કાનપુર હિંસા:પોલીસે તપાસ બાદ દાવો કર્યો- પશ્ચિમ બંગાળથી મળ્યું તોફાનોનું કનેક્શન; કટ્ટરપંથી સંગઠન PFIની પણ સંડોવણી સામે આવી

કાનપુરએક મહિનો પહેલા
  • ભીડમાં સામેલ કેટલાંક તોફાની તત્ત્વોએ તમંચા વડે ફાયરિંગ પણ કર્યું હતું

કાનપુરના બેકનગંજમાં થયેલી હિંસાનું કનેક્શન પશ્ચિમ બંગાળ તથા મણિપુર સાથે છે. કટ્ટરપંથી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)એ 3 જૂનના રોજ પશ્ચિમ બંગાળ તથા મણીપુરમાં બજાર બંધ કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ દિવસે કાનપુરમાં બજાર બંધ કરાવવા અંગે હિંસા સર્જાઈ હતી. કાનપુર પોલીસ કમિશ્નર વિજય સિંહ મીણાના જણાવ્યા પ્રમાણે PFIએ કાનપુર હિંસામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાના સંકેત મળ્યા છે.

આ માટે મુખ્ય આરોપીઓના બેન્ક ખાતાઓના વ્યવહારોની તપાસ થઈ રહી છે. જે 6 મોબાઈલને જપ્ત કરવામાં આવ્યા છે. તેના કોલને લગતી માહિતીની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી મળેલા દસ્તાવેજોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસનો દાવો છે કે PFIના ફંન્ડિગથી કાનપુરમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ થયો છે.

હિંસા બાદ આરોપીઓ લખનઉમાં છૂપાયા હતા
શનિવારે પોલીસ કમિશ્નર વિજય સિંહ મીણા મીડિયા સમક્ષ આવ્યા હતા. કાનપુર હિંસા સાથે જોડાયેલી તપાસની હકીકત સામે રજૂ કરી છે. તેમણે આ મુદ્દે માસ્ટરમાઈન્ડ હયાત ઝફરની ધરપકડ કરી છે. આ ઉપરાંત મુખ્ય આરોપીઓ જાવેદ, અહેમદ ખાન, મોહમદ રાહિન તથા મોહમદ સૂફિયાનની પણ ધરપકડ કરવામાં આવી છે. હકીકતમાં આ ઘટના બાદ મુખ્ય આરોપી કાનપુર છોડી ભાગી છૂટ્યા છે. આરોપી જાવેદ એશિયન વોઈસ યુટ્યુબ ચેનલ ચલાવે છે. જેની ઓફિસ લખનઉના હજરતગંજમાં છે. આ સેફ હાઉસમાં તે પોતાના સાથીઓ સાથે છૂપાયો હતો. જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. કાનપુર હિંસામાં સંડોવાયેલા લોકો સામે NSA અને ગેંગસ્ટરની કાર્યવાહી કરવામાં આવશે. તેમની સંપત્તિ ઉપર બુલડોઝર પણ ચલાવવામાં આવશે. પોલીસ પૂછપરછમાં 5થી 6 નવા નામોનો ખુલાસો થયો છે.

કાનપુરના બેકનગંજમાં થયેલી હિંસા સંબંધિત નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. 5 મિનિટ 39 સેકન્ડના આ ફૂટેજમાં લોકોને પથ્થરમારો કરતા જોઈ શકાય છે. પોલીસ આ વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ કમિશનર વિજય મીણાએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

5 મિનિટ 39 સેકન્ડનો વીડિયો
વીડિયોની શરૂઆતની 15 સેકન્ડમાં ચાર રસ્તા પર ભીડ એકઠી થતી જોવા મળે છે. આમાંથી બે છોકરા પથ્થરમારો કરે છે અને ફરીથી પાછા જઈને સંતાઈ જાય છે. બીજા કેટલાક તોફાનીઓ ફરીથી હાથમાં પથ્થરો લઈને બીજી તરફ ફેંકે છે. રસ્તા પર પહેલાંથી જ કેટલાક પથ્થરો પડ્યા હતા.

પોલીસે ટોળાને દૂર કરવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા. ટોળું પીછેહઠ કરવાને બદલે આગળ વધવા લાગ્યું. જે જગ્યા પર ટિયરગેસના સેલ પડી રહ્યા હતા એનાથી 5 મીટર દૂર તોફાનીઓ પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા હતા.

ચાર રસ્તા પર લોકોનું ટોળું એકઠું થયા પછી પથ્થરમારો થયો હતો.
ચાર રસ્તા પર લોકોનું ટોળું એકઠું થયા પછી પથ્થરમારો થયો હતો.

