ઉત્તરાખંડના ચમોલીમાં એક ઓવરલોડેડ ગાડી ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં 12-13 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 2 મહિલા સહિત 10 પુરૂષનો સમાવેશ થાય છે. વાહનમાં લગભગ 21 લોકો સવાર હતા, જેમાં 2-3 લોકો છત પર બેઠા હતા. અકસ્માત દરમિયાન છત પર બેઠેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા કૂદકો માર્યો હતો. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ગાડી જોશીમઠથી પાલ્લા જખુલા ગામ તરફ જઈ રહી હતી.
ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
અકસ્માતને પગલે હાલ રેક્સ્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી અચાનક ખીણમાં ખાબકી ગઈ. 2 મહિલા સહિત 10 પુરૂષના મોત થયાની પુષ્ટી કરવામાં આવી છે.
અકસ્માતમાં 12 લોકોનાં મોત થયાની પુષ્ટી
જિલ્લા અધિકારી હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાંચ લોકો ઘાયલ છે, જેમાંથી ત્રણ લોકોને રસ્તા પર લાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં 21 લોકો સવાર હતા.
પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે એક મેક્સ ગાડી મુસાફરો સાથે જોશીમઠથી કિમાણા ગામ જઈ રહી હતી. લગભગ બપોરે 3:30 વાગ્યે મેક્સ પલ્લા ગામની નજીક ગાડી રોડ પર આગળ વધતા રિવર્સમાં આવી હતી. કહેવાય છે કે ઓવરલોડિંગને કારણે મેક્સ ટાયરની નીચે મૂકેલા પથ્થરને પાર કરી ગઈ. આ દરમિયાન ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યાર બાદ મેક્સ ગાડી 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.