તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Crowds Angry Over Firing Incident Blow Up Chauri Chaura Police Station, Court Sentences 19 Satyagrahis To Death

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજ:ફાયરિંગની ઘટનાથી ગુસ્સે ભરાયેલી ભીડે ચૌરી ચૌરાનું પોલીસ સ્ટેશન ફૂંકી માર્યું હતું, કોર્ટે 19 સત્યાગ્રહીને ફાંસીની સજા ફટકારી હતી

22 દિવસ પહેલા
 • કૉપી લિંક

વર્ષ 1922માં ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચૌરી ચૌરાની ઘટના સર્જાઈ હતી. આ પ્રથમ એવી ઘટના હતી કે જેમાં પોલીસ કર્મચારીઓ ક્રાંતિકારીઓના ગુસ્સાનો ભોગ બન્યા હતા, ત્યારે તેમને શહીદ માનવામાં આવ્યા હતા.

તેની પાછળનું એક કારણ પોલીસ તેની ડ્યુટી કરતા હતા. જ્યારે જે સત્યાગ્રહી માર્યા ગયા હતા તેમને પણ શહીદ માનવામાં આવ્યા હતા. તેને પગલે પ્રત્યેક વર્ષ 4 ફેબ્રુઆરીના રોજ શહાદત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ઐતિહાસિક ચૌરીચૌરાની ઘટના આજથી 100 વર્ષ અગાઉ થઈ હતી. કેન્દ્ર સરકારે શતાબ્દી સમારોહ મનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ આયોજનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે.

મહાત્મા ગાંધીએ વિદેશી કપડાનો બહિષ્કાર કર્યો હતો, અંગ્રેજી શિક્ષણનો અભ્યાસ છોડવા અને ચરખો ચલાવવા માટે અપીલ કરી હતી. તે સમયે સમગ્ર દેશમાં અસહયોગ આંદોલન તેની ચરમ સીમા પર હતું. 4 ફેબ્રુઆરી 1922ના રોજ ચૌરી ચૌરાના ભોપા માર્કેટમાં સત્યાગ્રહી એકત્રિત થયા. જ્યારે તેઓ શાંતિ માર્ચ કાઢી રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશને તેને ગેરકાયદેસર જાહેર કરી દીધી. ઘટના સ્થળ પર રહેલા એક પોલીસ કોન્સ્ટેબલે ગાંધી ટોપીને પગ વડે કચડી નાંખી. તેને લીધે સત્યાગ્રહી આક્રોશમાં આવી ગયા તો પોલીક કર્મચચારીઓએ શાંતિ માર્ચ પર ફાયરિંગ કર્યું. આ ઘટનામાં 11 સત્યાગ્રહી શહીદ થયા 50થી વધારે ઈજાગ્રસ્ત થયા. પોલીસ પાસે બંદુકની ગોળીઓ ખતમ થઈ ગઈ હતી.ફાયરિંગને લીધે ગુસ્સે થયેલી ભીડ પોલીસ પાછળ દોડી હતી. સત્યાગ્રહીઓએ એક દુકાનમાંથી કેરોસિનના ડબ્બા ભર્યાં અને પોલીસ સ્ટેશન સળગાવી દીધું.

આ ઘટનામાં પોલીસ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો તો ભીડે તેમને પકડીને આગમાં પાછા ધકેલી દીધા. આ ઘટનામાં થાણેદાર સહિત 23 પોલીસ કર્મચારી જીવતા સળગી ગયા હતા. આ ઘટનાને હિંસક માની ગાંધીજીએ અસહયોગ આંદોલન પાછું ખેંચ્યું. ગોરખપુર કોર્ટે 9 જાન્યુઆરી 1923ના રોજ ચુકાદો આપ્યો. તેમાં 172 લોકોને દોષિત ઠરાવવામાં આવ્યા અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. જ્યારે 2 વ્યક્તિને 2 વર્ષની જેલની સજા કરવામાં આવી. 47 લોકોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા. આ ચુકાદા સામે ગોરખપુર કોંગ્રેસ કમિટીએ હાઈકોર્ટમાં અપીલ કરી. તે સમયે આ તમામનો કેસ પંડિત મદન મોહન માલવીય લડી રહ્યા હતા. 30 એપ્રિલ 1923ના રોજ ચુકાદો આવ્યો. 19 વ્યક્તિને ફાંસ, 16 વ્યક્તિને કાળા પાણી, અન્ય તમામને 8,5 અને 2 વર્ષથી સજા કરવામાં આવી. 3 લોકોને તોફાન ભળકાવવા બદલ 2 વર્ષની સજા જ્યારે 38 લોકોને મુક્ત કરવામાં આવ્યા.

