તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Owaisi's Dream Of Winning By Polarization Of Muslim Votes In West Bengal Did Not Come True, Deposits Of All Seven AIMIM Candidates Confiscated

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓવૈસીના સૂપડા સાફ:પ.બંગાળમાં મુસ્લિમ મતોનું ધ્રુવિકરણથી જીત મેળવવાનું ઓવૈસીનું સપનુ સાકાર ન થયું, AIMIMના તમામ સાત ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત

16 દિવસ પહેલા
 • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

બિહાર વિધાનસભાની માફક પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પણ રાજકીય માર્ગ શોધવા ઉતરેલી AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીને મોટો ફટકો પડ્યો છે અને તેમના સપના ધરાસાઈ થઈ ગયા છે. ઓવૈસીને બંગાળમાં મુસ્લિમ મતદાતાઓનો બિલકુલ સાથ મળ્યો નથી.ઓવૈસીએ મુસ્લિમ મતદાતાઓનું પ્રભૂત્વ ધરાવતી જે સાત બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા તે પૈકી એક પણ ઉમેદવાર જીતી શક્યા નથી. એટલું જ નહીં તેના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ જાય તેવી હારનો સામનો કરવો પડ્યો છે.

મુસ્લિમ મતદાતાનું પ્રભૂત્વ ધરાવતી બેઠકો પર ઓવૈસીને એક હજાર મત પણ ન મળ્યા

 • ઈતહાર બેઠક પર 52 ટકા મુસ્લિમ મતદાતા હોવા છતાં AIMIMના ઉમેદવારને એક હજાર મત પણ મળ્યા નથી. આ બેઠક પર ભાજપ અને TMC વચ્ચે ટક્કર રહી. ઓવૈસીના ઉમેદવાર સ્પર્ધામાં ક્યાય દેખાયા જ નહીં. ઓવૈસીના ઉમેદવાર મોફખ્ખેરુલ ઈસલામને ફક્ત 657 મત મળ્યા છે. જ્યારે TMCના મુસરફ હુસ્સૈનને 92,392 મત મળ્યા હતા. જ્યારે ભાજપના અમિત કુમાર કંડુ 58,359 મત સાથે બીજા ક્રમ પર રહ્યા હતા.
 • સાગરદિઘી બેઠક પર 65 ટકા મુસ્લિમ મતદાતા છે, જ્યાં AIMIMના નૂર મહબૂબ આલમ મેદાનમાં હતા, આ બેઠક પર TMCના સુબ્રત સાહાએ જીતની હેટ્રીક લગાવી. તેમને 42,907 મત મળ્યા. નૂર મહબૂબ આલમ તેમની ડિપોઝીટ તો ન બચાવી શક્યા તે ઉપરાંત તેમને 1089 મત મળ્યા છે. ભાજપના ખાતુન મફુજા 18,476 મત સાથે બીજા ક્રમ પર રહ્યા.
 • મલતીપુર બેઠક પર 37 ટકા મુસ્લિમ મતદાતા છે, અહીં ઓવૈસીની પાર્ટીના મૌલાના મોતિઉર રહમાન મેદાનમાં ઉતર્યાં હતા. પણ તેમની ડિપોઝીટ જપ્ત થઈ અને એક હજાર મત પણ મળ્યા નથી. તેમને ફ્કત 971 મત મળ્યા છે. અહીં TMCના અબ્દુર રહિમ બક્સિને 81,007 મત મળ્યા છે. જ્યારે ભાજપના મૌસમી દાસ 26,127 મત સાથે બીજા ક્રમ પર રહ્યા.
 • રતુઆ બેઠક પર આશરે 41 મુસ્લિમ મતદાતા છે, અહીં ઓવૈસીની પાર્ટીએ સઈદુર રહમાનને ચૂંટણીમાં ઉતાર્યા હતા. આ સીટ પર TMCના રબિઉલ આલમે જીત મેળવી, જ્યારે AIMIMના ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ. તેમને 500 જેટલા પણ મત મળ્યા નથી.
 • આસનસોલ ઉત્તર બેઠક પર આશરે 20 ટકા મુસ્લિમ મતદાતા છે, અહીં TMCના શ્રમ મંત્રી મોલોય ઘટકે જીત મેળવી છે, તેમને ફરી વખત આ બેઠક જીતી છે. જ્યારે ઓવૈસીની પાર્ટીના દાનિશ એઝાઝની અહીં ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે, આ ઉપરાંત તેમને એક હજાર મત પણ મળ્યા નથી. મોલય ઘટકને 62,234 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ક્રિષ્નેદુ મુખર્જી 30,304 મત સાથે બીજા ક્રમ પર રહ્યા. જોકે AIMIMના દાનિશ એઝાઝને ફક્ત 843 મત મળ્યા.
 • જાલંગી વિધાનસભા બેઠક પર 72 ટકા મુસ્લિમ મતદાતા છે, અહીં ઓવૈસીની પાર્ટીએ અલ શૌકત જામનને ઉભા રાખ્યા હતા,આ બેઠક પર TMCના અબ્દુલ રજ્જાકે જીત મેળવી છે. ઓવૈસીના પક્ષને અહીં પણ ભારે ફટકો પડ્યો છે. તેમને પણ 712 મત મળ્યા છે અને ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર ચંદન મંડલ 32,580 મત સાથે બીજા ક્રમ પર રહ્યા.
 • ભરતપુર બેઠક પર 58 ટકા મુસ્લિમ મતદાતા છે. અહીં ઓવૈસીની પાર્ટીએ સજ્જાદ હુસૈનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. TMCના ઉમેદવાર હુમાઉં કબીરને જીત મળી છે. જ્યારે સજ્જાદ હુસૈનને ફક્ત 1150 મત મળ્યા છે. આ બેઠક પર TMC અને ભાજપના ઉમેદવાર વચ્ચે સીધી સ્પર્ધા હતી. ભાજપના ઈમાન કલ્યાણ મુખર્જીને 18,621 મત સાથે બીજા ક્રમ પર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો