ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં શેરડી ભરેલી ઓવરલોડ ટ્રક પલટી જવાથી અકસ્માતની ઘટના બની. જેના લાઈવ દ્રશ્યો એક સ્થાનિકે કેમેરામાં કેદ કરતા વાયરલ થયા છે. યમદૂત બની હાઈવે પર જતી આ ઓવરલોડેડ ટ્રક અચાનક ડિવાઈડર પર ચડી જતા અકસ્માત થયો અને અચાનક પલટી ગઈ. સદનસીબે અકસ્માતના થોડા ક્ષણો પહેલા જ તે ટ્રક પાસેથી બે કાર પસાર થઈ હતી. જેમાં સવાર લોકોના જીવ માંડ માંડ બચી ગયા. ઓવરલોડ ટ્રક આ પ્રકારે પલટી ત્યારે આસપાસ કોઈ વાહન કે વ્યક્તિ હોત તો તેને જાનહાની પહોંચી શકે છે. જોકે અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના બિજનૌર જિલ્લાના શેરકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે 74ની ઘટના છે.
બિજનૌર જિલ્લામાં આ દિવસોમાં ટ્રાન્સપોર્ટ અને પોલીસ વિભાગની મિલીભગતને કારણે જિલ્લાના રસ્તાઓ પર ઓવરલોડ ટ્રકો યમદૂત તરીકે ખુલ્લેઆમ દોડી રહી છે. વધુ સામાનના કારણે અવારનવાર ટ્રક વળાંક સમયે અકસ્માત સર્જે છે. અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવવો પડે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.