• Gujarati News
  • National
  • Outside The Supreme Court The Young Woman Set Fire To A Witness Friend, Both Died In 9 Days; Accused BSP MP Atul Rai Is Lodged In Jail

સાંસદ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી મહિલાનું મોત:સુપ્રીમ કોર્ટની બહાર યુવતીએ સાક્ષી મિત્ર સાથે આગ લગાવી હતી, 9 દિવસમાં બન્નેએ અંતિમશ્વાસ લીધા; જેલમાં બંધ છે આરોપી BSP સાંસદ અતુલ રાય

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 22 જૂન 2019ના રોજ BSP સાંસદ અતુલ રાયે વારાણસીની કોર્ટમાં સરેન્ડર કર્યું હતુ અને જેલ મોકલવામાં આવ્યા હતા

ઉત્તર પ્રદેશમાં મઉ બેઠક પરથી BSP સાંસદ અતુલ રાય પર દુષ્કર્મનો આરોપ લગાવનારી યુવતીએ પણ મંગળવારે અંતિમશ્વાસ લીધા હતા. યુવતી અને તેના સાથી સત્યમ પ્રકાશ રાયે 16 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની બહાર પોતાની જાતને આગ લગાડી દીધી હતી. બન્નેને ગંભીર સ્થિતિમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્યમનું ત્રણ દિવસ અગાઉ જ મોત થઈ ચુક્યું હતું અને હવે યુવતીએ પણ અંતિમશ્વાસ લીધા છે.

યુવતી સાથે જ આગ લગાવનાર સત્યમ જ આ કેસમાં મુખ્ય સાક્ષી હતો. પીડિતા અને તેના સાથીએ પોતાની જાતને આગ લગાવી એ અગાઉ વીડિયો LIVE કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં બન્નેએ કહ્યું હતું કે તે સરકારી તંત્રથી પ્રતાડિત થયા બાદ ખૂબ જ નિરાશ થઈ ચુક્યા છે. સાંસદ અતુલ રાયે પોતાની પહોંચનો ઉપયોગ કરી તેમને ખૂબ જ હેરાન કર્યાં છે. પોલીસ તથા ન્યાયમૂર્તિઓની મિલીભગતને લીધે તેમને ન્યાય મળી શકતો નથી. આ કારણથી તે અને તેની સાથે થયેલા દુષ્કર્મની ઘટનાના સાક્ષી આત્મદાહ કરવા મજબૂર થયા છે.

ભૂખ્યા-તરસ્યા રહી સાંસદ સામે લડ્યાં, પણ ન્યાય મળી શક્યો નહીં
વીડિયોમાં પીડિતના મિત્રએ કહ્યું હતું કે તેમણે પૈસાનું પ્રલોભન છોડી ભૂખ્યા-તરસ્યા રહી અતુલ રાય સામે કાયદાકીય લડાઈ લડ્યા હતા, જેથી કાયદો અને પોલીસ વ્યવસ્થામાં લોકોને વિશ્વાસ વધે. હવે અમે લોકો એક નેક્સસમાં ફસાઈ ગયા છીએ. અમારી પાસે પણ જો રાજકીય આશ્રય હોત તો કદાંચ અમને આટલી હદ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત.

મોત અગાઉ બનાવ્યો હતો LIVE વીડિયો

તસવીર 16 ઓગસ્ટની છે. સત્યમ અને દુષ્કર્મ પીડિતાએ એક સાથે જ સુપ્રીમ કોર્ટની બહાર પોતાની જાતને આગ લગાવી દીધી હતી
તસવીર 16 ઓગસ્ટની છે. સત્યમ અને દુષ્કર્મ પીડિતાએ એક સાથે જ સુપ્રીમ કોર્ટની બહાર પોતાની જાતને આગ લગાવી દીધી હતી

બન્નેએ મોટા નામોનો કર્યો હતો ઉલ્લેખ
સોશિયલ મીડિયા પર લાઈવ વીડિયો તૈયાર કરતી વખતે બન્નેએ કહ્યું હતું કે અતુલ રાયના ઈશારાથી વારાસણીના ભૂતપુર્વ SSP અમિત પાઠક, ભૂતપુર્વ IPS અમિતાભ ઠાકુર, સસ્પેન્ડ થયેલા ડેપ્યુટી SP અમરેશ સિંહ બઘેલ, ઈન્સ્પેક્ટર સંજય રાય અને તેમના દીકરા સહિત કેટલાક ન્યાયમૂર્તિ તેમની પાછળ પડી ગયા છે. સૌની મિલીભગતને લીધે તેમની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. પીડિતાને ન્યાય અપાવવાને બદલે ચરિત્રહીન સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં પોલીસ અને કોર્ટ ઉપરાંત વડાપ્રધાન કાર્યાલય તરફથી પણ કોઈ જ મદદ મળી નથી.

આ કેસમાં અત્યાર સુધી શું થયું....

  • 22 જૂન 2019ના રોજ BSP સાંસદ અતુલ રાયે વારાણસીની કોર્ટમાં સરેન્ડર કર્યું, જેલ મોકલવામાં આવ્યા
  • 2 ડિસેમ્બર,2020ના રોજ પીડિતાના સાક્ષી સત્યમ પ્રકાશ રાયે લંકા પોલીસ સ્ટેશનમાં ધમકી મળ્યાનો કેસ દાખલ કરાવ્યો
  • 2 ઓગસ્ટ 2021ના રોજ રેપ પીડિતા સામે વારાસણીના કેન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલા કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વોરન્ટી ઈશ્યુ કર્યું
  • 16 ઓગસ્ટ 2021ના રોજ બપોરે સુપ્રીમ રોક્ટની સામે પીડિતા અને સાક્ષીએ ફેસબુક પર લાઈવ કર્યું અને આત્મદાહ કર્યો
  • 21 ઓગસ્ટ 2021ના રોજ સારવાર સમયે સાક્ષીનું મોત થયું
  • 24 ઓગસ્ટના રોજ પીડિતાએ પણ અંતિમ શ્વાસ લીધા