17 વર્ષની થઈ સૌથી મોટી સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક
સોશિયલ મીડિયા સાઈટ ફેસબુકે આજે 17 વર્ષ પૂરા કર્યા છે. તેને હાર્વર્ડ યુનિવર્સિટીના 4 વિદ્યાર્થી માર્ક ઝુકરબર્ગ, એડુઆર્ડો સેવરિન, ડસ્ટિન મોસ્કોવિત્ઝ, ક્રિસ હ્યૂજે 4 ફેબ્રુઆરી 2004ના રોજ લોંચ કર્યું હતું. અગાઉ તેનું નામ 'ધ ફેસબુક' રાખવામાં આવ્યું હતું. આ સાઈટ હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી હતી.

થોડા સમયમાં તે અમેરિકાની અનેક કોલેજ સુધી પહોંચી ગયું. ફેસબુકના વધતા ક્રેજને જોતા Paypalના કો-ફાઉન્ડર પીટર થીલે ફેસબુકમાં 355 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું. વર્ષ 2012માં 1 અબજ યુઝર્સ સાથે તે વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું. કંપનીનું હેડક્વાર્ટર કેલિફોર્નિયાના મેનલો પાર્કમાં છે.

જુલાઈ 2006માં યાહૂએ ફેસબૂકને રૂપિયા 7100 કરોડમાં ખરીદવાની ઈચ્છા દર્શાવી, જોકે માર્ગ ઝુકરબર્ગે આ વાતનો ઈન્કાર રી દીધો. વર્ષ 2007માં માઈક્રોસોફ્ટે ફેસબુકની 1.6 ટકા હિસ્સેદારીને રૂપિયા 1,706 કરોડમાં ખરીદી લીધો.

ત્યારબાદ ફેસબુકનું +-ટ વેલ્યુએશન વધીને રૂપિયા 10.65 લાખ કરોડ થઈ ગયું. એપ્રિલમાં ફેસબુકે રૂપિયા 7,100 કરોડમાં ઈન્સ્ટાગ્રામને ખરીદી. વર્ષ 2014માં ઓક્યુલસ કંપનીને રૂપિયા 14,000 કરોડમાં ખરીદી. વ્હોટ્સએપને રૂપિયા 1.34 લાખ કરોડમાં ખરીદી. તે ફેસબુકની સૌથી મોંઘી ડીલ હતી. અત્યારે ફેસબુકનું માર્કેટ કેપ 760 અબજ ડોલર છે.

ભારત અને દુનિયામાં 4 ફેબ્રુઆરીની મહત્વની ઘટના આ પ્રકારે છેઃ

1881: દૈનિક સમાચાર પત્ર કેસરીનો પ્રથમ અંક પ્રકાશિત થયો. તેના સંપાદક લોકમાન્ય તિલક હતા.

1922: ભારત રત્ન અને ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયક પંડિત ભીમસેન જોશીનો જન્મ થયો હતો.

1924: મહાત્મા ગાંધી બીમાર પડતા તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.

1960: ભોપાલ રિયાસતના અંતિમ નવાબ હમીદુલ્લાહ ખાનનું અવસાન થયું હતું.

1978: જુલિયસ જયવર્ધને શ્રીલંકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા

1974: ભારતના મહાન ગણતજ્ઞ સત્યેન્દ્ર નાથ બોઝનું અવસાન થયું હતું

2005: પ્રત્યેક વર્ષ 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

2014: ભારતવંશી સત્ય નડેલા માઈક્રોસોફ્ટના નવા CEO નિયુક્ત કરવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો