તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Outbreaks Appear To Be Exacerbated During The First 10 Out Of 10 Infected People, But Now Spread To 14

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં કોરોનાનો કહેર:પહેલાં 10 સંક્રમિતથી 8 લોકોમાં કોરોના ફેલાતો, હવે 14માં ફેલાવા માંડ્યો

નવી દિલ્હી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દેશમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે, સંક્રમણ કઇ રીતે ફેલાઇ રહ્યું છે તે સમજો
 • એકમાત્ર કારણ R ફેક્ટર, જે માસ્ક ન પહેરવાથી, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવાથી વધે

દેશમાં કોરોના સંક્રમણ ફેલાવાની ઝડપ વધી ગઇ છે. હવે 10 કોરોના સંક્રમિત રોજ સરેરાશ 14 અને 5 દિવસમાં 52 સ્વસ્થ લોકોમાં સંક્રમણ ફેલાવી રહ્યા છે. ગત ડિસેમ્બરમાં આ સ્થિતિ લઘુત્તમ સ્તરે હતી. ત્યારે 10 સંક્રમિત 1 દિવસમાં સરેરાશ 8 લોકોમાં અને 5 દિવસમાં 3 લોકોમાં જ સંક્રમણ ફેલાવાની સ્થિતિમાં હતા. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કોરોનાની આ સરેરાશ ઝડપ આર ફેક્ટર (રિપ્રોડક્શન ફેક્ટર) કહેવાય છે. તે ગત વર્ષે પહેલી એપ્રિલે દેશમાં 2.21ની મહત્તમ સપાટીએ હતી. ગત 27 ડિસેમ્બરે ઘટીને 0.8 થઇ ચૂકી હતી. આ દર 1થી વધુ હોય તો સંક્રમણ ઝડપથી ફેલાય છે અને 1થી ઓછો હોય તો કેસ ઘટીને શૂન્ય થઇ જાય છે. દેશમાં હાલ ‘આર’ ફેક્ટર 1.38 છે.

1 દિવસમાં સૌથી વધુ 43 લાખ રસીના ડોઝ અપાયા
રસીકરણના 80મા દિવસે સૌથી વધુ 43,00,966 ડોઝ અપાયા, જે 1 દિવસનો સૌથી મોટો આંકડો છે. ઇન્ડિયન મેડિકલ એસો. (IMA)એ વડાપ્રધાન મોદીને સૂચન કર્યું છે કે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોના રસીકરણની મંજૂરી આપવી જોઇએ. જાહેર સ્થળોએ પ્રવેશ માટે રસી લીધાનું પ્રમાણપત્ર ફરજિયાત કરવું જોઇએ.

 • સીરમ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું કે કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચે અઢી-ત્રણ મહિનાનું અંતર રખાય તો રસીની અસરકારકતા 90% સુધી વધે છે. જોકે, કોવિડ-19 વર્કિંગ ગ્રૂપના ચેરમેન ડૉ. નરેન્દ્ર અરોરાએ આ વાતનો ઇનકાર કરતા કહ્યું કે બે ડોઝ દોઢથી બે મહિનાના અંતરે લેવાય તો જ તેની અસરકારકતા સૌથી વધુ રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો