તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Oxford University AstraZeneca COVID 19 Vaccine Approves By UK Regulator | All You Need To Know

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન અંગે સારા સમાચાર:ભારતમાં પણ આજે કોવિશીલ્ડને અપ્રૂવલ મળવાના અણસાર, ડ્રગ કંટ્રોલરે મીટિંગ બોલાવી

લંડન2 મહિનો પહેલા

કોરોના વેક્સિન અંગે ભારતમાં પણ આજે જ મહત્ત્વના સમાચાર સામે આવી શકે છે. ભારતીય ડ્રગ કંટ્રોલરની એક્સપર્ટ કમિટીએ બુધવારે મીટિંગ બોલાવી છે, જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બની રહેલી વેક્સિન ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાને ઈમર્જન્સી અપ્રૂવલ આપવામાં આવી શકે છે. સીરમ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન બનાવી રહ્યું છે.

બ્રિટને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા તરફથી ડેવલપ કરવામાં આવેલી કોરોના વેક્સિન-કોવિશીલ્ડને ઈમર્જન્સી અપ્રૂવલ આપી દીધી છે. આગામી સપ્તાહથી આ વેક્સિન પણ સરકારના વેક્સિનેશન પ્રોગ્રામમાં સામેલ થઈ જશે. આ ભારત માટે સારા સમાચાર છે, કારણ કે આમા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઝડપથી કોવિશીલ્ડ માટે ઈમર્જન્સી અપ્રૂવલ મળવાનો રસ્તો ખૂલી ગયો છે.

બ્રિટનમાં આ વખતે માત્ર ફાઈઝર-બાયોએનટેકની વેક્સિનને ઈમર્જન્સી અપ્રૂવલ મળી હતી. સરકારી ડેટાના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં લગભગ છ લાખ લોકોને વેક્સિનેટ કરાઈ ચૂક્યા છે. એસ્ટ્રાજેનેકાએ એક નિવેદનમાં દાવો કર્યો કે વેક્સિનનો પહેલો ડોઝ બુધવારે રિલીઝ થશે. વેક્સિનેશન નવા વર્ષની શરૂઆતથી શરૂ કરાશે, જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપનીની બ્રિટન સરકાર સાથે 10 કરોડ ડોઝ સપ્લાઇ કરવાની ડીલ થઈ છે.

ભારતમાં જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં અપ્રૂવલ મળવાની આશા છે
SIIએ ડ્રગ રેગ્યુલેટર પાસે કોવિશીલ્ડ માટે જ ઈમર્જન્સી અપ્રૂવલ માગી છે. ગત સપ્તાહે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ કહ્યું હતું કે બ્રિટનમાં આ વેક્સિનને અપ્રૂવલ મળ્યા પછી જ આ અંગે વિચારણા કરાશે. આ સંબંધમાં કમિટીએ SII પાસે અમુક ડેટા માગ્યો હતો, જે ગત સપ્તાહે જમા કરાવી દેવાયો છે. અદાર પૂનાવાલાએ બે દિવસ પહેલાં જ કહ્યું હતું કે વેક્સિનને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં અપ્રૂવલ મળવાની આશા છે.

50-60 લાખ ડોઝ તૈયાર કરાયા
પૂનાવાલાએ એવું પણ કહ્યું હતું કે કંપનીએ પોતાના જોખમે 50થી 60 લાખ ડોઝ તૈયાર કરી લીધા છે. ફેબ્રુઆરી સુધી 10 કરોડ વેક્સિન ડોઝ તૈયાર કરી લેવાશે. જેવી જ ઈમર્જન્સી અપ્રૂવલ મળી જશે, વેક્સિનની ડિલિવરી શરૂ થઈ જશે. સરકારને 250 રૂપિયા અને સામાન્ય ભારતીયોને 500 રૂપિયામાં વેક્સિનનો ડોઝ મળશે.

કેવાં રહ્યાં કોવિશીલ્ડનાં પરિણામ
એસ્ટ્રાજેનેકાએ 23 નવેમ્બરે આના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ્સનાં પરિણામ જાહેર કર્યાં હતાં, જેના જણાવ્યા પ્રમાણે, જ્યારે એક હાફ અને એક ફુલ ડોઝ આપવામાં આવ્યો તો એ 90% અસરકારક રહ્યા, સાથે જ બે ફુલ ડોઝ આપ્યા તો એ 62 ટકા અસરકારક રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો