તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Owaisi Says Party Will Field Candidates For 100 Seats, Will Form Alliance With Omprakash Rajbhar

UPમાં ચૂંટણી લડશે AIMIM:પાર્ટીના વડા ઓવૈસીએ કહ્યું-100 બેઠક પર ઉમેદવારો ઉતારશું, ઓમપ્રકાશ રાજભરના પક્ષ સાથે ગઠબંધન કરશું

લખનઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • ઓવૈસીની પાર્ટી AIMIM અને BSP સાથે મળી લડશે માહિતી ખોટીઃ માયાવતી

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમમીન (AIMIM)એ BSP સાથે ગઠબંધન કરવા અંગે ચાલી રહેલી ચર્ચાનો અંત લાવતા મહત્વની જાહેરાત કરી છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે તે આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઓમ પ્રકાશ રાજભરની ભારતીય સુહેલદેવ સમાજ પાર્ટી સાથે મળી ચૂંટણી લડશે.

તેમણે એમ પણ જણાવ્યું કે ચૂંટણીમાં AIMIMના 100 ઉમેદવાર ઉતારશે. આ ઉમેદવારોની યાદી તૈયાર થવા લાગી છે. ઓવૈસીએ કહ્યું છે કે પાર્ટીએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમે ઓમ પ્રકાશ રાજભરના પક્ષ સાથે મળી ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. અમારા તરફથી કોઈ પક્ષ સાથે ચૂંટણી અથવા ગઠબંધન મુદ્દે કોઈ જ વાતચીત થઈ નથી.

માયાવતીએ સવારે જ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી
બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ રવિવારે સવારે જ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં એકલા જ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જોકે પંજાબમાં ગઠબંધનની શક્યતા યથાવત છે. BSP સુપ્રીમોએ એ વાતને નકારી હતી કે જેમા કહેવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં તેમનો પક્ષ અને અસદુદ્દીન ઓવૈસીના પક્ષ વચ્ચે ગઠબંધન થઈ શકે છે.

સતીશ ચંદ્ર મિશ્રને મીડિયા સેલના નેશનલ કોઓર્ડિનેટર બનાવાયા
માયાવતીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મીડિયામાં ગઈકાલથી એવી માહિતી આવી રહી છે કે યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણી ઓવૈસીની પાર્ટી AIMIM અને BSP સાથે મળી લડશે. આ માહિતી ખોટી છે, ગેરમાર્ગે દોરનારી છે. આ સાથે તેમણે સતીશ મિશ્રને BSP મીડિયા સેલના રાષ્ટ્રીય કોઓર્ડિનેટર બનાવ્યાની માહિતી છે.