• Gujarati News
  • National
  • Outside The Hospital, The Mother Kept Crying And Shouting...get Up Son; Family Members Said No Doctor Was Present

સારવાર ન મળતા માતાના ખોળામાં દીકરો મોતને ભેટ્યો:હોસ્પિટલની બહાર માતા રડતા રડતા પોકાર કરતી રહી...ઉઠ બેટા; પરિવારજનોએ કહ્યું- કોઈ ડોક્ટર હાજર નહોતા

જબલપુર3 મહિનો પહેલા
  • બાળકના મૃત્યુ માટે પરિવારે હોસ્પિટલ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે.

મધ્યપ્રદેશના જબલપુરમાં એક માતા તેના 5 વર્ષના બીમાર દીકરાને ખોળામાં લઈને હોસ્પિટલની બહાર બેઠી રહી હતી, પરંતુ ઓપીડીમા સમય દરમિયાન કોઈ ડૉક્ટર હાજર નહોતા. સમયસર સારવાર ન મળતા દીકરાનું મોત થાય છે. માતા વારંવાર પુત્રને ઉઠવા માટે કહે છે... દીકરા ઊઠ... દીકરા ઊઠ...પણ સારવારના અભાવે દીકરો મોતને ભેટ્યો હતો. માતા દીકરાને છાતીએ લગાવીને રડતી રહી હતી. આ કાળજુ કંપાવી દે તેવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં હોસ્પિટલની બહાર માતા રડતી જોવા મળી રહી છે.

આ ઘટના જબલપુર જિલ્લાના બાર્ગી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની છે. મૃતક બાળકના પરિવારજનોનું કહેવું છે કે બાળકને ઝાડા-ઉલ્ટીથી બિમાર પડ્યો હતો. તેને બુધવારે સવારે 10 વાગ્યે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પણ અહીં કોઈ ડૉક્ટર નહોતા. બાળકના મૃત્યુ માટે પરિવારે હોસ્પિટલ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે.

આ મામલે આરોગ્ય મંત્રી ડો. પ્રભુરામ ચૌધરીએ જણાવ્યું કે, તેમણે કલેક્ટર સાથે ફોન પર વાત કરીને તપાસ કરવાની સૂચના આપી છે અને રિપોર્ટ માંગ્યો છે. આ મામલે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

પરિવારજનોનો દાવો - બે કલાક સુધી ડોકટરોની રાહ જોતા રહ્યા હતા
બરગીથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલા તીન્હેટા ગામના ઋષિને બુધવારે સવારે ઝાડા -ઉલ્ટી થવાથી બિમાર હતો. માસુમને તેના મામા પવન કુમાર અને પરિવાર સવારે 10 વાગ્યે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બરગી લઈ ગયા હતા. પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં બાળકની મેડિકલ તપાસ કરવા માટે એક પણ ડૉક્ટર નહોતો. માત્ર એક નર્સ ફરજ પર હતી.

ઋષિની હાલત સતત બગડતી રહી હતી અને હોસ્પિટલમાં જ તેનું મૃત્યુ થયું હતુ. પવન કુમાર કહે છે કે નર્સે જણાવ્યું હતુ કે ડોક્ટરની ડ્યુટી સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધીની હોય છે, પરંતુ અમે 12 વાગ્યા સુધી હોસ્પિટલમાં સારવાર માટે રઝળપાટ કરતા રહ્યા હતા.

હોસ્પિટલના પરિસરમાં માતા દીકરાને છાતીએ લગાવીને રડતી રહી હતી. જેણે પણ આ દ્રશ્ય જોયું તેનું હૃદય ભરાઈ આવ્યું હતુ.
હોસ્પિટલના પરિસરમાં માતા દીકરાને છાતીએ લગાવીને રડતી રહી હતી. જેણે પણ આ દ્રશ્ય જોયું તેનું હૃદય ભરાઈ આવ્યું હતુ.

હવે જાણો CMHO ઓફિસ અને કલેક્ટરના જવાબો...

ડૉક્ટર ધાર્મિક કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા
સીએમએચઓ જબલપુર ઓફિસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડો.લોકેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બરગીમાં ફરજ પર હતા. તેઓ બુધવારે બપોરે 12 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યારે હોસ્પિટલની ઓપીડી સવારે 9 વાગ્યે શરૂ થાય છે અને સાંજે 4 વાગ્યે પૂરી થાય છે. સુત્રોના જણાવ્યા મુજબ ડો.લોકેશે તેમના સિનિયરોને જણાવ્યું કે પરિવારમાં ધાર્મિક કાર્યક્રમ હોવાથી તેઓ ફરજ પર મોડા પહોંચ્યા હતા.

માતા પોતાના દીકરાને ખોળામાં લઈને હોસ્પિટલની બહાર બેઠી રહી હતી. તે વારંવાર દીકરાને ઉઠવા માટે કહી રહી હતી, પરંતુ દીકરાનું મોત થઈ ગયું હતું.
માતા પોતાના દીકરાને ખોળામાં લઈને હોસ્પિટલની બહાર બેઠી રહી હતી. તે વારંવાર દીકરાને ઉઠવા માટે કહી રહી હતી, પરંતુ દીકરાનું મોત થઈ ગયું હતું.

કલેકટરે કહ્યું- બાળકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું
જબલપુરના કલેક્ટર ટી. ઇલૈયારાજાનું કહેવું છે કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. બાળકને કોઈપણ ગંભીર બીમારી નહોતી. તેનો એક પગ દાઝી ગયો હતો, છેલ્લા 10 દિવસથી પરિવારજનો તેની સારવાર કરાવી રહ્યા હતા.

દાઝી ગયેલા પગમાં ઈન્ફેક્શન વધી ગયું હતું, જેના કારણે પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ડૉ.લોકેશે બાળકની તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે હોસ્પિટલ આવતા પહેલા બાળકનું મોત થઈ ગયું હતું.

મૃતક ઋષિના મામા પવન કુમારે જણાવ્યું કે તેઓ બુધવારે સવારે લગભગ 10 વાગે બાળકને લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બરગી પહોંચ્યા હતા. અહીં એક પણ ડોકટર હાજર નહોતો.
મૃતક ઋષિના મામા પવન કુમારે જણાવ્યું કે તેઓ બુધવારે સવારે લગભગ 10 વાગે બાળકને લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બરગી પહોંચ્યા હતા. અહીં એક પણ ડોકટર હાજર નહોતો.

પૂર્વ સીએમ કમલનાથે ટ્વીટ કર્યું
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આ ઘટનાની તસવીર સાથે ટ્વિટ કર્યું- મધ્યપ્રદેશના જબલપુરની બરગીની આ તસવીરો ખૂબ જ હૃદયદ્રાવક છે. આરોગ્ય કેન્દ્રની બહાર માતાના ખોળામાં માસુમ બાળકનું તડપી- તડપીને મોત થયું હતું. કારણ કે ન તો તેને કોઈ ડોક્ટર મળી શક્યો અને ન તો તેની સારવાર થઈ શકી.

અન્ય સમાચારો પણ છે...