તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૉકિંગ CCTV:ભડકેલી ભેંસ દોડીને વાહનચાલકો પર હુમલો કર્યો, ઉભી બજારમાં ભાગમભાગ, પૂણેના ભયાનક દૃશ્યો

એક મહિનો પહેલા

મહારાષ્ટ્રના પૂણે શહેરના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ CCTV ફૂટેજ ભેંસના હુમલાના છે. અહીં કેમ્પ રોડ પરથી ભેંસોનું ટોળું પસાર થઈ રહ્યું હતું. ભેંસોના માલિક દોરડાંથી બાંધી ભેંસોને લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ એક ભેંસ ભડકે છે અને દોડીને વાહનચાલકો પર હુમલો કરે છે. બે મોપેડને પછાડી ભેંસ દંપતીને મારવા દોડે છે. આ દરમિયાન ધમધમતી બજારમાં ભાગમભાગ થઈ જાય છે. આ હુમલામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર મામલે પોલીસે ભેંસના માલિકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.