તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Oxford Admits Defects In Vaccine Production, Questioning Different Outcomes Of Trial

કોરોના વેક્સિન પર સંકટ:ઓક્સફોર્ડે વેક્સિનના ઉત્પાદનમાં ખામી સ્વીકારી, ટ્રાયલના જુદાં-જુદાં પરિણામ સામે સવાલ ઊઠી રહ્યા હતા

લંડન, નવી દિલ્હી8 મહિનો પહેલા
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાની વેક્સિન આવવાની આશા વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે. એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડે વેક્સિનના મેન્યુફેક્ચરિંગમાં ખામી સ્વીકારતાં વેક્સિના સ્ટડી રિઝલ્ટ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. તાજેતરમાં જ વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલનાં પરિણામ જારી કરાયાં હતાં, જેમાં જુદા-જુદા પરિણામ સામે આવ્યા હતા ત્યારથી જ નિષ્ણાતો આ પ્રક્રિયા સામે સવાલ ઉઠાવી રહ્યા હતા. તેથી હવે કંપની આવનારા દિવસોમાં વેક્સિનનું વધુ એક વખત પરીક્ષણ કરી શકે છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ વેક્સિન બનાવે છે
ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકાએ 23 નવેમ્બરે નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે બ્રિટન અને બ્રાઝીલમાં કરાયેલા પરીક્ષણોમાં વેક્સિન ઘણી અસરકારક જણાઇ. અડધો ડોઝ અપાતાં વેક્સિન 90% સુધી અસરકારક જણાઇ. બીજા મહિને ફુલ ડોઝ અપાતાં 62% અસરકારક જણાઇ હતી. તેના એક મહિના બાદ બે ફુલ ડોઝ અપાતાં 70% અસરકારક જણાઇ. ભારતમાં આ વેક્સિન પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બનાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...