તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Outside ICICI Bank, Cash Van's Security Guard Was Shot And Looted For Rs.31.50 Lakh In Jaipur

જયપુરમાં આઈસીઆઈસીઆઈ બેંક લૂંટાઈ:લૂંટારાઓએ સિક્યુરિટી ગાર્ડને ગોળી મારી, એક કર્મચારી પર કાર ચડાવી અને 31.50 લાખ રૂપિયા લૂંટીને ફરાર

જયપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિપ્રાપથ વિસ્તારના રિકો એરિયામાં આઈસીઆઈસીઆઈ બેંકની બહાર લાખો રૂપિયા લૂંટનારા બદમાશોએ મુહાના પાસે પોતાની કાર છોડી દીધી અને પછી એક બાઈક પર નાસી ગયા. બંને લૂંટારા સીસીટીવીમાં નજરે પડ્યા.
  • શિપ્રાપથના રીકો ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં શનિવારે બપોરે બનેલી ઘટના
  • કારમાં આવ્યા હતા બુકાનીધારી સશસ્ત્ર બદમાશો, આખા શહેરમાં નાકાબંધી
  • મુહાનામાં કાર છોડીને બાઈકથી નાસી ગયા બદમાશો, સીસીટીવીમાં નજરે પડ્યા

શહેરના શિપ્રાપથ વિસ્તારમાં શનિવારે બપોરે રીકો ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકની બહાર કારમાં સવાર બદમાશોએ ફાયરિંગ કરીને 31.50 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. આ રૂપિયા બે બોક્સમાં ભરેલા હતા. બપોરે લગભગ 2 વાગ્યે એ સમયે આ ઘટના બની જ્યારે એક ખાનગી સિક્યુરિટી કંપનીની ગાડી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી કેશ લઈને બીજી બ્રાંચમાં જઈ રહી હતી. ફાયરિંગમાં સિક્યુરિટી ગાર્ડ કમલ સિંહ ગુર્જરને ગોળી વાગી, જ્યારે બીજા કર્મચારી ભીમ સિંહ પર બદમાશોએ ગાડી ચડાવી દીધી હતી. બંને ઘાયલોને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

લૂંટની ઘટના પછી બેંકની બહાર તપાસમાં વ્યસ્ત શિપ્રાપથ પોલીસ સ્ટેશન ઈનચાર્જ ખલીલ અહમદ અને અન્ય પોલીસ અધિકારી
લૂંટની ઘટના પછી બેંકની બહાર તપાસમાં વ્યસ્ત શિપ્રાપથ પોલીસ સ્ટેશન ઈનચાર્જ ખલીલ અહમદ અને અન્ય પોલીસ અધિકારી

લૂંટની સમગ્ર ઘટના ધોળા દિવસે માત્ર 1 મિનિટમાં જ થઈ. ઘટનાની જાણ થતા એડિ. પોલીસ કમિશનર અજયપાલ લાંબા, ડીસીપી સાઉથ મનોજ કુમાર ચૌધરી સહિત સિનિયર અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સમગ્ર શહેરમાં નાકાબંધી કરાવાઈ છે. આ દરમિયાન પોલીસને લૂંટારાઓની કાર શહેરના મુહાના વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની બહાર લાવારિસ હાલતમાં મળી આવી હતી. તેમાં લૂંટાયેલા બોક્સ અને સિક્યુરિટી ગાર્ડની રાઈફલ પણ રાખી હતી.

મુહાનામાં લાવારિસ સ્થિતિમાં મળેલી લૂંટારાઓની કારમાં એ બોક્સ પણ જોવા મળ્યું. તેમાં રાખેલા લાખો રૂપિયાને તેઓ બેગમાં ભરીને ફરાર થયા. તેમની કાર પોલીસે જપ્ત કરી છે.
મુહાનામાં લાવારિસ સ્થિતિમાં મળેલી લૂંટારાઓની કારમાં એ બોક્સ પણ જોવા મળ્યું. તેમાં રાખેલા લાખો રૂપિયાને તેઓ બેગમાં ભરીને ફરાર થયા. તેમની કાર પોલીસે જપ્ત કરી છે.

આ કારમાં ટેક્સી નંબરોની એક રજિસ્ટ્રેશન પ્લેટ પણ રાખેલી જોવા મળી હતી. બોક્સમાં ભરેલા રૂપિયા બદમાશોએ પોતાની સાથેની કપડાની બેગોમાં ભરી લીધા હતા અને નાસી ગયા હતા. પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે. જેમાં લૂંટારા નાસી જતા જોવા મળે છે. તેમણે હેલમેટ પહેરી હતી. તેમની પાસે લાલ અને કાળા રંગની બેગ પણ જોવા મળી હતી. એવું મનાય છે કે જે કાર બદમાશો લઈને આવ્યા હતા, એ ચોરીની હોઈ શકે છે.

બદમાશોએ રૂપિયા લૂંટ્યા પછી પોતાની કાર મુહાના વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની બહાર મૂકી દીધી. તેના પછી કોઈ બાઈક પર બેસીને નાસી ગયા. તેમની પાસે રૂપિયાથી ભરેલી બેગ નજરે પડી.
બદમાશોએ રૂપિયા લૂંટ્યા પછી પોતાની કાર મુહાના વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની બહાર મૂકી દીધી. તેના પછી કોઈ બાઈક પર બેસીને નાસી ગયા. તેમની પાસે રૂપિયાથી ભરેલી બેગ નજરે પડી.

બપોરે 2 વાગ્યે બની લૂંટની ઘટના
ખાનગી સિક્યુરિટી કંપનીના મેનેજરે કહ્યું હતું કે રીકો ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકની બહાર આ ઘટના બની હતી. બેંક એક બિલ્ડીંગમાં આવેલી છે. બપોરે લગભગ 2 વાગ્યે બે બોક્સમાં કેશ ભરીને કોઈ અન્ય બેંકમાં લઈ જવાતા હતા. આ બોક્સને સિક્યુરિટી ગાર્ડ કમલ સિંહ અને કર્મચારી ભીમ સિંહે ઉઠાવ્યા હતા. તેઓ જેવા બિલ્ડીંગના મુખ્ય દરવાજે પહોંચ્યા ત્યારે કારમાં સવાર બદમાશોએ ફાયરિંગ કર્યુ હતું. તેનાથી એક ગોળી કમલ સિંહને વાગી હતી. તે ઘાયલ થઈને પડી ગયો હતો.

એ સમયે બદમાશોએ રૂપિયાથી ભરેલા બોક્સ ઉઠાવ્યા અને પોતાની કારમાં રાખી દીધા. તેઓ નાસવા લાગ્યા ત્યારે કર્મચારી ભીમ સિંહ તેમને રોકવા કારની સામે આવી ગયો તો લૂંટારાઓએ તેના પર કાર ચડાવી દીધી હતી. તેના પછી બેંક કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. આ પહેલા બદમાશો કાર લઈને નાસ્યા ત્યારે સિક્યુરિટી કંપનીની કેશ વેનમાં સવાર એક ગાર્ડે બદમાશોની કાર પર ફાયરિંગ કર્યુ હતું. જેનાથી તેના કાચ તૂટી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો