તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Our Horns Are Filled With Government; It Is Not Known When The Peasant Movement Will End, But We Have Made Preparations Till December

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાકેશ ટિકૈત સાથે ભાસ્કરની વિશેષ વાતચીત:સરકાર સાથે અમારા સીંગડા ભરાયા છે; ખેડૂત આંદોલન ક્યારે પૂરું થશે તેની જાણ નથી, પણ ડિસેમ્બર સુધી અમે તૈયારી કરી રાખી છે

ભરતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટિકૈત દૌસામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા - Divya Bhaskar
ટિકૈત દૌસામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા

ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈત શનિવારે રાજસ્થાનના દૌસામાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સાથે અમારા સીંગડા ભરાઈ ગયા છે. સરકાર પોતાની શરતો પર વાતચીત કરવા ઈચ્છે છે તો અમે પણ કાયદો પાછો ખેચવાની શરત પર જ વાત કરશું. આંદોલનનો ક્યારે અંત આવશે તેની જાણ નથી. પણ અમે ડિસેમ્બર સુધી તૈયારી કરી લીધી છે. વાંચો ભાસ્કર સાથે ટીકૈતની વાતચીત....

ભાસ્કરઃ કોંગ્રેસ પાર્ટી પડદા પાછળ આંદોલનને સપોર્ટ કરી રહી છે?
ટિકૈતઃ કોંગ્રેસ તો અગાઉથી જ ડરી રહી છે. વિપક્ષમાં હોવાથી કોંગ્રેસ ખેડૂત આંદોલન ચલાવવું જોઈતું હતું, પણ તે સામે આવી જ શકી નથી. આ જ તો વિપક્ષની નબળાઈ છે. BKUના આ અગાઉના મોટા આંદોલનોને તમે જુઓ તો માલુમ પડશે કે ભાજપના લોકો કોંગ્રેસ કરતા વધારે સક્રિય રહ્યા હતા. માટે વિપક્ષે ખુલ્લી રીતે આંદોલનના સમર્થનમાં આવવું જોઈએ.

ભાસ્કરઃ શું તમારા આંસુઓની અસર ખતમ થઈ ગઈ છે?
ટિકૈતઃ ભારત બંધ સફળ રહ્યું હતું. અમે સીલ બંધ કરવાની વાતો ક્યારેય કરી નથી. ટ્રાન્સપોર્ટર અને નાના વ્યાપારી સૌએ સાથ આપ્યો છે. આ ઉપરાંત ખેતરોમાં કામ ચાલી રહ્યું છે. માટે ક્યાંક થોડી ઓછી અસર દેખાઈ છે. ખેતીમાં કામકાજને લીધે કેટલીક જગ્યા પર ભીડ ઓછી દેખાઈ છે. તેનાથી કોઈ ફર્ક પડતો નથી.

ભાસ્કરઃ સરકાર અને ખેડૂતો વચ્ચે એક ફોન કોલનું અંતર ક્યારે ખતમ થશે?
ટિકૈતઃ આ સરકારને જ માલુમ છે. સરકાર વાતચીત કરવા માંગે છે, પણ શરતો સાથે.
હવે તો હરિયાણાના CM પણ કહી ચુક્યા છે કે ત્રણેય કાયદા પાછા ખેંચવામાં આવશે નહીં. તો અમારી પણ શરત છે કે ત્રણેય કાયદા પાછા ખેંચવાનું વચન આપે તો જ વાતચીત કરશું.

ભાસ્કરઃ તમારા નિવેદનોને અરાજકતાભર્યાં ગણાવવામાં આવે છે
ટિકૈતઃ ટ્રેક્ટર રેલી અગાઉ અમે કહ્યું હતું કે વક્કલ ઉડાવી દેશું. તેમણે ઘણુ કર્યું. હવે અમે એ જ તો કહી રહ્યા છીએ કે સંસદ પર પાક વેચશું. PM કહી ચુક્યા છે કે ખેડૂત ગમે ત્યાં માલ વેચી શકે છે. સરકારે સંસદ પર કાઉન્ટર ખોલવું જોઈએ.

ભાસ્કરઃ સરકાર દ્વારા આબકારી જકાત વધારવાને લીધે પાકના MSP કરતા શું વધારે ભાવ છે?
ટિકૈતઃ હા છે, પણ તે ક્યાં શું રહેશે. તે કહી શકાય તેમ નથી. અમે પણ એમ જ કહી રહ્યા છીએ કે MSPની સરકાર ગેરંટી આપે. કાયદો લઈને આવે.
ભાસ્કરઃ આરોપ છે કે તમે રાજકીય વ્યક્તિ છો અને આંદોલન મારફતે રાજનીતિ કરી રહ્યા છો?
ટિકૈતઃ હા, હું ચૂંટણી લડતો હતો. ચૂંટણી લડવી તે સૌનો અધિકાર છે. અમે રાજનીતિ કરી રહ્યા નથી, ખેડૂતોના હકની લડાઈ લડી રહ્યા છીએ. અમે બંગાળમાં ખેડૂતો પાસેથી એક મુઠ્ઠી ચોખા માંગ્યા હતા. ખેડૂતોએ કહ્યું કે તેઓ ચોખાના લઘુત્તમ સમર્થન મૂલ્યની વાત રાખે. તેનાથી કોને ફાયદો-નુકસાન થશે, અમારે કોઈ મતલબ નથી.

ભાસ્કરઃ હવે ફોકસ શું છે?
ટિકૈતઃ ગુજરાતને આઝાદ કરાવવું છે. ત્યાં સરકાર મનમાની કરી રહી છે. BKUના અધિકારીઓને પોલીસ પ્રેસ કોન્ફરન્સમાંથી ઉઠાવીને લઈ ગઈ. 4-5 એપ્રિલના રોજ ગુજરાતમાં આંદોલન કરશું. કાયદા મારફતે મોટી કંપનીઓ ખેડૂતોની જમીન પડાવી લેશે. ખેડૂતને મજૂર બનાવી દેવામાં આવશે. સરકાર બધુ જ ખાનગી ક્ષેત્રને વેચવા માંગે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો