ઉત્તર પ્રદેશમાં ચૂંટણી વિકાસને છોડીને ઇતિહાસમાં:યુપીમાં ઝીણા બાદ ચંદ્રગુપ્ત મુદ્દે સંગ્રામ, યોગીના ‘જ્ઞાન’ને ઓવૈસીનો પડકાર

લખનઉ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
યોગી આદિત્યનાથ - ફાઇલ તસવીર - Divya Bhaskar
યોગી આદિત્યનાથ - ફાઇલ તસવીર

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં માત્ર વિકાસની ચર્ચા નથી. આ ચૂંટણીને જાતિ-ધર્મ સુધી પણ મર્યાદિત નથી રખાઇ રહી. આ વખતે ઇતિહાસના દમ પર પણ ચૂંટણીના દાવપેચ ખેલાઇ રહ્યા છે. યુપીના સંગ્રામમાં ઝીણા બાદ હવે રાજા ચંદ્રગુપ્ત મૌર્યની એન્ટ્રી થઇ છે.

સીએમ યોગી આદિત્યનાથે આ મુદ્દો છેડ્યો અને ઓવૈસીએ વળતો પ્રહાર કર્યો. યોગીએ રવિવારે બ્રાહ્મણ પરિવાર લખનઉના 16મા સ્થાપના દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતાં ચંદ્રગુપ્ત મૌર્ય વિશે બોલતાં ઇતિહાસકારો પર કટાક્ષ કર્યો. એઆઇએમઆઇએમના વડા ઓવૈસીએ વળતો જવાબ આપતાં કહ્યું કે યોગીને આ મામલે કોઇ જ્ઞાન નથી. તેઓ માફક આવે તેવી ટિપ્પણી કરી રહ્યા છે. તેઓ શિક્ષણને જરાય મહત્વ નથી આપતા.

ઓવૈસીએ સીએમને સતત ‘બાબા’ તરીકે સંબોધ્યા.
દરમિયાન, યોગીએ તેમના સંબોધનમાં અખિલેશ યાદવ પર પણ કટાક્ષ કર્યો. તેમના કહેવા મુજબ, સરદાર પટેલથી દેશના રજવાડાં એક કરવામાં નાની એવી પણ ભૂલ થઇ હોત તો આજે આપણા દેશની શું તસવીર હોત? આજે આવા રાષ્ટ્રનાયકની તુલના ઝીણા સાથે કરીને એક આખી પેઢીને અપમાનિત કરવાનું કામ થઇ રહ્યું છે.

  • આપણો ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યને મહાન નથી માનતો. તેણે તો એ શખસને મહાન ગણાવ્યો છે કે જે ચંદ્રગુપ્ત સામે યુદ્ધમાં હારી ગયો હતો- એલેક્ઝાન્ડર. તે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કહેવાયો. દેશ સાથે આ બહુ મોટો દગો થયો છે.’ - યોગી આદિત્યનાથ
  • ‘ચંદ્રગુપ્ત અને એલેક્ઝાન્ડર વચ્ચે ક્યારેય યુદ્ધ થયું જ નથી. કોઇ તેવું કહે એ જ દર્શાવે છે કે દેશને સારી એજ્યુકેશન સિસ્ટમની તાતી જરૂર છે. બાબા (યોગી) શિક્ષણને મહત્વ નથી આપતા,

જે તેમના નિવેદનોમાં દેખાય છે.’ - અસદુદ્દીન ઓવૈસી

અન્ય સમાચારો પણ છે...