મન્ડે પોઝિટિવ:બીજી લહેરની તુલનામાં ઓક્સિજન બેડ 92%, ICU બેડ 98% સુધી ખાલી

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં ત્રીજી લહેર, પરંતુ દર્દીઓ ગંભીર રીતે બીમાર નથી પડતા

દેશમાં હવે રોજ 1.60 લાખથી વધુ કોરોના દર્દી નોંધાઈ રહ્યા છે. મુંબઈ સહિત અનેક મોટા શહેરોમાં નવા દર્દીઓની સંખ્યા નવા પિક પર પહોંચી ગઈ છે. આ દરમિયાન સુખદ વાત એ છે કે, આ વખતે દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરવાની પણ જરૂર નથી પડી રહી. જે દર્દીઓએ ભરતી થવું પડે છે, તેમને ઓક્સિજન કે આઈસીયુ બેડની જરૂર પણ બીજી લહેરની તુલનામાં ઘણી ઓછી પડી રહી છે.

દેશના ચાર મેટ્રો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને બેંગલુરુમાં બીજી અને ત્રીજી લહેર વખતે ઓક્સિજન બેડ અને આઈસીયુ બેડની ઓક્યુપન્સીના ડેટા પરથી માલુમ પડે છે કે, આ વખતની ત્રીજી લહેરમાં 92% સુધી ઓક્સિજન બેડની જરૂર ઓછી પડી રહી છે. એવી જ રીતે, આઈસીયુ બેડની માગ પણ ઘણી ઘટી ગઈ છે. બીજી લહેરની તુલનામાં આઈસીયુ બેડ ફક્ત 2% જ ભરાયા છે.

એટલે કે જે મોટા શહેરોમાં કોરોના વધુ ફેલાઈ રહ્યો છે, ત્યાં દર્દીઓને સામાન્ય બેડની જરૂર પડી રહી છે. નિષ્ણાતોના મતે, કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ છેલ્લા વેરિયન્ટની તુલનામાં ફેફસાંને પણ ઓછું નુકસાન પહોંચાડી રહ્યો છે.

આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે, હાલ દિલ્હીમાં લૉકડાઉનની જરૂર નથી. લોકોની આજીવિકા બચાવવા માટે ઓછામાં ઓછા પ્રતિબંધ લગાવવા પડશે. હોસ્પિટલ આવનારાની સંખ્યા ઓછી છે, એટલે ચિંતાની વાત નથી.

અન્ય સમાચારો પણ છે...