ અમારી સ્થિતિ જોઈને 3 હજાર રૂપિયામાં છોડવા તૈયાર થયો. અંતે અમે મંગળવારે રાતે ગુના પહોંચ્યા.

અસંવેદનશીલઃ શબને લગાવી દીધો ઓક્સિજન

એમ્બ્યુલન્સના સ્ટાફે જોયું કે બાળકીના પરિવારના સભ્યો ગુસ્સામાં છે તો તેમણે દિલાસો આપતા કહ્યું કે હાલ શ્વાસ ચાલી રહ્યો છે. બાદમાં શબને ઓક્સિજન લગાવી દીધો અને સીધા જ શિવપુરી જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાં ડોક્ટરોએ તેના મોતની પુષ્ટિ કરી. પરિવારના સભ્યો આ વાત સાંભળતા જ રડવા લાગ્યા અને ડ્રાઈવરને કહ્યું કે અમને પરત ગુના લઈ જાવ, તો જવાબ મળ્યો કે તે નિયમમાં આવતું નથી. શિવપુરીમાં તેમને છોડીને એમ્બ્યુલન્સ ગુના આવી ગઈ.

અન્ય સમાચારો પણ છે...