તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Owaisi Is The Uncle Of The BJP, He Will Never Be Prosecuted; If The Government Is Not Willing To Negotiate, The Farmers Will Break Down The Gates Of Delhi

રાકેશ ટિકૈતની ટિપ્પણી:ઓવૈસી ભાજપના ચાચાજાન છે, તેમના પર કદી કોઈપણ કેસ નહીં થાય; સરકાર વાતચીત કરવા તૈયાર ન થઈ તો ખેડૂતો દિલ્હીના દરવાજા તોડશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાકેશ ટિકૈત- ફાઈલ ફોટો. - Divya Bhaskar
રાકેશ ટિકૈત- ફાઈલ ફોટો.

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને ભારતીય જનતા પાર્ટીના ચાચાજાન ગણાવ્યા છે. બાગપતમાં તેમણે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં હવે ભાજપના ચાચાજાન ઓવૈસી આવી ગયા છે, હવે તેમને કોઈ મુશ્કેલી નહિ હોય, કેમ કે તેઓ ધર્મના નામે વહેંચવાનો પ્રયત્ન કરશે, જે ભાજપ ઈચ્છે છે, પરંતુ ખેડૂતો પણ માગોને પૂરી ન કરવા પર ભાજપને સત્તાથી બહાર કરવાનો નિર્ણય લઈ ચૂક્યા છે.

26 સપ્ટેમ્બરની મહાપંચાયતને સરકારી જણાવ્યું
રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે મુઝફ્ફરનગરમાં 26 સપ્ટેમ્બરે થનારી મહાપંચાયતને સરકાર કરાવી રહી છે, જેમાં સરકારી રોડવેઝ બસોનો ઉપયોગ પણ કરવામાં આવશે. ટિકૈત મંગળવારે અગ્રવાલ મંડી અને હિસાવડા ગામ પહોંચી ગયા હતા. અગ્રવાલ મંડી ખાતે ભાકીયૂના યુવા ચૌધરી હિંમત સિંહના નિવાસસ્થાને પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે 5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી અને 26 સપ્ટેમ્બરે સરકારી મહાપંચાયત યોજાશે. આ મહાપંચાયતમાં માત્ર સરકારી લોકો પહોંચશે.

રાકેશ ટિકૈતે કહ્યું હતું કે એમએસપીના નામે મોટા ગોટાળા કરવામાં આવી રહ્યા છે અને રામપુરમાં 11000 નકલી ખેડૂતો બનાવી ખરીદી કરવામાં આવી. 27 સપ્ટેમ્બરે ભારતબંધના એલાન સાથે તેમણે કહ્યું હતું કે આંદોલનને સંપૂર્ણ રીતે સફળ બનાવવામાં આવશે. લોકોને પણ આંદોલનમાં જોડાઈ એને સફળ બનાવવાની અપીલ કરવામાં આવશે.

પીએમ મોદી આપેલા વાયદા પૂરા કરે
રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું હતું કે પીએમ મોદીએ ખેડૂતોની આવક બેગણી કરવાનો વાયદો આપ્યો છે. એ પ્રમાણે સરકાર પાસે શેરડીની કિંમત 650, ધાનની કિંમત 3700 રુપિયા પ્રતિ ક્વિંટલ, ઘઉંની કિંમત 4100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની આશા કરે છે. પીએમ મોદી પોતાના વાયદા પૂરા કરે.

સરકારે વાતચીત શરૂ ન કરી તો દિલ્હીના ખેડૂતો દરવાજા તોડી નાખશે
મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ સિંહના હિસાવદા ગામમાં સભાને સંબોધતાં રાકેશ ટિકૈતે કહ્યું હતું કે દિલ્હી સરહદ પર ખેડૂતો બેઠાને દસ મહિના થઈ ગયા છે, પરંતુ સરકારે દિલ્હીના દરવાજા બંધ કરી દીધા છે અને વાટાઘાટો કરતી નથી. રાકેશ ટિકૈતે ચેતવણી આપી હતી કે જો સરકાર વાતચીત માટે દિલ્હીના દરવાજા ખોલશે નહીં તો ખેડૂતને પણ ખબર છે કે એ દરવાજા કેવી રીતે તોડવા.

અન્ય સમાચારો પણ છે...