દિલ્હીના ગાઝિયાબાદમાં બે યુવકે શ્વાનને ફાંસીના ફંદા પર લટકાવી મારી નાખ્યો. ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. ત્યાર પછી પોલીસે સોમવારે યુવકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યો. ઘટના લોની વિસ્તારની નજીક ટ્રોનિકા સિટીની છે.
વાઇરલ વીડિયો 33 સેકન્ડનો છે. ક્લિપમાં દેખાઈ રહ્યું છે કે બે યુવક શ્વાનને ઝંઝરી સાથે બાંધીને ફાંસી પર લટકાવી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ આવે છે અને બંને યુવક સાથે વાત કરે છે. જ્યારે યુવકોને લાગે છે કે કૂતરાનો ગૂંગળામણ થવા લાગી છે, ત્યારે તેઓ આરામથી ઊભા થઈને વાત કરવા લાગ્યા.
3 મહિના પહેલાંનો વીડિયો...
ઘણા દિવસથી એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જે ત્રણ મહિના જૂનો છે. આ ઘટના પોલીસ પાસે પહોંચ્યા પછી ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો છે. તેમનું કહેવું છે કે જે શ્વાનને ફાંસી પર લટકાવ્યો, એનાથી લોકો પરેશાન હતા. ગામના સુમિતે કહ્યું હતું કે શ્વાને બાળકો, ઘરડાઓ સહિત ઘણા લોકોને બચકાં ભર્યાં હતાં. એને કોઈ બીમારી થઈ હતી, જેને કારણે એ આવું કરી રહ્યો હતો. ત્યાર પછી યુવકોએ એને મારવાની વ્યૂહરચના ઘડી.
શ્વાનના માલિક સામે એનિમલ ક્રુઅલ્ટી એક્ટ હેઠળ કેસ દાખલ
ગાઝિયાબાદના એસપી દેહત ઇરાજ રાજાએ કહ્યું, "આ પોલીસ સ્ટેશનના ટ્રોનિકા સિટી વિસ્તારનો વીડિયો છે. તેને સોશિયલ મીડિયા દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યો છે. તપાસમાં વીડિયો સાચો હોવાનું બહાર આવ્યું છે, એ કંઈક જૂનો હોવો જોઈએ. તેના માલિકે કહ્યું કે શ્વાન બીમાર હતો, તેથી તેણે આવું પગલું ભર્યું. પરંતુ જે રીતે મૂંગા પ્રાણીને મારવામાં આવ્યું છે એ ગંભીર ગુનો છે. શ્વાનના માલિક વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ગ્રામજનોએ કહ્યું- શ્વાન બીમાર હતો, લોકોને બચકાં ભરતો હતો
ટ્રોનિકા સિટી પોલીસનું કહેવું છે કે વાઇરલ વીડિયોની નોંધ લેવામાં આવી છે. વીડિયોમાં જે બે યુવકો નજરે પડે છે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અત્યારસુધી આ મામલે કોઈ ફરિયાદ મળી નથી, તેથી કોઈ FIR નોંધવામાં આવી નથી. હવે ગ્રામજનો સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે શ્વાન બીમાર હતો. લોકોને કરડવા લાગ્યો હતો. હવે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.