તોફાની ટોળાએ પાનની દુકાન લૂંટી લીધી હતી
તોફાનો વચ્ચે લોકો પોતાની દુકાનો બંધ કરીને ભાગવા લાગ્યા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રસ્તાની બાજુમાં એક પાનની દુકાન આવેલી હતી, જેના માલિક પણ દુકાન છોડીને જતો રહ્યો હતો. ટોળાએ દુકાનને સંપૂર્ણ તોડ્યા બાદ તેનો સામાન રસ્તા પર ફેંકી દીધો હતો અને કેટલાક તોફાનીઓએ સામાનની લૂંટ મચાવી હતી.

જ્યારે તોફાનીઓની સંખ્યા 100થી વધુ થઈ ત્યારે પથ્થરમારો થયો
જોતજોતાંમાં તોફાનીઓની સંખ્યા 100થી વધુ થઈ ગઈ. ત્યારે તેઓ પથ્થરો લઈને આગળ વધવા લાગ્યા અને પોલીસ પાછળ ધકેલાવા લાગી હતી. તોફાનીઓએ બંધ દુકાનોના શટર પર પથ્થરમારો શરૂ કર્યો હતો. તેમાંથી કેટલાકે ઘરોને નિશાન બનાવી એના પર પથ્થરમારો કર્યો હતો.

પોલીસ કમિશનરે કહ્યું- ફૂટેજના આધારે કાર્યવાહી કરાશે
કાનપુરના પોલીસ કમિશનર વિજય સિંહ મીણાએ જણાવ્યું હતું કે તોફાનીઓ વિરુદ્ધ ધાર્મિક વાતાવરણને ડહોળવા, હિંસા ફેલાવવા, જીવલેણ હુમલો કરવો, હિંસા કરવી જેવી કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. તોફાનીઓની ઓળખ માટે વાઇરલ વીડિયો અને CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે.

ડીસીપી ક્રાઈમ સલમાન તાજ પાટીલ, પોલીસ કમિશનર વિજય સિંહ મીણા અને એડિશનલ સીપી આનંદ પ્રકાશ તિવારીએ હિંસાનો આરોપ લગાવ્યો હતો. સ્થળ પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી.
ડીસીપી ક્રાઈમ સલમાન તાજ પાટીલ, પોલીસ કમિશનર વિજય સિંહ મીણા અને એડિશનલ સીપી આનંદ પ્રકાશ તિવારીએ હિંસાનો આરોપ લગાવ્યો હતો. સ્થળ પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી.

હિંસાની શરૂઆત
3જી જૂનના રોજ સવારથી જ બેકનગંજમાં શાંતિ હતી. આ વિસ્તારમાં મોટા ભાગની દુકાનો મુસ્લિમ સમુદાયની હતી, જે બંધ રાખવામાં આવી હતી, પરંતુ કેટલાક હિંદુ દુકાનદારોએ યતીમખાના પાસેના બજારમાં દુકાનો ખોલી હતી.

બપોરે 1:45 કલાકે યતીમખાના પાસેની મસ્જિદમાં શુક્રવારની નમાજ અદા કરવામાં આવી હતી. બપોરે 2.30 વાગ્યાની આસપાસ નમાજ પછી લોકો બહાર આવ્યા અને બજારમાં ખુલ્લી દુકાનો બળજબરીથી બંધ કરાવવા લાગ્યા હતા.

હિંદુ દુકાનદારોએ દુકાન બંધ કરવાની ના પાડી, બાદમાં સૌથી પહેલા લોકોની વચ્ચે રહેલા અસામાજિક તત્ત્વો પથ્થરમારો શરૂ કર્યો. એ બાદ સમગ્ર વિસ્તારનું વાતાવરણ બગડી ગયું હતું. આ દરમિયાન ભીડમાં સામેલ કેટલાંક તોફાની તત્ત્વોએ તમંચા વડે ફાયરિંગ પણ કર્યું હતું.

બપોરના 3 વાગ્યા સુધી બજારમાંથી શરૂ થયેલી આ ઘટનાએ હવે હંગામાનું સ્વરૂપ લીધું હતું. પરેડ ચાર રસ્તા પર લગભગ એક હજાર લોકો ભેગા થઈ ગયા હતા. રમખાણો શરૂ થયા પછી પરિસ્થિતિ ઝડપથી બેકાબૂ બની ગઈ. સાંકડી ગલીઓમાં ઘૂસીને પોલીસ કાર્યવાહી કરી શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...